SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ નયમાર્ગદર્શક ( ૧૧ ) રંતુ તે છ દ્રવ્યતત્વે કહેવાય છે, એ વાત મારા જાણવામાં ન હતી. વત્સ, તું એ કયાંથી શીખ્યો? જિજ્ઞાસુ-પિતાજી,મેં મુનિરાજના વ્યાખ્યાનમાં સાંભળેલું તેમજ જૈનગ્રંથમાં પણ તે વિષે સારી રીતે વાંચ્યું હતું. નયચંદ્ર-વત્સ, તને ધન્યવાદ છે, તારી સ્મરણ શક્તિ જોઈ મારૂ હદથી સંતુષ્ટ થાય છે. તે સાથે મને મારે માટે ખેદ થાય છે કે, તે છ દ્રવ્યતત્વ વિષે મેં ઘણીવાર વાંચ્યું હશે, અને તે વિષે ચચી પણ કરી હશે, તથાપિ શંકાઓના જાલમાં હું તે ભુલી ગયે છું. આ પૂજ્ય સૂરિવર મારી શંકાઓને દૂર કરશે, ત્યારે મારું હૃદય નિર્મળ થશે. આનદસરિ પ્રસન્નતાથી બોલ્યા-ભદ્ર, કઈ જાતની ચિંતા રાખશે નહીં. તમે સારી રીતે નિઃશંક થઈ શકશે, તમે છ દ્રવ્યતત્વ વિષે બરાબર સમજ્યા નથી, હવે તે વિશે ધ્યાન દઈને સાંભળે. જેનશાસ્ત્રમાં ૧ જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, ૩ અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, ૫ પગલાસ્તિકાય અને ૬ કાલ–એ છદ્રવ્યતત્વ કહેવાય છે. તેમાં પ્રથમ દ્રવ્ય એટલે શું? એ સમજવાનું છે. જે દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ સમજવામાં આવશે, તે પછી એ છ દ્રવ્યત લાઈથી સમજી શકાશે. પ્રથમ તે દ્રવ્યનું લક્ષણ શું? અને દ્રવ્ય કેને કહેવાય? એ વાત જાણવી જોઈએ, એ સમજવાથી દ્રવ્યગુણ પર્યાય સારી રીતે જા. ણવામાં આવશે, એટલે તમારા હૃદયમાંથી શંકાઓને માટે ભાગ દૂર થઈ જશે. ભદ્ર નયચંદ્ર, આ જગતમાં દ્રવ્યનું લક્ષણ “લત” કહેવાય છે. જે સત્ છે, તે દ્રવ્ય છે, તેને માટે આગમમાં દર્શાવ્યું છે. “સદ્ધશે લ ” જિજ્ઞાસુ વિનયથી બોલ્ય–ભગવન, આપ કૃપા કરી સર
SR No.022524
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhana Trust
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy