________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૪૭. સૂત્ર ૧૭ થી ૨૦ વૈમાનિક દેવનું વર્ણનઃ કલ્પોપન અને કલ્પાતીત બે પ્રકારના છે; તે ઉપર ઉપર વસે છે. સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત-પ્રાણત અને આરણ-અય્યત એ બાર કલ્પોન્ન દેવો છે. નવરૈવેયક અને વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ અનુત્તર વિમાનના દેવો કલ્પાતીત દેવો છે. | સૂત્ર ૨૧ થી ૨૭ દેવોનું વિશિષ્ટ સ્વરૂપઃ સ્થિતિ, પ્રભાવ, સુખ, રતિ, વેશ્યા, વિશુદ્ધિ, ઇન્દ્રિય, અવધિ આદિ વિષયમાં ઉપર ઉપરના દેવો અધિક અધિકાર છે. ગતિ, શરીર, પરિગ્રહ, અભિમાન આદિ વિષયમાં ઉપર ઉપરના દેવો હીન હીનતર છે, પહેલા બે વૈમાનિક તેજલેશ્યાવાળા, પછીના ત્રણ પશલેશ્યાવાળા અને બાકીના શુક્લ-લેશ્યાવાળા છે. રૈવેયકની પહેલાં કલ્પ છે; તે પછી નથી. લોકાંતિક દેવો બ્રહ્મકલ્પમાં વસે છે. સારસ્વત, આદિત્ય, વહિ, અરુણ, ગર્દતોય તુષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ એ તેમનાં નામ છે. વિજય આદિ અનુત્તરવિમાનવાસી બે જન્મ પછી મોક્ષમાં જનાર હોય છે અને સર્વાર્થસિદ્ધવાસી એક જન્મ પછી મોક્ષે જનાર હોય છે.
સૂત્ર ૨૮ તિર્યંચની વ્યાખ્યાં દેવ, નારક અને મનુષ્ય સિવાયના બાકીના તિર્યંચ છે.
સૂત્ર ૨૯ થી ૪૨ દેવોના આયુષ્યનું વર્ણનઃ ભવનપતિમાં દક્ષિણાર્ધ ઈન્દ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ દોઢ પલ્યોપમ અને ઉત્તરાર્ધ ઈન્દ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ પોણા બે પલ્યોપમ છે. અપવાદરૂપે અસુરેન્દ્રની ઉત્કૃષ્ટ સ્થિતિ દક્ષિણાર્ધની સાગરોપમ અને ઉત્તરાર્ધની સાગરોપમ સાધિક છે. કલ્પોપન્ન દેવોની સ્થિતિ અનુક્રમે બે, બેથી કાંઈક અધિક, સાત, સાતથી કાંઈક અધિક, દશ, ચૌદ,