SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર ૨૧૯ અર્થ : (વ્રજઋષભનારાચ, ઋષભનારાચ અને નારાચ) પ્રથમના ત્રણ સંઘયણધારી જીવની મન, વચન અને કાયાની એક વિષયમાં એકાગ્રતા તે ધ્યાન છે. તેની સ્થિતિ અંતઃમુહૂર્તની છે. તે આર્ટ, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ ચાર તેના પ્રકાર છે. પહેલાં બે સંસારના હેતુ અને છેલ્લાં બે મોક્ષના હેતુ છે. જીવે વિષયની ઇચ્છા તજી સારા ધ્યાનનો આદર કરવો રહ્યો. ભાવાર્થ : છ પ્રકારના સંહનનમાં પહેલાં ત્રણ વજઋષભનારાચ, ઋષભનારાય અને નારાચ એ ત્રણ સંહનન ઉત્તમ ગણાય છે. ભાષ્ય અને વૃત્તિ માત્ર પહેલા બેને ઉત્તમ કહે છે. ધ્યાનના અધિકારી ઉત્તમ સંહનનવાળા છે; કારણ કે ધ્યાનમાં આવશ્ય માનસિક અને શારીરિક બળ તેમને હોય છે. પ્રયત્ન દ્વારા જુદા જુદા વિષયમાં પ્રવર્તતી જ્ઞાનધારાને એક વિષયગામી બનાવવી તે ધ્યાન છે. ધ્યાનનું આ સ્વરૂપ મકાત્ર છદ્મસ્થ પૂરતું છે; જે બારમા ગુણસ્થાન સુધી હોય છે. ઉપરોક્ત ચાર ધ્યાનમાંના આર્ત રૌદ્ર એ બે ધ્યાન સંસાર વધારનાર દુર્ધ્યાન હોઈ ત્યાજ્ય છે; ધર્મ અને શુક્લ એ બે ધ્યાન સુધ્યાન અને મોક્ષહેતુ હોઈ ઉપાદેય છે. ચાર ધ્યાનનું સ્વરૂપ : सूत्र: आर्त्तममनोज्ञानां संप्रयोगे तद्विप्रयोगाय स्मृति - સમન્વાહાર: રૂા તેનાયાજી રૂા વિપરીત મનોજ્ઞાનામ્ ॥રૂરૂ॥ નિવાનં ૬ ॥૪॥ तदविरतदेशविरतप्रमत्तसंयतानाम् ॥३५॥ हिंसानृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेश વિતો: રદ્દ
SR No.022515
Book TitleTattvarthadhigam Sutram
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRamvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir
Publication Year2001
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy