________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૫૫
| |
અધ્યાય ૭મી
પાંચ વ્રત અને તેની ભાવના : સૂત્ર - હિંસાવૃતાન્તયાોિ વિનિર્વતમ્
આ રેસિપાહિતી રા. અનુવાદ: હિંસા અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહથી અટકવું,
વ્રત જાણીએ એમ પાંચ ભેદે, પાપકૃતિથી વિરમવું; દેશથી જે અટકવું તે, અણુવ્રત પ્રભુએ કહ્યું, સર્વથી જે અટકવું તે, મહાવ્રત શાસ્ત્ર ભર્યું (૧)
અર્થ : હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ દરેકથી નિવૃત્તિ તે પાંચ વ્રત છે; તે પાળવાથી પાપ-વ્યાપાર વિરમે છે. વ્રત બે પ્રકારના છે. (૧) મહાવ્રત, અને (૨) અણુવ્રત.
ભાવાર્થ : દોષ સમજી તેના ત્યાગનો સ્વીકાર તે વ્રત છે. અહિંસા એ મુખ્ય પ્રધાન વ્રત છે. ખેતરની રક્ષાર્થે જેમ વાડ હોય તેમ અહિંસા વતની રક્ષાર્થે બાકીના વ્રત વાડ સમાન છે. વ્રતની બે બાજુ છે. (૧) નિવૃત્તિ અને (૨) પ્રવૃત્તિ. અસત્કાર્યથી નિવૃત્તિ અને સત્કાર્યમાં પ્રવૃત્તિ તે વ્રત છે; અર્થાત્ વ્રત એ માત્ર નિષ્ક્રિયતા નથી. વ્રત પાંચ છે; (૧) અહિંસા (૨) સત્ય, (૩) અચૌર્ય, (૪) બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ વ્રત ઉપરાંત મૂળ વતને પુષ્ટ કરનાર રાત્રિભોજન વિરમણ પણ અવાંતર વ્રત છે. વ્રતના બે પ્રકાર છે. (૧) સર્વાશ વિરતિરૂપ મહાવ્રત અને આંશિક વિરતિ રૂપ અણુવ્રત. અણુવ્રતથી વિકાસ શરૂ થઈ મહાવ્રતમાં પરિણમે છે. સૂર – તબૈર્થ માવનાર પ૪ રૂા.