________________
ઉપર
તત્વાર્થાધિગમસૂત્ર આચાર્યભક્તિ, બહુશ્રુતભક્તિ અને પ્રવચનભક્તિ છે. સામાયિક આદિ છે આવશ્યકનો ભાવથી સતત સ્વીકાર તે આવશ્યકાપરિયાણિ છે. અભિમાન તજી મોક્ષમાર્ગ જીવનમાં ઉતારવો, અને બીજાને તે માટે ઉપદેશ દેવો તે મોક્ષમાર્ગ પ્રભાવના છે. સમાનધર્મી પર નિષ્કામ પ્રેમ તે સહધર્મી-વાત્સલ્ય અથવા શાસ્ત્ર પ્રતિ બહુમાન તે પ્રવચન વાત્સલ્ય છે. આ સર્વે તીર્થકર નામ કર્મના આસ્રવ છે. ટૂંકમાં, વીશસ્થાનક પદની સુંદર ને સચોટ આરાધનાથી તીર્થકર નામકર્મ બંધાય છે. ગોત્ર અને અંતરાય કર્મપ્રકૃતિના આસ્રવ : सूत्रः - परात्मनिन्दाप्रशंसे सद्गुणाच्छादनोद्भावने च
નીચૈત્રી રઝા तद्विपर्ययो नीचैर्वृत्यनुत्सेको चोत्तरस्य ॥२५॥
विघ्नकरणमन्तरायस्य ॥२६॥ અનુવાદ : પરની નિંદા, આત્મશ્લાઘા, પરસન્નુણને ઢાંકતાં
ગુણો નહિં પોતાપણામાં, તેહિ નિત્ય પ્રકાશતા; નીચ ગોત્ર બાંધે અશુભ ભાવે, જીવ બહુ વિધ જાતના, નીચ ગોત્ર બંધન છોડવા વળી, યત્ન કરો ભલી ભાતના (૧૬) એહથી વિપરીત ભાવે; નમ્રતા ધરતા સદા, અભિમાન તજતાં ગોત્ર બાંધે, ઉંચના ભવિ જીવ સદા, દાન લાભ જ ભોગપભોગે, વિર્ય ગુણની વિનતા, કરતા થકાં અંતરાય બાંધે, સુણો મન કરી એકતા (૧૭)
અર્થ : પરનિંદા, આત્મશ્લાઘા, પરના ગુણનું આચ્છાદન, પોતાના અછતા ગુણનું પ્રકાશન આદિ નીચ ગોત્ર કર્મના આસ્રવ છે. આથી વિરુદ્ધ સ્વનિંદા, પરગુણ પ્રશંસા, પોતાના અવગુણનું પ્રકાશન એ ઉચ્ચ ગોત્રકર્મના આસ્રવ છે. દાન, લાભ, ભોગ,