________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૦૩
સૂત્ર ભાવો કંઠ ધરતા, પ્રમાદ-નિંદ તો સદા. (૨૪) અર્થ : ભાવાર્થ : કલ્પોપપન્ન દેવોમાં સૌધર્મ ઇન્દ્રનું બે સાગરોપમ, ઇશાન ઇન્દ્રનું બે સાગરોપમથી કાંઈક અધિક, સાનકુમારેન્દ્રનું સાત સાગરોપમ, માહેન્દ્રનું સાત સાગરોપમથી કાંઈક અધિક, બ્રહ્મેન્દ્રનું દશ સાગરોપમ, લાંતકેન્દ્રનું ચૌદ સાગરોપમ, શુક્રેન્દ્રનું સત્તર સાગરોપમ, સહસ્રારેન્દ્રનું અઢાર સાગરોપમ, આનત કલ્પના દેવોનું ઓગણીશ સાગરોપમ, પ્રાણત કલ્પના દેવોનું વીશ સાગરોપમ, આરણ કલ્પના દેવોનું એકવીશ સાગરોપમ, અને અચ્યુત કલ્પના દેવોનું બાવીશ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. કલ્પાતીત દેવોમાં નવ નવ ત્રૈવેયક દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે એકેક સાગરોપમ વધતું જાય છે. અર્થાત્ ત્રેવીશથી એકત્રીશ સાગરોપમનું છે. પહેલા ચાર અનુત્તર વિમાનના દેવોનું બત્રીશ સાગરોપમનું અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવનું તેત્રીશ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે.
વૈમાનિક દેવોનું જઘન્ય આયુષ્ય :
सूत्र: अपरा पल्पोपममधिकं च ॥३१ ॥ સાળોપમે ॥૪૦॥ અધિને ન જા परतः परतः पूर्वा पूर्वाऽनन्तरा ॥४२॥
અનુવાદ : સૌધર્મકલ્પે જઘન્ય આયુ, એક પલ્યોપમતણું, અલ્પ અધિકે પલ્ય કેરું, કલ્પ ઈશાને ભણું; સાગર બેનું કલ્પ બીજે, આયુ ધરતા દેવતા, બેથી અધિકું કલ્પ ચોથે, દેવ સુખને સેવતા. (૨૫) સાત સાગર બ્રહ્મલોકે કલ્પ છઠ્ઠ દશ ધરે;
-