________________
૯ર
- તત્વાર્થાધિગમસૂત્ર અનુવાદ : દેવ વૈમાનિકના જે, મૂળ બે ભેદે ગ્રહ્યા
કલ્પોપપન પ્રથમ ભેદ, બાર ભેદો સંગ્રહ્યા; કલ્પઅતીતનો ભેદ બીજો, દેવ ચૌદ જાણવા, ઉપર ઉપર સ્થાન જેનાં સૂત્ર ભાવ પ્રકાશવા (૧૧) પ્રથમ કલ્પ સુધર્મ નામે, ઈશાન બીજો જાણવો, સનત ને માહેન્દ્ર બ્રહ્મ, લાન્તકને પિછાણવો; શુક્રને સહસ્ત્રાર કલ્પ, આનતને પ્રાણત કહી, આરણ કલ્પ અગ્યારમો વળી, બારમો અશ્રુત સહી. (૧૨) નવની સંખ્યા રૈવેયકની, ગ્રીવાસ્થાને સ્થિર રહી, વિજયને વળી વૈજયંત, જયંત, અપરાજિત સહી; સર્વાર્થસિદ્ધ એ દેવ પાંચે, અનુત્તરના જાણવા, એમ વૈમાનિક દેવો, છવ્વીશ અવધારવા. (૧૩)
અર્થ : વૈમાનિક દેવના બે પ્રકાર છે. (૧) કલ્પોપપન, (૨) અને કલ્પાતીત, પ્રથમ પ્રકારના કલ્પોપપન્ન વૈમાનિક દેવોના બાર પ્રભેદ છે; જ્યારે કલ્પાતીતના ચૌદ પ્રભેદ છે. તેમનાં સ્થાન અનુક્રમે ઉપર ઉપર રહે છે કલ્પોપપન્ન વૈમાનિક દેવના બાર પ્રકારે છે : (૧) સુધર્મ, (૨) ઈશાન, (૩) સનસ્કુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મ, (૬) લાંતક, (૭) શુક્ર, (૮) સહસ્ત્રાર, (૯) આનત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ અને (૧૨) અશ્રુત. કલ્પાતી વૈમાનિક દેવોમાં નવ રૈવયક અને પાંચ અનુત્તર વિમાન ગણાય છે. તેનાં નામ અનુક્રમે વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ છે. આમ વૈમાનિક દેવના છવ્વીશ ભેદ થાય છે.
ભાવાર્થ : વૈમાનિક નામ માત્ર પારિભાષિક છે; કારણ કે