________________
૮e
તત્વાર્થાધિગમસૂત્ર (૯) દ્વીપકુમારને સિંહનું (૧૦) દિકકુમારને હાથીનું, એ પ્રમાણે જન્મથી તેમના આભરણમાં ચિલ્ડ્રન હોય છે. સંગ્રહિણીમાં ઉદધિકુમારને અશ્વનું અને વાતકુમારને મગરનું ચિહ્ન પણ કહ્યું છે; આ ચિહનથી તેઓ ઓળખાય છે.
અસુરકુમાર સામાન્યતઃ આવાસમાં અને કોઈક વખત ભવનમાં પણ રહે છે; રત્નપ્રભાપૃથ્વીપિંડમાં ઉપર અને નીચે એક એક હજાર યોજન બાદ કરતાં બાકીના ૧,૭૮,૦૦૦ યોજનમાં આવાસો છે, અને ભવન તો રત્નપ્રભાની નીચે ૯૦,૦૦૦ યોજન પ્રમાણમાં મર્યાદિત છે. આવાસ મંડપ જેવા, અને ભવન નગર જેવા હોય છે; ભવન-આકારમાં બહારથી ગોળ, અંદરથી સમચોરસ અને તળીયે પુષ્કર કર્ણિકા સમાન હોય છે.
ભવનપતિના દશ પ્રકારના દરેકના બે બે ઇન્દ્રો નીચે પ્રમાણે છે : (૧) ચમર અને બલિ (૨) ધરણ અને ભૂતાનંદ (૩) હરિ અને હરિસ્સહ (૪) વેણુદેવ અને વેણુદારિ (૫) અગ્નિશીખ અને અગ્નિમાનવ (૯) વેલંબ અને પ્રભંજન (૭) સુધોષ અને મહાધોષ (૮) જલકાંત અને જલપ્રભ (૯) પૂર્ણ અને વસિષ્ઠ અને (૧૦) અમિતગતિ અને અમિતવાહન. વ્યંતર દેવના ભેદો सूत्रः - व्यन्तराः किन्नर-किंपुरुष-महोरग-गन्धर्व-यक्ष
રાક્ષસ-મૂતપિશા : રા. અનુવાદ : પ્રથમ કિન્નર, કિપુરુષો, મહોરગ, ગંધર્વથી,
યક્ષ, રાક્ષસ, ભૂત ભેદે; ભેદ વળી પિશાચથી; એમ આઠ ભેદે દેવ વ્યંતર, નામથી અવધારવા, ભેદ વળી પ્રભેદ ભાવે, સૂત્રથી વિચારવા. (૮) અર્થ : વ્યંતરના આઠ પ્રકાર છે. (૧) કિન્નર,