________________
૬૩
તત્વાર્થાધિગમસૂત્ર અને અસંખ્યય વર્ષ આયુષ્યવાળા જીવો અનપવર્તનીય આયુષ્યવાળા છે. ' - ભાવાર્થ : આયુષ્યના બે પ્રકાર છે; (૧) આયુષ્યની બંધ સ્થિતિ પૂરી થતાં પહેલાં જલ્દી ભોગવી શકાય એ અપવર્તનીય આયુષ્ય છે અને (૨) આયુષ્યની બંધ સ્થિતિ અનુસાર જ ભોગવી શકાય અને તેમાં ફેરફાર ન થાય તે અનાવર્તનીય આયુષ્ય છે. આ બે પ્રકારનો આયુષ્યબંધ સ્વાભાવિક નહિ, પરંતુ આયુષ્યબંધ વખતના પરિણામ પર અવલંબિત છે. ભાવી જન્મનું આયુષ્ય વર્તમાન જન્મમાં બંધાય છે; તે સમયે પરિણામ ઢીલા હોય તો આયુષ્યબંધ શિથિલ-નિકાચિત રહે છે; પરિણામે નિમિત્ત મળતાં આયુષ્ય ભોગવવાની કાળ-મર્યાદા ઘટી શકે છે. તેથી ઉછું બંધ સમયે પરિણામ દઢ હોય તો આયુષ્યબંધ ગાઢ-અનિકાચિત રહે છે; પરિણામે નિમિત્ત મળવા છતાં આયુષ્યની કાળ-મર્યાદા ન્યૂન “થતી નથી. નિકાચિત અપવર્તનીય આયુષ્ય નિમિત્ત મળતાં અંતમુહૂતમાં ભોગવાઈ જાય છે; આ પ્રકારના ભોગને અપવર્તન કે અકાળમૃત્યુ કહે છે. અપવર્તનીય આયુષ્યના પણ બે ભેદ છેઃ (૧) સોપક્રમ-નિમિત્તવાળું અને (૨) નિરુપક્રમ-નિમિત્ત વિનાનું. અનપવર્તનીય આયુષ્ય નિમિત્ત મળવા છતાં પૂરું ભોગવવું પડે છે. નિરુપક્રમ-અનાવર્તનીય આયુષ્ય નિમિત્ત વગરનું હોઈ તેમાં ન્યૂનતા થતી નથી; પરંતુ સોપક્રમ-અપવર્તનીય આયુષ્યમાં નિમિત્ત (શસ્ત્ર, વિષ, અગ્નિ, હિમ, આદિ કારણ) મળતાં આયુષ્યબંધ કાળ પહેલાં ભોગવાઈ જતું હોવાથી તે ન્યૂન થઈ શકે છે.
અનપવર્તનીય આયુષ્યના સ્વામી ઔપપાતિક જન્મવાળા, ચરમદેહી, ઉત્તમ પુરુષ અને અસંખ્યય વર્ષના આયુષ્યવાળા જીવો