SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૬ –– * જૈન ક્યા ક્યા પ્રમાણે સર્વજ્ઞની સાબિતીમાં આડે આવે છે ? -આપ કૃપા કરીને તેને નામવાર જણાવશો? જૈમિનિ –પહેલું તે પ્રત્યક્ષ પ્રમાણ જ સર્વજ્ઞની આડે આવે છે. જૈન –આપ જરા કૃપા કરીને સમજાવો કે-એ પ્રત્યક્ષ પ્રમાણુ - સર્વજ્ઞની આડે શી રીતે આવે છે? કારણ કે-પ્રત્યક્ષ પ્રમાણ અને સર્વજ્ઞ એ બે વચ્ચે કોઈ જાતનો વિરોધ નથી, તેમ કઈ જાતનો સંબંધ નથી કે જેથી તે, એની આડે આવી શકે? જૈમિનિ –વર્તમાનમાં કેઈ સર્વજ્ઞ હેય, એવું પ્રત્યક્ષ પ્રમાણથી જાણી શકાતું નથી, માટે જ એ, સર્વની સાબિતીને નિષેધ કરે છે. જૈન –ભાઈ, તમારી એ દલીલ તમને શોભે તેવી નથી; કારણ કે ભૂત પિશાચો પણ પ્રત્યક્ષથી જોઈ શકાતા નથી, સૂર્ય અને ચંદ્રને નીચેનો ભાગ પણ પ્રત્યક્ષથી જોઈ શકાતું નથી, તેમ આપણું થઈ - ગએલા વડવાઓ પણ પ્રત્યક્ષથી જોઈ શકાતા નથી, તે શું પ્રત્યક્ષ પ્રમાણુ એ બધાની હયાતીને નિષેધ કરશે ખરું ? તેની તે તમારે પણ “ના” જ પાડવી પડશે, માટે તમારું બેલેલું પાછું ખેંચી લે એમાં જ તમારી શોભા છે. જૈમિનિ –થયું. પ્રત્યક્ષ નહિ તે અનુમાન તે જરૂર સર્વજ્ઞની સિદ્ધિને નિષેધ કરી રહ્યું છે. જૈન –ભાઈ, એ શી રીતે ? તમો એ માટે કઈ કઈ જાતનાં અનુમાન કરે છે? શું તમે એમ કહેવા ઈચ્છો છો કે સર્વજ્ઞ નથી ? વા સર્વજ્ઞ અસર્વજ્ઞ છે ? વા બુદ્ધ વિગેરે સર્વજ્ઞ નથી ? વા બધા પુરુષો સર્વજ્ઞ નથી ? જૈમિનિ – શરૂઆતમાં તે અમે એટલું જ કહીએ છીએ કે “સર્વજ્ઞ નથી.' ' જૈન –ભાઈ એ તે ખરું; પણ તેમ કહેવાને હેતુ પણ જણ તે ઠીક.
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy