SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ – ૧૭૧) એનું જીવપણું જ ટળી જાય છે; કારણ કે જીવનું જીવપણું એના (જીવન) પ્રાણ ધારણવડે ટકી રહે છે અને એને જ્યારે ઠામુકા પ્રાણ જ ન હોય ત્યારે એ, શી રીતે રહી શકે? અને જે જીવનું જીવપણું જ તુંબડાને આપણે પાણીની સપાટી ઉપર તરતું જોઈએ છીએ તેમ જ આ આત્મા ઉપર ચેટેલ કર્મકષાયાદિનો મળ તદ્દન ઉખડી ગયે એ લકની તદ્દન ઉપરની સપાટી ભણી ગતિ કરે એ સ્વાભાવિક છે. ૩૦ બંધ છેદ – જેમ એરંડાની શિંગ અને યંત્રના પૈડાઓમાં બંધ છેદ થવાથી ગતિ થાય છે તેમ કર્મબંધને તદ્દન છેદ થવાથી સિદ્ધ-જીવ પણ ઊધ્વ ગતિ કરી શકે છે ૪. ઊર્ધ્વગૌરવ – શ્રીજિનાએ કહ્યું છે કે જીવોને મૂળ ધર્મ ઊગૌરવ છે એટલે ઊંચે જવાપણું છે અને પુલને મૂળ ધર્મ અધગૌરવ એટલે નીચે, જવાપણું છે. ૫. જેમ ઢેકું પોતાના સ્વભાવથી જ નીચે ગતિ કરે છે તે જ રીતે વાયુ તીછો ચાલે છે, અગ્નિ અને પાણીનાં મોજાં ઊંચે ગતિ કરે છે તે જ પ્રકારે આત્માની જે એ ઊર્ધ્વગતિ થાય છે તે સ્વાભાવિક છે. ૬. જીવનું નરક વિગેરે ભણું જવું–નીચે જવું, તીરછે જવું, મનુષાદિમાં જવું અને ઊંચે એટલે, સ્વર્ગાદિ ભણી જવું એ બધું કર્મજન્ય છે અને જે, લેકની તદ્દત ઉપરની સપાટી ભણું જવું–એ તો એને ( કમરહિત જીવને) સ્વાભાવિક ધર્મ છે. ૭. કદાચ એમ પૂછવામાં આવે કે જીવ, લેકની તદ્દન ઉપરની સપાટી મૂકીને આગળ પણ કેમ જતો નથી ? તે તેને ઉત્તર એ છે કે–ત્યાં આગળ ગતિને નિમિત્ત ધર્માસ્તિકાય નથી અને ધર્માસ્તિકાય વિના ગતિ થઈ શકતી જ નથી. ૮.
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy