SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન જગત્ – લોકવાદ ૩૮૩ ગતિમાન છે. નવીન સંશોધકને મતે સૂર્ય સ્થિર છે પણ પૃથ્વી ગતિભાન છે સૂર્યની આસપાસ ફરે છે. એના માટે હજી સાર્વત્રિક નિર્ણય થયું નથી. એ ગમે તેમ હો પણ એટલું તે નિશ્ચિત છે કે બેમાંથી એક ફરે છે. તેથી સૂર્ય અને પૃથ્વીના અંતરમાં વધઘટ થાય છે. અયન પણ સ્થિર નથી કિન્તુ ચલ છે. અયનાંશ પ્રતિવર્ષે થોડું થોડું બદલાતું જાય છે. બહોંતેર બહોતેર વર્ષે એક અંશ અયનાંશ હઠે છે. આજે ૨૨ થી ૨૩ અંશ અયનાંશ બદલી ચૂક્યું છે. દક્ષિણાયન અને ઉત્તરાયણથી ઋતુઓમાં કે શરદી ગરમીમાં કેટલો ફેર પડે છે તે તો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. ઉત્સર્પણ કે અવસર્ષણ એ બે શબ્દો પણ ગતિસૂચક છે. ઉત્સર્પણ આગળ જવું અને અવસર્પણ પાછા હઠવું એ બે શબ્દને અર્થ થાય છે. કાલમાં તો પરિસ્પંદાત્મક ગતિ છે નહિ કારણકે તે તો નિષ્ક્રિય છે. પરિસ્પંદાત્મક ગતિ જીવ અને પુદ્ગલ એ બેમાં છે. તેથી સૂર્યની પૃથ્વી અને આપણી પૃથ્વી એ બેની વચ્ચે ઉત્સર્પણ અને અવસર્પણને બોધ થાય છે. દક્ષિણાયનથી ઉત્તરાયણનો સમય જેમ નિયમિત છ માસને છે, તેમ ઉત્સર્પણ અને અવસર્ષણનો સમય નિયમિત દશ કેડીકેડી સાગરોપમનો છે. જેટલું ઉત્સર્પણ છે તેટલું જ અવસર્ષણ છે. એમાં એક સમયનો પણ ફેરફાર નથી. દક્ષિણાયન ઉત્તરાયણનો જેવો અમુક નિયમ છે, તેજ અમુક નિયમ ઉત્સર્પણ અને અવસર્પણને છે. ઉત્સર્પણના છેલ્લા બિંદુ ઉપર પહોંચ્યા કે તરતજ અવસર્ષણ–પાછા હઠવું ચાલુ થયું. તેમ જ અવસર્ષણના આખરી બિંદુ ઉપર પહોંચ્યા પછી તરતજ ઉત્સર્ષણનો આરંભ થાય છે. આરાની સીમા પણ બન્નેની સરખીજ છે. પાંચમા આરાના છેલ્લા બિંદુથી છઠા આરાના છેલ્લા બિંદુ સુધી પહોંચતાં ૨૧૦૦૦ વરસ લાગે છે. તો તેટલો જ સમય ઉતના પહેલા આરાના આરંભથી બીજા આરાના આરંભબિંદુ સુધી લાગે છે. પાંચમા આરાના છેલ્લા બિંદુ ઉપર પૃથ્વીની જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ ઉતના બીજા આરાના આરંભબિંદુ ઉપર થાય છે. આ ઉત્સ
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy