SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ વૈજ્ઞાનિક સૃષ્ટિ પરામર્શ ૩૪૭ અહિ પ્રશ્ન એ થાય છે કે સૂર્યમાંથી દરરોજ આટલી બધી રોશની, ગરમી કે શક્તિ બહાર નિકળતી જાય છે તે બે ત્રણ હજાર, વરસમાં તે બધી શકિત ખલાસ થઈ જવી જોઈએ અને સૂર્યની ચમક ઘટી જવી જોઈએ; પણ તેમ થતું નથી. હજારો લાખે કરે વરસ પહેલાં જેવો સૂર્ય ચમકતો હતો તે આજ પણ ચમકે છે, અને પહેલા જેટલીજ શક્તિનો વ્યય ચાલુ છે. તો તે શકિત પૂરનાર કોણ છે ? ઈશ્વર તો નહિ હોય ? સૂર્ય કરતાં કોઈ વધારે શક્તિવાળો હોય તેના તરફથી સૂર્યને શક્તિ મળી શકે તે તે ઈશ્વર વિના બીજો કોણ હોય? ઈ. સ. ૧૮૫૪માં જર્મન વૈજ્ઞાનિક હેલ્મહોલ્ટસે (Helmholtz) બતાવ્યું છે કે “સૂર્ય પોતાના આકર્ષણથીજ દબાઈ રહ્યો છે. દબાવથી ગરમી પેદા થાય છે. ઉદાહરણ તરીકે સાઈકલના ટાયરમાં હવા ભરવામાં આવે છે ત્યારે પં૫ ગરમ થઈ જાય છે. ગરમ થવાનું એક કારણ રગડ પણ છે. પંપની અંદર હવાને વારંવાર દબાવવાથી પણ ગરમી પેદા થાય છે. એવી રીતે સૂર્યમાં પણ આકર્ષણશક્તિને કેન્દ્ર તરફ દબાવ છે. તેથી આકર્ષણશક્તિ ગરમીરૂપે પ્રગટ થતી જાય છે અને પ્રકાશ–રોશની કે ગરમી રૂપે ઉપર બતાવેલ પ્રમાણમાં બહાર નિકળતી જાય છે. લાખો કરોડ વર્ષ વીતવા છતાં તોટો પડ્યો નથી અને પડવાનો નથી, કારણકે જેટલો વ્યય થાય છે તેટલી આમદાની આકર્ષણશક્તિના દબાવથી ચાલુ છે. (સૌ૦ ૫૦ ૫૦ ૫-સારાંશ) બેલેમીટર યંત્ર અને તાપકમ. પ્રકાશ થોડા પ્રમાણમાં હોય તો તેને રંગ લાલ હોય છે, જેમ અગ્નિને. વિજળીની બત્તીમાં જેમ જેમ પ્રકાશનું પરિમાણ વધતું જશે તેમ તેમ રંગ બદલાતે જશે અને ગરમી વધારે આવતી જશે. પ્રકાશમાં વધારે ગરમી આવતાં શ્વેત પ્રકાશ બની જાય છે. લાલ, નારંગી, પીળો, લીલો, ઇત્યાદિ અનેક રંગેના મિશ્રણથી વેત રંગ બને છે. પ્રકાશમાં રંગના તારતમ્યથી પ્રકાશને તાપક્રમ માપવામાં
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy