SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ દાર્શનિક–ઉત્તર પક્ષ ૨૬૭ સમજવું. જગત્ નાનારૂપ દેખાય છે તે એક આત્માના વિકાર-પરિણામરૂપ છે. આત્મા એક છતાં અંતઃકરણની ઉપાધિના ભેદથી ભિન્ન ભિન્ન જીવ બને છે. જીવના ભેદથી બંધમાક્ષની વ્યવસ્થા થઈ શકે છે. મીમાંસને ઉત્તર પક્ષ. આત્મા ચત રૂપ હોવાથી તેનું જડરૂપે પરિણામ નહિ બની શકે. વળી આત્મા એકજ માનવાથી બધા શરીરમાં એકજ આત્માનું પ્રતિસંધાન થશે. યદત્ત અને દેવદત્ત બન્ને જુદા જુદા પ્રતીત નહિ થાય. દેવદત્તના શરીરમાં સુખની અને યજ્ઞદત્તના શરીરમાં દુઃખની પ્રતીતિ એકજ વેળાએ એક આત્માને થશે. અંતઃકરણના ભેદથી બંનેનાં સુખદુઃખની જુદી જુદી પ્રતીતિ થશે એમ કહે છે તે પણ ઠીક નથી. અંતઃકરણ અચેતન હોવાથી તેને સુખદુઃખની પ્રતીતિનો સંભવ જ નથી. અનુભવ કરનાર આત્મા છે તે એકજ હોવાથી સવનાં સુખદુઃખના અનુસંધાનને કણ અટકાવનાર છે? કઈ નહિ, માટે અર્ધજરતીય પરિણામવાદ પણ સુંદર નથી. ત્યરારિબામાનાર (રાવી૨૨I gઇ ૨૨૨) અદ્વૈતવાદ પરત્વે શ્લોકવાતિકકાર કુમારિલભટ્ટને ઉત્તર પક્ષ. पुरुषस्य च शुद्धस्य, नाशुद्धा विकृतिर्भवेत् ॥ स्वाधीनत्याच धर्मादेस्तेन क्लेशो न युज्यते । तवशेन प्रवृत्तौ वा, व्यतिरेकः प्रसज्यते ॥ ( ૦ વા૦ ૬. ૮૨-૮૩) અર્થ-વેદાંતીઓ જે કહે છે કે એક જ આત્મા પોતાની ઈચ્છાથી અનેક રૂપે પરિણત થઈ જગત-પ્રપંચને વિસ્તારે છે, તેને જવાબ કુમારિલભટ્ટજી આપે છે કે પુરૂષ શુદ્ધ અને જ્ઞાનાનંદ સ્વભાવવાળા છે. તે અશુદ્ધ અને વિકારી શી રીતે બને ? પુરૂષને જગત રૂપે પરિણત થવું એ તો વિકાર છે. અવિકારીને વિકારી બનવાનું કહેવું ઘટે નહિ.
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy