SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ નારી એક મહાન કુંભાર હાવા જોઇએ, એવું અનુમાન જો કર્યો કરા, તેા ઉધેઈ ના રાડા જોઈ ને આશ્ચર્ય પામનારને પણ તેમાં કુંભારના કાર્યની ભ્રાન્તિ થાય ! એટલે બુદ્ધિ પેાતાની ગતિ કરતાં જ્યાં શાર્ક કે અટકે ત્યાં ઈશ્વર અને તેની અગમ્ય શક્તિને વચ્ચે લાવવી એ અકારણ છે એવા જેમ મીમાંસાદર્શનને અભિપ્રાય છે, તેમ સાંખ્યદર્શનના, યેાગદર્શનના અને નૈયાયિકાના કથનના પણ પ્રધાન સૂર છે. અને એ બધાં દર્શને વેદાનુયાયી જ છે. આજે તે આખા જગતમાં વિજ્ઞાનયુગ વર્તી રહ્યો છે. તે પ્રત્યક્ષપણાને જ પ્રતીતિકર માને છે અને તેથી વિજ્ઞાને કરેલી શેાધેએ અનેક ધર્મશાસ્ત્રગ્રંથેામાંની ગણત્રીએ અને વિધાનાને શંકાશીલતાની કાટિમાં મૂકી દીધાં છે. જગતના અસ્તિત્વ સંબંધી ખાઈખલ ભલે એમ કહે કે આ ષ્ટિના આરંભ ઈશુની પૂર્વે ૩૪૮૩ કે ૪૦૦૪ વર્ષે થએલેા, પણ એ ખ્રિસ્તાનુયાયી વૈજ્ઞાનિકેાજ કહે છે કે એ વાત માનવાલાયક નથી. પ્રેા. જોલી કહે છે કે પૃથ્વીની ઉમર ૧૦ કરોડ વર્ષની હેાવી જોઈ એ અને મનુસ્મૃતિની ગણત્રી ઉપરથી ૧૯૭ કરાડ વર્ષની પૃથ્વીની ઉમર ઠરે છે. પરન્તુ આજે આગળ વધી રહેલી વૈજ્ઞાનિક શેાધા એ બધાં અનુમાનને મિથ્યા ઠરાવે છે. જે યુરેનિયમ નામની ધાતુમાંથી રેડિયમ નીકળે છે તે યુરેનિયમને રેડિયમ રૂપ બનવા માટે સાડી સાત અજબ વર્ષો જોઇએ છે એવી વૈજ્ઞાનિકાએ ગણત્રી કરી છે અને એક તાલા રેડિયમ માટે ૩૦ લાખ તેાલા યુરેનિયમ જોઈ એ છે! આ ઉપરથી પૃથ્વી કેટલી જૂની હશે તેની કલ્પના કરી શકાય, પણ ગણત્રી તે હિજ. આઈન્સ્ટાઈનના ‘ લા એક રિલેટિવિટી ' ( સાક્ષેપવાદ ) તે કહે છે કે પદાર્થ અને શક્તિ એકજ છે; તેમાં પરિવર્તન થાય છે પણ તેને! નાશ કદાપિ થતા જ નથી. સૂર્ય અનત સમયથી ગરમી આપ્યા કરે છે. પરન્તુ એ ગરમીને નાશ થતા નથી, માત્ર તેનું
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy