SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સુષ્ટિવાદ અને ઈશ્વર સમાધાન કર્યું કે શરીર અને આંખ કરતાં પ્રાણ પ્રધાન છે; પ્રાણ વિના શરીર અને આંખ નિષ્ફલ છે; માટે પ્રાણને ઉદ્દેશીને હોમનારની આ ગાય છે. એ ઉપરથી અગ્નિને હક સાબિત થશે. વાયુ અને સૂર્ય હતાશ થયા. આજે પણ દૂધ ઘી અગ્નિમાં હોમવામાં આવે છે. સૂર્યની ઉત્પત્તિના ત્રણ ચાર પ્રકાર તે અગાઉ બતાવ્યા છે. આ પ્રકાર તેનાથી જુદો પડે છે. અદિતિના આઠ પુત્રમાં એક પુત્ર-સૂર્ય અને આંહિ પ્રજાપતિના હોમથી ઉત્પન્ન થતો સૂર્ય એ બંનેમાં પરસ્પર વિરોધ આવતો નથી ? હોમ માત્રથી દેવાની અને ગાયની શી રીતે ઉત્પત્તિ થઈ? અગ્નિ વાયુ અને સૂર્ય એ ત્રણે પ્રજાપતિના પુત્ર ગણાય, તે ત્રણેના માટે એકેક ગાય ઉત્પન્ન કરી દેવાની પ્રજાપતિની શક્તિ ન હતી કે શું? અથવા એ ત્રણેની એકેક ગાય ઉત્પન્ન કરવાની શક્તિ ન હતી કે શું? જે ત્રણ ગાય ઉત્પન્ન કરી લેતે તે એવા મોટા દેવોને દૂધ માટે કલહ તે ન થાત. પ્રાણ શરીર અને આંખ માત્રથી ગાય પૂર્ણ ન થઈ. કાન વગેરેની શું જરૂર ન હતી ? કાન વગેરે શરીરમાં આવી ગયા તે આંખ પણ શરીરમાં આવી ન જાત? પ્રાણ જુદા માંગવાની શું જરૂર હતી ? ગાયમાં પ્રાણ આવી જાત નહિ? પ્રજાપતિ, અગ્નિ, વાયુ અને સૂર્ય જેવા મહટા હેટા દેવોની જ્યારે એકેક ગાય ઉત્પન્ન કરવાની શક્તિ ન હતી, ત્યારે આખા જગતને તેમણે શી રીતે પેદા કર્યું હશે? પ્રજાપતિની અશકિતનું બીજું ઉદાહરણ. प्रजापतिर्देवताः सृजमानः। अग्निमेव देवतानां प्रथममसृजत । सोऽन्यदालम्भ्यमवित्त्वा प्रजापतिमभिपर्यावर्तत । स मृत्योरबिभेत् । सोऽमुमादित्यमात्मनो निरमिमीत । तं हुत्वा पराङ् पर्यावर्तत । तनो वै स मृत्युमपाजयत् । ( ચકુ તે ત્રાડ ૨ા ૨ )
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy