SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશ્વિક સૃષ્ટિના ત્રીજો પ્રકાર (ધાતા) ૭૯ આંહિ પ્રજાપતિને બદલે ધાતાને સૃષ્ટિકર્તા તરીકે બતાવ્યા. કદાચ પ્રજાપતિ અને ધાતાને એક રૂપ માનીએ તાપણુ સૃષ્ટિક્રમ તેા નવીનજ છે. મનુસ્મૃતિ અને પુરૂષસૂક્ત એ બંનેના પ્રજાપતિ કરતાં આ ધાતારૂપ પ્રજાપતિની સૃષ્ટિના ક્રમ કેટલા બધા વિલક્ષણ છે ? આમાં ધાતાને તપસ્યા કરવી પડે છે. તપસ્યાને યેાગે ઋત અને સત્ય ઉત્પન્ન થાય છે. સત્યથી રાત્રિ-અંધકાર. આ એક વિચિત્રતા છે. સત્યથી પ્રકાશ થવા જોઇએ કે અંધકાર ? (અહેારાત્ર પાછળ આવે છે તેથી રાત્રિ શબ્દના અર્થ અંધકાર ગીતારહસ્યની પ્રસ્તાવનામાં તિલકજીએ કર્યાં છે). અંધકારમાંથી પાણીવાળા સમુદ્ર શી રીતે ઉત્પન્ન થયા ? સમુદ્રમાંથી કાલ શી રીતે પેદા થયા ? કાલમાંથી અહારાત્ર એટલે સર્વભૂત ઉત્પન્ન થયા એમ સાયણે ભાષ્યમાં કહ્યું છે. સર્વભૂત ઉત્પન્ન થયા પહેલાં સમુદ્રમાં પાણી કેવી રીતે ઉત્પન્ન થયું ? પાણી પણ પાંચ ભૂતમાંનું એક ભૂત છે. સૂર્ય ચંદ્રમા પાછળ ઉત્પન્ન થાય છે અને અહેરાત્ર પહેલાં, એ પણ વિરાધ નથી શું? સૂર્ય ચંદ્ર વિના રાત્રિ દિવસ શી રીતે થયા? અંતરિક્ષ પછી અને સૂર્ય ચંદ્ર પહેલા, એ પણ વિરાધ નથી જણાતા ? અંતરિક્ષ વિના સૂર્ય ચંદ્ર રહ્યા કયાં ? ધાતાના સૃષ્ટિક્રમ. ૧ ત. ૨ સત્ય. ૩ રાત્રિ (અંધકાર.) ૪ સમુદ્ર. ૫ સંવત્સર-કાલ. ૬ અહારાત્ર–સર્વ ભૂત. ૭ સૂર્ય ચંદ્ર ૮ સ્વર્ગ. ૯ પૃથ્વી. ૧૦ અંતરિક્ષ. ત્રલાય
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy