________________
માન આપી પ. પૂ. મુનિરાજ શ્રી અરવિજયજી મહારાજ અત્રે શ્રી મોહનવિજયજી જૈન પાઠશાળામાં ચાતુર્માસ પધાર્યા. તથા અત્રે બીરાજતા મુ. મ. શ્રી ધનપાલ વિજયજીની નિશ્રામાં શ્રી સંઘે “ચાતુર્માસિક ૧૬ રવિવારીય” શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિરનું ભવ્ય આયોજન કર્યું. ૬પ૦ યુવાને પ્રવેશ ફોર્મ ભરીને જોડાણા. જ્ઞાતિની વાડીએ અનેક જૈન -જનેતર ભાઈ-બહેનોને માનવ મહેરામણ ઊમટ. –૬ કલાક સુધી પૂજ્યશ્રીના ઉપદેશની જ્ઞાનગંગાના વહેતા પ્રવાહમાં અનેક આત્માઓ પ્રતિબંધ પામ્યા...મૂળભૂત તને ઊંડાણથી સમજ્યા.
ચાતુર્માસના દર રવિવારે બપોરે સચિત્ર જાહેર વ્યાખ્યાનમાળા બેઠવાઈ “શ્રી કલ્પસૂત્ર” જેવા મહાન પવિત્ર આગમના છઠ્ઠા વ્યાખ્યાન “ગણધરવાદને વિષય આ જાહેર વ્યાખ્યાનમાં લઈને વિસ્તારથી છણાવટ કરીને પિતાની અનોખી સરલ-સુગમ શૈલીમાં બેડ ઉપર ચિત્ર દોરીને તથા ચાર્ટી દ્વારા તક–યુકિતપૂર્ણ રીતે અનેક દશનેને સમન્વય કરીને પૂજ્ય શ્રી વિદ્વાન મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ સમજાવતા હતા. ખૂબ રસપૂર્વક જન-જૈનેતર શ્રેતાઓએ શ્રવણ કર્યા.
આવા તાર્કિક અને સચોટ પુકિતઓ સાથેના મૂળભૂત પાયાના તોનાં વ્યાખ્યાને અનેકાને ઉપકારી થાય અને તેની ચિરયાદનું એક સંભારણું બની રહે તે માટે અમારા શ્રી વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જન સંધે તેને છપાવવાનું આયોજન કર્યું. પૂજ્યશ્રીએ વ્યાખ્યાને આપ્યા પછી જાતે જ લખવાની ભારે જહેમત ઉઠાવી અને ચિત્ર આદિ સાથે તૈયાર કરીને દર રવિવારની નાની પુસ્તિકા રૂપે આપતા ગયા. અમે રાજકોટ શહેરમાં મુદ્રણની વ્યવસ્થા કરી. અને ૫૦૦૦ની સંખ્યામાં પુસ્તકો છપાવીને દેશ-પરદેશના લેકની માંગણીઓ સંતોષવા એકલતા પ્રયત્ન શરૂ કર્યા.