SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ સુખની પાછળ પુણ્ય અને તે જ પ્રમાણે દુઃખની પાછળ પાપને સ્વતંત્ર કારણ માન. આ રીતે સ્વતંત્રપણે પાપની સિદ્ધિ થાય છે. કાર્યકારણના અનુમાનથી પુણ્ય પાપની સિદ્ધિ પ્રશ્ન : કાર્ય હોય તે કારણે હેય કે કારણ હોય તે કાર્ય હોય ? કોણ કોની સાથે રહે ? દા. ત. ધૂમાડે હેય તે અગ્નિ ? કે અગ્નિ હોય તે ધૂમાડો? જ્યાં જ્યાં અગ્નિ રહે ત્યાં ત્યાં ધૂમાડો હશે ? કે જ્યાં જ્યાં ધૂમાડો હશે ત્યાં ત્યાં અગ્નિ. હશે ? ઉત્તર : ધૂમાડે હશે ત્યાં તે અગ્નિ ચોક્કસ હશે જ. પરતુ અગ્નિ હોય ત્યાં ધુમાડે કદાચ હોય કે ન પણ હોય. દા. ત. લેખંડને તપેલે લાલચેળ ગરમ ગેળે છે. ત્યાં અગ્નિ છે પણ ધૂમાડે નથી. એટલે અગ્નિ હજી ધૂમાડા વગર રહી શકશે, પરંતુ ધૂમાડો અગ્નિ વિના ન જ રહી શકે. કારણ એકબીજામાં કાર્ય–કારણ ભાવ સંબંધ છે. કાર્ય હેય ત્યાં તે કારણ ચોકકસ હેય જ. દા. ત. ઘડે હોય ત્યાં માટી અવશ્ય હાય જ, કારણ એ કે કાર્ય ક્યારે ય કારણ વિના રહેતું જ નથી. કારણ તે કાર્ય વિના પણ રહી શકે છે. માટી ઘડા વિના પણ રહી શકે છે, અગ્નિ ધૂમાડા વિના પણ રહી શકે છે. કારણનું લક્ષણ કરતા કહ્યું કે ઃ મનવા સિદ્ધ કૃતિ કાર્ય નિયત પૂર્વત્તિ જાગ” કાર્યની ઠીક પાછળ રહે તે કારણ.
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy