SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિ ઉત્પન નથી થઈ જતી. માટે જ મૃતક (મડદા)માં ચેતના શકિત નથી હોતી. એ જ પ્રમાણે પૃથ્વી–પાણીઅગ્નિ અને વાયુ એ ચારે ભુતેમાં સ્વતંત્રપણે પણ ચેતના શકિત નથી. માટે તે ચારે ભુતેના સમુદાયમાં કે સંઘાતમાં કે મિશ્રણમાં કયારેય ચેતના શકિત ઉત્પન્ન નથી જ થવાની. આથી એ સિદ્ધ થાય છે કે ચેતના એ દેહધર્મ નથી. પરંતુ દેહાતિરિત છે. શરીરથી ભિન્ન, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા એવા આત્મ દ્રવ્ય (ચેતન તત્વ)ને ધર્મ છે. ચેતનની શકિત. તે ચેતના છે. તે જ્ઞાન-દર્શનાત્મક છે. ચૈતન્ય એ ચેતનને. ધર્મ છે, દેહને નહીં. માટે ચેતનને એ આત્મા ચૈતન્ય રવરૂપી છે. ચેતના દેહભિન્ન છે. માટે દેહને નાશ થવાથી, ચેતના નાશ નથી થતી. આથી ચેતન એ દેહભિન્ન રવતંત્ર, નિત્ય શાશ્વત દ્રવ્ય છે. અને દેહ એ ચેતનથી ભિન્ન ભુતજન્ય, ભૌતિક જડ અને નાશવંત છે. તે ઉત્પન્ન થયે છે. માટે નષ્ટ. થવાને જ છે. આત્મા અનુત્પન છે. માટે શાશ્વત નિત્ય છે. ચેતના શું છે ? ચેતના એ ચેતનની શક્તિ વિશેષ છે. ચેતન ગત ધર્મ છે. ગુણ છે. ચેતના જ્ઞાનાત્મક (જાણવુ) દર્શનાત્મક (જેવુ)
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy