SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ હસું મહતQવિટાવિમર્શ: . अथात्मनो महत्त्वं तावनिर्विवादं द्रव्यचाक्षुषं प्रति कल्पनीयहेतुभावस्य महत्त्वस्य लाघवेन जन्यद्रव्यसाक्षात्कारत्वावच्छिन्नं प्रत्येव हेतुत्वकल्पनादात्मसाक्षात्कारनिर्वाहायात्मनि महत्त्वस्यावश्यकत्वात् । तच्च महत्त्वं न जन्यं, कार्य हि महत्त्वमवयवबहत्वजन्यं स्यात् तन्महत्त्वजन्यं वा प्रचयजन्यं वा । न च त्रितयमपि निरवयवस्यात्मनः सम्भवतीति । एवञ्चायं प्रयोगः - आत्मा विभुः नित्यमहत्त्वात्, आकाशवदिति चेत् ? न्धविशेषकल्पनाया वा प्रमाणसिन्दत्वात् तेनैवास्तु कार्यनिर्वाहः । नैयायिक: शकते अथेति । चेदित्यनेनास्यान्वयः । आत्मनो महत्त्वं = महत्परिमाणं तावनिर्विवादसिन्दं = उभयमतसिन्दम् । उद्धतरूपसत्वेऽपि परमाणोरचाक्षुषत्वेन द्रव्यचाक्षषं प्रति कल्पनीयहेतभावस्य = समवायसम्बधेन क्लप्तकारणताकस्य महत्त्वस्य लाघवेन = नानाकार्यकारणभावाऽकल्पनलाघवेन जन्यद्रव्यसाक्षात्कारत्वावच्छिन्नं = जन्यं यत् द्रव्यप्रत्यक्षं तन्मात्रवृत्तिवैजात्यावच्छिन्नं प्रत्येव हेतुत्वकल्पनात् । महेश्वरीयद्रव्यसाक्षात्कारवारणाय 'जन्य'ति । विषयतासम्बन्धेन जन्यद्रव्यसाक्षात्कारे समवायेन महत्वस्य कारणत्वेन आत्मसाक्षात्कारनिर्वाहाय = आत्मगोचरजन्यप्रत्यक्षोपपत्तये आत्मनि समवायेन महत्वस्यावश्यकत्वात, आत्मप्रत्यक्षस्य महत्वकार्यतावच्छेदकाक्रान्तत्वात् । तच्च = इत्थच प्रदर्शितकार्यकारणभावबलेन सिध्दं आत्मसमवेतं महत्त्वं न जन्यम, यत: कार्य = कार्यतावच्छेदकाक्रान्तं हि महत्त्वं अवयवबहुत्वजन्यं स्यात् व्दयणुकादिपरिमाणवत्, तन्महत्त्वजन्यं = अवयवसमवेतमहत्वजं वा घटादिपरिमाणवत्, प्रचयजन्यं = शिथिलाख्यसंयोगजन्यं वा तूलकादिपरिमाणवत् । न च त्रितयमपि महत्वं निरवयवस्यात्मन: सम्भवतीति, अवयवविरहे तद्बहुत्वजन्यं तन्महत्वजन्यं तत्प्रचयजन्यं वा महत्वं कुत आत्मनि सम्भवेत् ? सामग्रीविरहे कार्यार्जनस्यान्याय्यत्वात् । न चात्मनो निरवयवत्वमेव कृत:सिन्दमिति वाच्यम, आत्मन: सावयवत्वेऽनित्यतापत्तेः । इत्थमात्मनि नित्यमहत्वसिन्दौ विभुत्वमपि सेत्स्यति, तस्य विभुत्वव्याप्यत्वात् । एवञ्चायं प्रयोग इति सुगमम् । પોતાનો શત્રુ છે. પોતાના શત્રુને ઉદ્દેશીને તે નય કરતો હોવાથી નયજ્ઞજન્ય અદષ્ટ હન્તવ્યસ્વરૂપે ઉદ્દેશ્યતાસંબંધથી માત્ર દુશ્મનમાં જ રહેવાથી તેની હત્યા થશે, ચૈત્ર વગેરેની નહીં. આત્માને વિભુ માન્યા પછી પણ આ રીતે ઉદ્દેશ્યતાસંબંધનો સ્વીકાર આવશ્યક છે જ અને આત્માને સર્વવ્યાપી ના માનો છતાં પણ તે સંબંધના કારણતાવચ્છેદકરૂપે સ્વીકાર કરશે તો શત્રુહત્યા વગેરે ઘટી શકે છે. તો શા માટે આત્માને વિભુ માનવાનું કટ લેવું ? માટે આત્મા સર્વગત નથી - એમ ફલિત થાય છે. IMા નિત્યમહત્ત્વ આત્મવૈભવસાઘક - મૈયાયિક III પૂર્વપક્ષ :- મથા. | આત્મામાં મહત્ત્વ = મહત્પરિમાણ તો વિવાદ વિના સિદ્ધ છે જ, કારણ કે ઉત્કટરૂપવાળા પરમાણુ વગેરેનું ચાક્ષુષ ન થવાથી દ્રવ્યચાક્ષુષ પ્રત્યે મહત્ત્વમાં કારગતા અવશ્ય માનવાની છે. તો જ મહત્ત્વશૂન્ય પરમાણુ આદિના અચાક્ષુષની ઉપપત્તિ થઇ શકે. હવે સવાલ ફક્ત એટલો જ છે - મહત્ત્વનું કાર્યતાવચ્છેદક શું છે? દ્રવ્યચાક્ષુષત્વને તેનું કાર્યતાઅવચ્છેદક માનવામાં આવે તો દ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે અન્યવિધ કારણતાની કલ્પના કરવાનું ગૌરવ થશે. આથી જન્ય-દ્રવ્યપ્રત્યક્ષત્વને જ મહત્વનું કાર્યતાઅવશ્યક માનવું ઉચિત છે. ઇશ્વરીય દ્રવ્યસાક્ષાત્કારનું વારણ કરવા માટે જનતાનો કાર્યતાઅવચ્છેદક ધર્મમાં નિવેશ કરવો ઉચિત છે. આ રીતે વિષયતાસંબંધથી દ્રવ્યવિષયક જન્મસાક્ષાત્કાર પ્રત્યે સમવાય સંબંધથી મહત્ત્વ = મહત્પરિમાણ કારણ નિશ્ચિત થવાથી આત્માના માનસ પ્રત્યક્ષની સંગતિ કરવા માટે આત્મામાં સમવાય સંબંધથી મહત્ત્વ માનવું જ પડશે. કારણ વિના તો કાર્ય ક્યારેય સંભવી ના શકે. આ રીતે જન્ય-દ્રવ્યસાક્ષાત્કારના કારણરૂપે જે મહત્ત્વ આત્મામાં સિદ્ધ થશે તેને અનિત્ય = કાર્ય તો માની ન શકાય, કારણ કે અનિત્ય એવું મહત્પરિણામ કાં તો યમુકપરિમાણ વગેરેની જેમ અવયવગતબહુત્વ સંખ્યાથી જન હોય કાં તો ઘટપરિમાણ આદિની જેમ અવયવમહત્પરિમાણથી જન્ય હોય અથવા તો રૂપરિમાણની જેમ પ્રચય = શિથિલ સંયોગથી જન્ય હોય. પરંતુ આત્માનું પરિમાણ તો ઉપરોક્ત ત્રિવિધ જન્ય પરિમાણમાંથી કોઇ પણ પ્રકારનું સંભવી શકતું નથી. આનું કારણ એ છે કે નિત્ય એવો આત્મા નિરવયવ હોવાથી અવયવબહુ–સંખ્યા કે અવયવમહત્વકે અવયવ પ્રચય - આ ત્રણમાંથી એક પણ કારણ આત્મામાં સંભવી શકતું નથી. કારણ વિના કાર્યની ઉત્પત્તિ અશક્ય હોવાથી આત્મામાં કોઈ પણ જન્ય પરિમાણ સંભવતું નથી. છતાં ઉપરોક્ત જનાજનકભાવના બળથી આત્મામાં મહત્પરિમાણ તો સિદ્ધ છે જ. આથી પરિશેષન્યાયથી આત્મામાં નિત્ય મહત્પરિમાણ સિદ્ધ થાય છે. આ નિત્ય મહત્ત્વ એ નિત્ય પરમપ્રકૃઢપરિમાણનું વ્યાપ્ય છે, જેને વિભુત્વ વિભુપરિમાણ પણ કહે છે. આ રીતે અહીં અનુમાનપ્રયોગ એવો થશે કે આત્મા વિભુ છે, કારણ કે તેમાં નિત્ય મહત્ત્વ = મહત્પરિમાણ છે. જે જે દ્રવ્યમાં નિત્ય મહત્પરિમાણ હોય છે તે તે દ્રવ્યમાં વિભુત્વ હોય છે, જેમ કે આકાશ. આત્મામાં પણ નિત મહત્ત્વ હોવાથી તેમાં વિભુ પરિમાણની સિદ્ધિ થશે.
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy