SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષામાં સત્યાગ્રહ કહેવાય. જ્યારે યુક્તિ અને શાસ્ત્રના સાપેક્ષ સમ્યક સમન્વય દ્વારા નિશ્ચિત થયેલ ગૂઢાર્થને પામવો -પકડવો તે સત્યનિષ્ઠતા છે. શાસ્ત્ર અને યુક્તિના અપેક્ષિત યથાર્થ જોડાગ દ્વારા જ સંપૂર્ણ અર્થબોધ થઈ શકે છે. શાસ્ત્રના માત્ર શબ્દાર્થનું જ્ઞાન ક્યારેય તાત્વિક દંપર્યાર્થિને જગાવી ન શકે. માટે તો શ્રીહરિભદ્રસૂરિમહારાજે યોગવિંદ ગ્રન્થમાં – દૂતપૂરમં <(૩૬) એવું જણાવેલ છે. ટૂંકમાં, શંકા-કુશંકારૂપી ઝેરથી બુદ્ધિને દૂષિત થતી અટકાવવા માટે તેને શાસ્ત્રીય શ્રદ્ધાનું કવચ પહેરાવવાની જેટલી આવશ્યકતા છે તેટલી આવશ્યકતા બુદ્ધિને પ્રશ્ન-દલિલ-જિજ્ઞાસા-ઉહાપોહથી પરિમિત કરવાની છે. પ્રથમના અભાવમાં જેમ મોક્ષમાર્ગભ્રષ્ટતા દૂષાગ છે. તેમ દ્વિતીયના અભાવમાં મોક્ષમાર્ગ પ્રગતિશૂન્યતા, (વાસ્તવમાં ) મોક્ષમાર્ગપ્રાણિરહિતતા દૂષણ છે. શ્રદ્ધાની જેમ જિજ્ઞાસા-ઉહાપોહ-યુક્તિ-તર્કનું પણ સ્વસ્થાનમાં મહત્ત્વ હોવાના લીધે ૧૪ ચરાગકરાગાનુયોગ વગેરેથી દ્રવ્યાનુયોગને સ્વતંત્ર પાડેલ છે. અને દૃષ્ટિવાદમાં પગ દ્રવ્યાનુયોગપ્રધાન હોવાના લીધે ૧૪ પૂનો અલગ વિભાગ શ્રી ગાગધર ભગવંતોએ રાખેલ છે. યુક્તિ-તર્ક-ઉહાપોહથી બુદ્ધિને પરિકર્મિત કરવાની કેટલી આવશ્કયતા છે ? તેનો વિજ્ઞ વાચકવર્ગને સ્પષ્ટ રીતે ખ્યાલ આવી ગયો હશે. તે માટે ન્યાયશાસ્ત્રનો-ન્યાયદર્શનનો અભ્યાસ પણ તેટલો 67 6રૂરી છે. વર્તમાનકાલમાં જિનશાસન પર થઈ રહેલ કાઉન્ટનથિયરી, ગુરુત્વાકર્ષણવિષયક ન્યુટનથિયરી, સાપેક્ષવાદ(કે કોને સ્યાદ્વાદની સાથે કોઈ નિસ્બત નથી )વિષયક આઈનસ્ટાઈનથિયરી, ચંદ્રલોકગમન વગેરે આધુનિક વિજ્ઞાનવાદના બાહ્ય આક્રમણોના સચોટ નિરસન માટે; તેમજ વિપશ્યના, નિશ્ચયાભાસવાદ, આણુવ્રત, પ્રાધ્યાન વગેરે આંતરિક હુમલાઓથી જિનશાસનની લાજ રાખવા માટે તથા હિરિયન્ના, પરમેનાઈડિઝ, રેલમહોલ્ટસ, હેરેલાઇટસ, કાન્ટ, ડેમો કિસ, લોસેન, વેબર, સ્પિનોઝા, શોપનહાર, હિગેલ, આભારોઈસ, ઓસ્ટિન વગેરે પશ્ચિમી પરદેશી વિદ્વાનો દ્વારા થઇ રહેલ સ્યાદ્વાદના ખંડનનું ખંડન કરવા માટે પાગ ન્યાયનું અધ્યયન-અધ્યાપન અતિ આવશ્યક છે. કમ સે કમ પેલા પાદરીની જેમ શાસ્ત્ર જોડે અન્યાય થઈ ન જાય તે માટે પાગ ન્યાયનું પરિશીલન મહત્વપૂર્ણ છે. આનો ગંભીરવિચાર થવો ૧૮રૂરી છે. પ્રત્યેક સમકિતટિ પાસે પ્રજ્ઞાપનીયતા અને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાનો ક્ષયોપશમ હોય જ છે; જે ન્યાયના, તર્કશાસ્ત્રના અભ્યાસ દ્વારા બળવાન બને છે. માટે કોઈ પાગ સમકિતિ ‘અમારો ન્યાયના અભ્યાસ માટેનો ક્ષયોપશમ નથી’ આવો બચાવ ન કરી શકે, અન્યથા યોગ્યતારૂપે રહેલ દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાનો (દષ્ટિવાદ = સ્યાદ્વાદ) નાશ થતાં સમ્યગુદર્શન ૧૪ ચાલ્યું જાય. હા, યોગ્ય રીતે ભગાવનાર વ્યક્તિ તે માટે જરૂર અપેક્ષિત બને . બાકી સમભંગી, સકલાદેશ, વિકલાદેશ, નય, નિક્ષેપ, પ્રમાણ, દ્રવ્યાનુયોગ વગેરેની તાત્ત્વિક સમજણ વિના કે તેના રહસ્યાર્થને સમજવાની તાલાવેલી વિના સમ્યગુદર્શનનો યોગ -એમ કેવી રીતે સેંભવે ? તાત્ત્વિક ધર્મ સૂકમબુદ્ધિગમ્ય છે અને બુદ્ધિની સૂક્રમતા - તેજસ્વિતા લાવવા ન્યાયનો અભ્યાસ અતિઆવશ્યક છે. શ્રીમદ્જીનું સંસ્કૃત સાહિત્ય 'મહોપાધ્યાયજી’ એવા હુલામણા નામથી ન્યાયવિશારદ શ્રીમદ યશોવિજયજી ગણિવર્ય હજૈનેતર વિદ્વાનોમાં તથા આબાલવૃદ્ધ જૈનોમાં સુપ્રસિદ્ધ છે. તેમનું જીવનકવન અન્યત્ર અનેક સ્થાને ઉપલબ્ધ હોવાથી તે વિશે અહીં પ્રતિપાદન કરવું અનિવાર્ય ઉજાગાતું નથી. પ્રાચીન જૈનાચાર્ય પ્રદર્શિત ભેદભેદ વગેરેનું ખંડન કરીને તથા પૂર્વકાલીન સ્વાદાદીના દાર્શનિક સિદ્ધાંતોની વિરુદ્ધ ન્યાયસિદ્ધાંતોનું સ્થાપન કરીને તત્વચિંતામગિકાર ગંગેશ ઉપાધ્યાયે પ્રાચીન નન્યાયને જરિત કરેલ હોવાથી મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે નવ્યન્યાયની પરિભાષામાં પ્રાચીન જૈનન્યાયના સિદ્ધાંતોનું તાત્પર્ય બતાવી, તેમાં પરિષ્કાર કરી અનેક નવીન યુક્તિ - પ્રયુક્તિ દ્વારા તેને પુનર્જીવન આપવાનું ભગીરથ કાર્ય કર્યું. શ્રીમદ્જીએ સંસ્કૃત - પ્રાકૃત - અપભ્રંશ (દ્રવ્યJાગપર્યાયરાસ, ટબાર્થ વગેરે) -ગુજરાતી સાહિત્ય દ્વારા આપાગી ઉપર મહત્ત્વપૂર્ણ અમૂલ્ય ઉપકાર કરેલ છે. તેઓશ્રીએ સેંકડોની સંખ્યામાં સંસ્કૃતગ્રંથરચના કરેલ હોવા છતાં આપણા દુર્ભાગ્યને લીધે તેઓશ્રીએ બનાવેલ પ્રમારહસ્ય ત્રિશૂલ્યોલોક, વાદરહસ્ય, મંગલવાદ વગેરે ગ્રંથોના તો વર્તમાનમાં દર્શન પણ થતા નથી. સિડન્વયોક્તિ, જ્ઞાનાર્ણવ, પ્રતિમા સ્થાપનન્યાય, વૈરાગ્ય ૯૫લતા, બૃહસ્યાદ્વાદરહસ્ય વગેરે શ્રીમદ્જીના ગ્રંથો મળે છે, તો પાગ અપૂર્ણ - ત્રુટક મળે છે. છતાં પણ વર્તમાનમાં સંપૂર્ણ ઉપલબધુ મહત્ત્વપૂર્ણ એવું મહામહોપાધ્યાયજીનું સંસ્કૃત સાહિત્ય સમર્ષિના તારાઓની જેમ મુખ્યતયા ૭ વિભાગમાં વહેંચી શકાય તેમ છે --> (૧) પૂર્વાચાર્યોના મૂળગ્રંથ ઉપર ટીકાત્મક સાહિત્ય, કેમ કે સ્યાદ્વાદકલ્પલતા, (લધુ ) સ્યાદ્વાદરહસ્ય, ષોડશક ટીકા વગેરે. (૨) જૈનતર દર્શનકારોના ગ્રંથો ઉપર સમીક્ષાત્મક વિવેચન, કેમ કે પાતંજલયોગદર્શનભાટિપ્પાણી વગેરે. (૩) સ્વરચિત મૂલગ્રંથ ઉપર ટીકાત્મક રચના, જેમ કે નયામૃતતરંગિણી, ઉપદેશરહસ્યુટીકા, ભાષારહસ્યવિવરાગ, અધ્યાત્મમત પરીક્ષાવૃત્તિ, પ્રતિમાશતકવૃત્તિ આદિ. (૪) અન્યકૃત ટીકા ઉપર ઉપટીકાસ્વરૂપ ગ્રંથનિર્માણ, જેમ કે અષ્ટસહસ્ત્રીતાત્પર્યવિવરાગ વગેરે. (૫) કેવલ પધાત્મક સંસ્કૃત १. आगमचोपपत्तिश्च सम्पूर्णमर्थदर्शनम् । अतीन्द्रियाणामर्थानां सद्भावप्रतिपत्तये ।। २. यश्च सम्यग्दृष्टिः क्षायोपशमिकज्ञानयुक्तो यथाशक्ति रागादिनिग्रहपर: तस्य दृष्टिवादोपदेशिकी संज्ञा दंडकवृत्ति - श्लो. ४४
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy