SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ 8 પરોપકારપરાયણ પૂજયશ્રીએ એકલે હાથે જ તાર્કિક ગ્રંથ લલિતવિસ્તરા મૂલ અને પંજિકા પર અદ્ભુત - અનુપમ ટીકાનું સર્જન કર્યું. અવશ્ય આ વ્યાખ્યાથી વિદ્વાન વર્ગને તથા બાલજીવોને એક સૉંથરત્નની પ્રાપ્તિ થશે, તથા અભ્યાસુવર્ગને એક રહસ્યોદ્ઘાટન એક ગ્રંથ ઉપલબ્ધ થશે. આવા ભવ્ય ગ્રંથરત્નનું સર્જન કરી વિદવાન જગતમાં એક અપૂર્વ સાહિત્યનિધિ પ્રદાન કરવા આપની પરોપકારીતાની પ્રશસ્તિ રચવા શબ્દો પણ વામણા લાગે છે. જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. સાથે પ્રાર્થના કરીએ છીએ કે આપ સાહિત્યના સર્જક બની મહાન ગ્રંથ રત્નોનું સર્જન કરી અમારા અજ્ઞાનરૂપી અંધકારનું વિસર્જન કરો....... એજ મંગલભાવના........ આ ગ્રંથમાં જ્ઞાનોપાસનામાં સહયોગી પૂ.આ. શાંતમૂતિ પુણ્યાનંદસૂરિજી મ.સા., પ્રવચનકાર આ. વીરસેનસૂરિજી મ. સા. તથા પ્રેસકોપી મુફ સંશોધન આદિમાં વિશિષ્ટ સહયોગી મુનિવર શ્રી વિકમસેન વિ. મ. સા. આદિની ખુબ ખુબ અનુમોદના.... ગ્રંથપ્રકાશનમાં આર્થિક સહયોગ પ્રદાન કરનાર શ્રુતભકિતપરાયણ શ્રી સંઘોનો તથા શ્રુતભકત મહાનુભાવોનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. સુંદર.. સુશોભન મુદ્રણ કરી આપવા બદલ પ્રિન્ટીંગ પ્રેસોના મેનેજરોનો આભાર માનીએ છીએ. પ્રસ્તાવના આલેખક મુનિપ્રવર અભયશેખર વિ.મ.સા.નો પણ આભાર માનીએ છીએ. આ ગ્રંથરત્નનો સ્વાધ્યાય દ્વારા પ્રભુભકિતમાં - ચૈત્યવંદન આદિ વિધિમાં અપૂર્વ ભાવના........... અનુપમ અધ્યવસાય પેદા કરી શુભ ભાવોનું પ્રગટીકરણ...... અશુભ કર્મોનું શુદ્ધિકરણ... મોક્ષભાવનાનું પ્રગટીકરણ... કરો એજ મંગલ ભાવના. પ્રકાશક
SR No.022497
Book TitleLalit Vistarakhya Chaitya Stavvrutti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhandrankar Sahitya Prachar Kendra
Publication Year1991
Total Pages550
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy