SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. કર્નાટકકેસરી આચાર્ય શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મ. ના સંયમજીવનના ૫૬ મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે આવેલ શુભ – સંદેશ છાણીને પતા પુત્રની પુણ્યવંતી પ્રવજયા પંથની ૫૬મી પાવન તિથિ મનાવવા છાણીસંધ ભાગ્યશાળી બને છે. જે અનુમોદનીય છે. આ પ્રસંગે હાર્દિક શુભ કામના પાઠવું છું. તપસ્વી આચાર્ય અમારા તરફથી ભાવભરી વંદના..હજી સેન્ટયૂરી પૂરી થવામાં ઘણું વર્ષો છે.. વર્ષોની એ વણઝાર તોતીંગ કાર્યોની વણઝાર ઉભી કરી ..એક એવી પગથાર પાડે.જેના પર ચઢી નરનાર પામે ભવપાર... સુપ્રસિદ્ધ લેખક ગણિવર શ્રી. આપ દીર્ધાયુ બનો ! ૫૬ તીર્થોના ઉદ્ધારક બને...પ૬૦૦ સંયમીના સંયમ સુકાની બને . અમારી પર સદા કૃપાદૃષ્ટિને વરસાવી અમારી અનાદિકાળની જન્મ મરણની જંજાળને કાપી જલ્દીથી શાશ્વત સુખના ભોક્તા બનાવો ! એજ પ્રાર્થના... વિદુષી આર્યા. અધ્યાત્મઉપનિષદ્દઃ મૂળકારઃ પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી ગણિવર. ટીકાકાર: પૂ. આ. શ્રીમવિજયભદ્રકરસૂરીશ્વરજી મ. સંસ્કૃત-ભાષામાં સર્જન! આજે એક વિરલ ઘટના બનતી ચાલી છે. ત્યારે પ્રસ્તુતકતિને આવકારતા અંતર આનંદ અનુભવે છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજની એક મહાન– કૃતિઅધ્યાત્મ ઉપનિષદ્ પ્રમાણમાં નાની હોવા છતાં ગૂઢભાથી ભરેલી છે. હજી સુધી આની પર ટીકા આદિનું કોઈ સર્જન થવા પામ્યું નહોતું, એથી આ ગ્રંથના ભાવ સુધી પહોંચવું વાંચકને માટે સરળ-સુગમ ન હતું. પણ પ્રસ્તુત “ભુવન-તિલકાવ્યટીકાનું સર્જન થતા હવે આ ગ્રંથના હાર્દ સુધી પહોંચવામાં અભ્યાસીઓને જરૂર સફળતા મળશે. આ પૂર્વે પૂ. ઉપાધ્યાયજી મહારાજ કૃત “અધ્યાત્મ સાર' ગ્રંથ ઉપર પણ પૂ. આચાર્ય દેવશ્રીએ ટીકા રચી છે. વૃદ્ધવયે પણ પૂજ્યશ્રી દ્વારા અવિરત પ્રચલિતમૃતસાધનાને બિરદાવવાપૂર્વક નવા-સર્જકે આમાંથી બોધપાઠ મેળવીને આવી કંઈક ચિરંજીવ-સજનાના અનુરાગી બને, એવી આશા સાથે પ્રસ્તુત-કૃતિને શતશત શુભેચ્છા
SR No.022497
Book TitleLalit Vistarakhya Chaitya Stavvrutti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhandrankar Sahitya Prachar Kendra
Publication Year1991
Total Pages550
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy