SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય બને, મોંઘીબેને મધમીઠો જવાબ આપ્યો. પહેલે જ ધડાકે પોતાના તેજસ્વી બાળકને ઉલ્લાસભય હૃદયે સોંપી દેતી મોંઘીબેનને જોઈને આચાર્યશ્રીનું હૃદય નાચી ઉઠયું. તેઓ મનોમન બોલી ઊઠ્યા : ધન્ય રત્નકુક્ષિ માતા ! ધન્ય ડભોઇની પુણ્યભૂમિ ! મોંઘીબેન અને ચિંતક શેઠે પોતાનો વહાલસોયો પુત્ર ગુરુ ચરણે સમર્પિત કર્યો. શુભ મુહૂર્ત બાળકની દીક્ષા થઈ.. ગુરુએ તેનું નામ પાડયું : શ્રી મુનિચન્દ્ર મુનિ ! હા.. આ બાલમુનિ ખરેખર “મુનિચન્દ્ર જ હતા. કારણ કે તેઓ મુનિઓમાં ચન્દ્રની જેમ શોભતાં હતા. એમના દર્શન માત્રથી આંખડી ઠરતી હતી. બાલમુનિ મુનિચન્દ્ર ઉંમરમાં જ માત્ર બાળ હતા, બુદ્ધિમાં નહિ. નાની ઉંમર પણ બુદ્ધિ એવી હતી કે મોટા મોટાખેરખાંઓ પણ સ્તબ્ધ બની જાય. - બુદ્ધિની સાથે શુદ્ધિ પણ એટલી જ જોરદાર હતી. આત્મશુદ્ધિ અંગે તેમની પહેલેથી જ એટલી તકેદારી હતી કે દીક્ષાના દિવસથી જ છયે વિગઈનો ત્યાગ કર્યો.. અને વાપરવામાં બાર દ્રવ્યથી વધારે નહિ લેવા તેવી પ્રતિજ્ઞા કરી. મોટે ભાગે તેઓ આયંબિલ જ કરતાં રહ્યા. બાલ્યાવસ્થામાં પણ કેવી અબાલ બુદ્ધિ ! (તેઓ પ્રાયઃ કાંજીનું પાણી પીતા આથી તેઓ “સૌવીરપાયી' તરીકે પણ ઓળખાય છે.) તેઓ ઉપાધ્યાયશ્રી વિનયચન્દ્રજી પાસે પોતાનો અભ્યાસ કરવા લાગ્યા. તીવ્ર બુદ્ધિના કારણે છે. તપ સાથે જ્ઞાનમાં પણ તેઓ પ્રગતિ કરવા લાગ્યા. ' એમનામાં કેટલી તીવ્ર મેધાશક્તિ હતી. તેનો હજુ ખાસ કોઇને પરિચય થયો નહોતો, પણ છે એક પ્રસંગ એવો બન્યો જેથી તેમની પ્રતિભાનો સૌને પરિચય થયો. વિ.સં. ૧૦૯૪માં તેઓ પોતાના ગુરુદેવ સાથે વિહાર કરતા કરતા પાટણ પાસે આવ્યા. પાટણ છોડીને આગળ વધતાં ગુરુદેવને કહ્યું : “ગુરુદેવ ! આપ પાટણ છોડી દો છો ? , ‘વત્સએનું કારણ છે. પાટણમાં ચૈત્યવાસીઓનું જોર છે. આપણે સંવેગી સાધુઓ કહેવાઈએ. તેઓ આપણને ઊતરવા નહિ આપે. ચૈત્યવાસી સાધુઓએ રાજાઓ મારફત પોતાના સિવાય અન્ય સાધુઓને નહિ ઊતરવા દેવોનો કાયદો કરાવેલો છે, ઊતરવાની જગ્યા જ ન મળે પછી ત્યાં જવું શી રીતે ? “ગુરુદેવ..! મને પાટણ જવાની ઘણી હોંશ છે. ત્યાંના તીર્થસ્વરૂપ મોટા મોટા મંદિરોના દર્શન કરવાની ખૂબ જ ઇચ્છા છે. તો થોડા દિવસ માટે કોઈ ઓળખીતા ને ત્યાં ઊતરવાની વ્યવસ્થા ન થઈ શકે ? આપે તો પાટણમાં ઘણી વાર દર્શન કર્યા હશે. પણ મેં કદી નથી કર્યો. અત્યારે આપણે પાટણની પાસે પહોંચ્યા જ છીએ તો ત્યાં જઈ આવીએ...” ‘ભલે. તારી ચૈત્યપરિપાટીની ઇચ્છા હું પૂર્ણ કરીશ'. અને બાલમુનિ મુનિચન્દ્રની વાત માનીને ગુરુદેવે પાટણમાં પ્રવેંશ કર્યો. કોઈ પરિચિતને ત્યાં ઊતર્યા. બાલમુનિ ઝટપટ ચૈત્યોની પરિપાટી કરવા માટે નીકળી પડયા. એક વખતે તેઓ થારાપદ્રગચ્છના શ્રી આદિનાથ પ્રભુના દેરાસરમાં દર્શન કરવા ગયા. | દર્શન કરીને બહાર નીકળ્યાં ત્યાં એમના કાને સંસ્કૃત ભાષાની ચર્ચાના શબ્દો પડુયા. તેમણે જોયું તો બાજુના સ્થાનમાં કોઈ આચાર્યશ્રી પોતાના બત્રીશ શિષ્યોને કંઈક ભણાવી રહ્યાં હતા. તપાસ
SR No.022497
Book TitleLalit Vistarakhya Chaitya Stavvrutti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhandrankar Sahitya Prachar Kendra
Publication Year1991
Total Pages550
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy