SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનની લોકોત્તરતા તથા સર્વશ્રેષ્ઠતા તે જ કારણે છે કે, શ્રી અરિહંત પરમાત્મા છે જેવા વીતરાગ સર્વજ્ઞ ભગવંત તેના પ્રર્વતક છે; શ્રી અરિહંતદેવનું વ્યકિતત્વ વિશ્વમંગલકર છે ને ત્રણલોકના સમગ્ર ભવ્ય જીવો માટે કલ્યાણકર છે. તેઓના ઉપકારની અવધિ નથી. અનંત ઉપકારી તે દેવાધિદેવની ભકિત એ જ સમસ્ત સંસારમાં શ્રેષ્ઠતમ કલ્યાણનું સાધન છે. તે પરમાત્માના શાસનનો માટે જ મહાઉપકાર છે, કારણ કે, શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા માર્ગનું સમ્યગ્ રીતે વહન કરવા માટેનો મૂલ રાજમાર્ગ તે છે. પૂપાદ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિશ્વરજી મહારાજશ્રી જૈન શાસનની પીછાન 68 પામ્યા પછી પોતાની જાતને કૃતકૃત્યને માનતાં, તેને ઓળખાવનારા જૈનશાસનના પ્રાણસમા જૈન આગમોની ઉપકારિતાને બિરદાવતા ને તેની પ્રાપ્તિથી પોતાની જાતને ધન્ય માનતા પોતાના હૃદયની ઉર્મિઓને ઠાલવતાં જણાવે છે કે, ‘કલ્થ અસ્વારિસા જીવા, દુસમાદોસ દૂસિઆ, હા હા અણાહા કહે હુંતા, જઈ ણ હુંતો છે. જિણાગમો- જો તીર્થકર ભગવંત પ્રરૂપિત જૈન સિદ્ધાંત-જૈન આગમોની પ્રાપ્તિ અમને ન થઈ હોત તો વીતરાગ ભગવંતનું ધર્મશાસન મને ન મળ્યું હોત તો ખરેખર આ વિષમકાલના-દુષમકાલના દોષથી દૂષિત અને અનાથ એવા અમારા જેવાનું શું થાત ? જૈન શાસન પ્રત્યે પૂ. સૂરિ ભગવંતની કેટકેટલી ભકિતને કેટકેટલું હૃદયગત બહુમાન છે ! આ કારણે જ તે મહાપુરૂષ શ્રી અરિહંત ભગવંતની વંદનાના સૂત્રોનું તેમની ભાવપૂજાના, સ્તવન, લિ અર્ચનાના વિધિ સૂત્રોનું રહસ્યોદ્ઘાટન કરવાના પૂર્ણપણે અધિકારી છે. ચૈત્યવંદન સૂત્રો, શક્રસ્તવ, શ્રુતસ્તવ, સિદ્ધસ્તવ તથા ચૈત્યસ્તવ પરની આ લલિતવિસ્તરા વૃત્તિ આ કારણે જ મહત્વની ને અનેકવિધ વૈશિષ્ટયયુક્ત છે. તેઓશ્રીમદ્દી વાણી ઘણી ગંભીર છે. શબ્દોની સંકલના ભાવવાહી છે ને શૈલી ચમત્કારી છે. આવા મહાઉપકારી સૂરિ ભગવંતની આ વૃત્તિ ગ્રંથની અનન્ય ઉપકારકતાને પૂ. આચાર્ય ભગવંતને પૂ. સિદ્ધર્ષિ ગણિવર જેવા મહાન ને સમર્થ પ્રભાવક પુરૂષ વાસ્તવિક રીતે પીછાણી શકયા હતા.માટે જ તેમણે પૂ. આચાર્ય ભગવંતને પોતાની ભાવભરી અંજલિ અર્પતા જે દયોાર પ્રગટ કરેલ છે તે યથાર્થ છે. તેઓ કહે છે કે - विषं विनिर्धूय कुवासनामयं, व्यचीचरद्यः कृपया मदाशये । अचिन्त्य वीर्येण सुवासनासुधां, नमोडस्तु तस्मै हरिभद्रसूरये ।। आचार्य हरिभद्रो मे धर्मबोधकरो गुरू ... મારા હૃદયમાં રહેલ કુવાસનામય મિથ્યામત રૂપ ઝેરને ટાળીને જેમણે પોતાના અચિંત્ય સમાÁથી કૃપાપૂર્વક મારા હૃદયમાં સમ્યગ્ધર્મની શ્રદ્ધારૂપ અમૃતનું સિંચન કર્યું તે પરમ કૃપાળુ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિજી મહારાજને મારા કોટિ કોટિ વંદન હો ! ખરેખર તેઓશ્રી મારા પર પરમ ઉપકારને કરનારા ને મને સમ્યગુ ધર્મરત્નનું પ્રદાન કરનારા મારા પરમ હિતવત્સલ કૃપાસાગર ગુરૂદેવ છે.
SR No.022497
Book TitleLalit Vistarakhya Chaitya Stavvrutti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhandrankar Sahitya Prachar Kendra
Publication Year1991
Total Pages550
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy