SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માઓમાં પણ આવી ઉત્કૃષ્ટ પરાર્થવ્યસનિતાદિ આવતાં નથી. આ વસ્તુ ઉપમા આપીને પૂજ્ય આચાર્ય ભગવંત સિદ્ધ કરી બતાવે છે. કાચને ગમે તેટલો સંસ્કાર કરવામાં આવે તો પણ તે પોતાની જાતિને છોડીને કદી મણિ બની શકતો નથી. મણિને ગમે તેટલો વખત કુસંસર્ગમાં રાખવામાં આવે તો પણ તે કદી કાચ બનતો નથી. આવો મોટે ભેદ તીર્થકર અને અતીર્થકરના આત્માઓમાં રહેલો છે. બન્ને મુક્તિગામી છે હોવા છતાં અને બન્નેનું મોક્ષમાં સમાન સ્વરૂપ થવા છતાં સંસારમાં શ્રી તીર્થકરોના આત્માઓની આ વિશિષ્ટતા શાસ્ત્રકાર મહર્ષિઓએ સ્વીકારી છે અને તેથી જ મોક્ષે જનારા જીવોના પંદર પ્રકાર પાડવામાં આવ્યા છે, તેમાં એક પ્રકાર તીર્થકર સિદ્ધનો છે. અરિહંતોના ચૈત્યોમાં જે પ્રભાવ આવ્યો છે, તે ભાવ અરિહંતોમાંથી આવ્યો છે, એમ માનવું જોઈએ. અને ભાવ અરિહંતોમાં જે પ્રભાવ આવ્યો છે, તે તેમની અહિંદુ વાત્સલ્યાદિ સ્થાનકોની મહા ભવ્ય સાધના સાથે પરમ કલ્યાણની ઉત્કૃષ્ટ ભાવનામાંથી આવ્યો છે, એમ આજે શ્રદ્ધાપૂર્વક જૈનો સ્વીકારે છે. શ્રી અરિહંત દેવોની આત્માની ભાવના તીર્થકર થવાના પૂર્વે ત્રીજા ભવમાં એવી છે ઉદાત્તઉચ્ચ હોય છે કે વિશ્વના સકલ જંતુઓ દુખપંકમાંથી મુક્ત થઈ અવ્યાબાધ સુખસ્વરૂપ મુક્તિપદને & પામો એટલું જ નહિ પણ તે પામવાનો માર્ગ શું છે ? તેનું જ્ઞાન મેળવી તે મુજબ આચરણ કરી, દુઃખ મુક્ત થાઓ. તેમની ભાવના એટલેથી અટકતી નથી પણ આગળ વધે છે અને તેઓ વિચારે છે છે કે હું પોતે જ તેમના માટે એવા માર્ગનો સંપૂર્ણ સાક્ષાત્કાર કરૂં અને તે એવી રીતે પ્રગટ કરે કે જેના આલંબનથી જીવ માત્ર મુક્તિને પામે. કાજ અને મણિની ઉપમાથી શ્રી તીર્થકરના આત્માઓની અન્યથી વિશિષ્ટતા સમજાય છે. શ્રી તીર્થંકર પરમાત્માઓની જાતિ જ આ રીતે શાસ્ત્રકારોએ જુદી માનેલી છે, તો પછી અન્ય જીવો તેમનું ગમે તેટલું અનુકરણ કરે, તો પણ તેવી ઉત્કૃષ્ટ ભાવનાને કેવી રીતે મેળવી શકે ? સર્વ જીવોના કલ્યાણની ભાવના પણ જો આત્મામાં વસી જાય તો તે પણ ઉચ્ચ પુણ્ય પ્રકૃતિનો બંધ કરાવનાર થાય છે. તો પછી સર્વ જીવોના કલ્યાણની ભાવના, તેમને દુખમાંથી અને કર્મની જાળમાંથી છોડાવવાની ઉત્કટ કરૂણા, જેઓના હૃદયમાં પોતાની અનાદિકાલીન યોગ્યતાના બળે ઉત્પન થાય, તેઓ સર્વ પુણ્યોમાં શિરોમણિ એવું પુણ્યકર્મ નિકાચિત કેમ ન કરે? તે પુણ્ય તીર્થકર નામકર્મ નામનું શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. જેનાથી ત્રિભુવન પૂજ્યપણું પ્રાપ્ત થાય છે જે પુણ્યના ભોગકાળે ત્રણ ભુવનને ઉપકારક તીર્થ સ્થપાય છે. જે તીર્થ શ્રી તીર્થકર દેવના નિવણ બાદ પણ વિશ્વમાં કાયમ રહીને પોતાના અસ્તિત્વ પર્યત ભવ્ય જીવોને મુક્તિ પામવાનું અનન્ય સાધન બને છે. વિશ્વમાં આવી ઉચ્ચ ભાવના શ્રી તીર્થકરોના આત્મા સિવાય બીજાઓમાં પ્રગટી શકતી છે નથી, એમ લલિતવિસ્તરા પ્રત્યે સાક્ષી પુરે છે. આ ભાવનાના બળથી જ તીર્થંકર નામકર્મ બંધાય શું છે, નિકાચિત થાય છે, ધર્મતીર્થ પ્રવર્તે છે, અધર્મનો નાશ થાય છે અને જીવોનું શાશ્વત કલ્યાણ થાય છે.
SR No.022497
Book TitleLalit Vistarakhya Chaitya Stavvrutti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhandrankar Sahitya Prachar Kendra
Publication Year1991
Total Pages550
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy