SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ || ૐ ભૂમિકા * मिच्छादंसणमहणं, सम्मदंसणविसुद्धिहेउं च । चिइवंदणाइ विहिणा, पन्नतं वीयरागेहिं ॥ १ ॥ વીતરાગ અને સર્વજ્ઞ એવા શ્રી અરિહંત - ભગવંતોએ સૂત્રોક્ત વિધિપૂર્વક થતી ચૈત્યવંદનાદિ ક્રિયાઓને મિથ્યાદર્શનનું મથન કરનાર અને સમ્યગ્દર્શનનું શોધન કરનાર તરીકે પ્રરૂપેલી છે. (૧) શ્રાવક પ્રજ્ઞપ્તિ ગાથા ૩૪૧ ચૈત્યવંદન સૂત્ર ઉપર અનેક વૃત્તિઓ વિદ્યમાન છે. તેમાં સૌથી પ્રાચીન વૃત્તિનું નામ ‘લલિતવિસ્તરા’ છે. જેના કર્તા સુવિહિત શિરોમણિ, સમર્થશાસ્ત્રકાર, આચાર્ય ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી છે. આ વૃત્તિનો મહિમા જૈનશાસનમાં એટલો બધો પ્રસિદ્ધ છે કે ‘ઉપમિતિ ભવ પ્રપંચા કથા' જેવી મહાન કથાના કર્તા આચાર્ય શ્રી સિદ્ધર્ષિ ગણીજી જેવા કહે છે કે “ભવિષ્યકાળમાં મારા માટે જ્ઞાનથી જાણીને જેમણે આ વૃત્તિને મારા ઉપર ઉપકાર કરવા માટે રચી છે.” * વાતનું સમર્થન કરતા પૂ. શ્રી મુનિચંદ્રસૂરીજી મહારાજ, (જેઓ સિદ્ધરાજ જયસિંહની રાજ્યસભામાં સમર્થવાદી તરીકે પ્રસિદ્ધ પામેલા પૂ. શ્રી વાદિ દેવસૂરીજી જેવા આચાર્ય શ્રેષ્ઠના ગુરુ * ‘અનાગત રિજ્ઞાય, ચૈત્યવંદ્રનસંશ્રયા | मदर्थं निर्मिता येन, वृत्तिर्ललितविस्तरा ।। १ ।। શ્રી સિદ્ધર્ષિગણી હતા તેઓશ્રી) લલિતવિસ્તરા ઉપર “પંજિકા” નામની લઘુટીકા રચતાં તેના મંગલાચરણમાં જ કહે છે કે ઃ“સમસ્ત વ્યાખ્યાતાઓને વિષે મુકુટ મણિસમાન અને સુગતપ્રણીત શાસ્ત્રનો અભ્યાસ કરવાથી જેમનું ચિત્ત ચલિત થયું છે એવા સિદ્ધર્ષિ નામના સાધુ જેને જોઈને પ્રતિબોધ પામ્યા છે. અને પોતાની કૃતિમાં જેના કર્તાને પોતે ગુરુપણે સ્થાપન કરીને નમસ્કાર કર્યો છે, તે વૃત્તિના વિવરણને કરવા માટે કોણ સમર્થ છે ? તોપણ માત્ર મારા આત્માની સ્મૃતિ માટે હું આ પ્રયાસ કરૂં છું. ૧ ૨૨ ――
SR No.022497
Book TitleLalit Vistarakhya Chaitya Stavvrutti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhandrankar Sahitya Prachar Kendra
Publication Year1991
Total Pages550
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy