________________
द्वितीयो भाग / सूत्र - ३-४, द्वितीय किरणे
| ૪૨ अथ तद्विभजते - तद्विविधमैन्द्रियं मानसञ्च । इन्द्रियजन्यप्रत्यक्षमैन्द्रियम् । मनोजन्यप्रत्यक्षं मानसम्
|
૪ ||
तदिति । सांव्यवहारिकप्रत्यक्षमित्यर्थः । ऐन्द्रियं लक्षयति इन्द्रियेति, इन्द्रियजन्यत्वस्य प्रत्यभिज्ञानादौ प्रत्यक्षत्वस्य मानसप्रत्यक्षे सत्त्वादुभयम् । मानसं लक्षयति मन इति, स्मृत्यादौ मनोजन्यत्वस्यैन्द्रिये प्रत्यक्षत्वस्य सत्त्वादुभयम् । मनोऽत्र द्रव्यरूपं ग्राह्यमन्यथैन्द्रियेऽतिव्याप्तिस्तदवस्था स्यात् । अवध्यादिषु मनसो हेतुत्वेऽपि न तत्र तदसाधारणमतो न तत्रातिव्याप्तिरसाधारणतया मनोजन्यत्वस्य विवक्षणात्, अत एव वा नैन्द्रियेऽतिव्याप्तिरिति ।।
તે સાંવ્યવહારિક પ્રત્યક્ષનો વિભાગ કહે છે ભાવાર્થ – “તે ઐક્રિય અને માનસના ભેદે બે પ્રકારનું છે. ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ “ઐન્દ્રિય છે અને મનોજન્ય પ્રત્યક્ષ “માનસ' કહેવાય છે.”
વિવેચન – સાંવ્યવહારિક પ્રત્યક્ષ બે પ્રકારનું છે. ઐન્દ્રિય પ્રત્યક્ષનું લક્ષણ. લક્ષણ – ઇન્દ્રિયજન્યત્વે સતિ પ્રત્યક્ષત્વ ઐજિયપ્રત્યક્ષનું લક્ષણ છે.
પદકૃત્ય – “ઈદ્રિયજન્યત્વ' એમ કહેવામાં પ્રત્યભિજ્ઞાન આદિમાં અતિવ્યાપ્તિ અને પ્રત્યક્ષ એમ કહેવામાં માનસપ્રત્યક્ષમાં અતિવ્યાપ્તિના વારણ માટે પ્રત્યક્ષત્વ અને ઇન્દ્રિયજન્યત્વ, એમ બંને મૂકેલ છે.
માનસપ્રત્યક્ષનું લક્ષણ – “મનોજન્યત્વે સતિ પ્રત્યક્ષ–' માનસપ્રત્યક્ષનું લક્ષણ છે. સ્મૃતિ આદિમાં મનોજન્યત્વ હોઈ, અતિવ્યાપ્ત હોઈ પ્રત્યક્ષત્વ મૂકેલ છે. ઐન્દ્રિયપ્રત્યક્ષમાં પ્રત્યક્ષત્વ અતિવ્યાપ્ત હોઈ મનોજન્યત્વ મૂકેલ છે. અહીં મન એટલે દ્રવ્યમન સમજવું. જો દ્રવ્યમનનું ગ્રહણ કરવામાં ન આવે, તો ઐન્દ્રિયપ્રત્યક્ષમાં અતિવ્યાપ્તિ ઉભી જ છે, કેમ કે-ઉપયોગરૂપ ભાવમન છે જ. અવધિ આદિમાં વિષયરૂપે મનનું હેતુપણું છતાં અતિવ્યાપ્તિ નથી, કેમ કે-અસાધારણ મનોજન્યત્વ વિવલિત છે.
એથી જ ચાક્ષુષ આદિ પ્રત્યક્ષમાં મનનું કારણ પણું છતાં ત્યાં ચાક્ષુષ આદિ પ્રત્યક્ષમાં મન અસાધારણ કારણ નથી, પરંતુ સાધારણપણાએ કારણ છે. માટે ત્યાં ચાક્ષુષ આદિ પ્રત્યક્ષમાં અતિવ્યાપ્તિ નહીં આવે, કેમ કે-અસાધારણપણાએ મનોજન્યત્વની વિવેક્ષા છે.
ननु प्रत्यक्षलक्षणेऽस्मिन्निन्द्रियमनोजन्यत्वमुक्तम् । तत्र किन्तावदिन्द्रियं परैर्मनसोऽपीन्द्रियत्वेन ग्रहणादत्र तस्य पार्थक्ये किं वा बीजमित्याशङ्कायामाह -
तत्रेन्द्रियं द्रव्यभावभेदेन द्विविधम् ॥५॥ तत्रेति । सांव्यवहारिकप्रत्यक्षलक्षणघटकीभूतमिन्द्रियं द्रव्यत्वभावत्वरूपविभाजक