SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકારપરંપરા પરિચય ७२३ વિદ્યમાન સંવેગના તરંગના સંગથી નિર્મળ થયેલ જ્ઞાન અને ક્રિયાને ધરનાર, જેમના પહેલાં ચંદ્રશેખરગણી, બીજા જયાનન્દમુનિ, છેલ્લા શ્રી ગુરુ દેવસુંદરમુનિજી-એમ ત્રણ શિષ્યોના પરિવારવાળા, સોમપ્રભાચાર્યની પટ્ટની શોભાને ધરનાર શ્રી “સોમતિલકસૂરિ' થયા. (૪૯) પ્રકૃષ્ટ યોગના અભ્યાસી, સમસ્ત યંત્ર-તંત્રના વૈભવને પ્રાપ્ત કરનારા, મનુષ્ય-સર્પ-અગ્નિ અને સર્વ ભયોને હરનારા, જોશીઓમાં અગ્રેસર, સ્થાવર-જંગમ તમામ ઝેરને હરનારા, રાજા અને પ્રધાનોથી પૂજય શ્રી સોમતિલકસૂરિના પટ્ટમાં સૂર્ય એવા શ્રી દેવસુંદરસૂરીશ્વર' થયા. (૫૦) જેમ પાંચ બાણોથી કામદેવ શોભે, તેમ પાંચ મુખ્ય શિષ્યોથી જે દેવસુંદરસૂરીશ્વર શોભતા હતા. આવશ્યકસૂત્રની અવચૂરિ કરનાર પહેલા “જ્ઞાનસાગરસૂરિજી' હતા. (૫૧) બીજા “વિશ્વશ્રીધર’ પુસ્તક આદિની રચનાની સુંદરતામાં નિપુણતાને ભજનારા, શ્રી કુલમંડનસૂરીશ્વર હતા. ત્રીજા વૈયાકરણશિરોમણિ, વૈરાગ્યરંગાવિત, ગણિગણમાં શ્રેષ્ઠ શ્રી ગુણરત્નસૂરિશાર્દૂલ હતા.(૨) ત્યારપછી આચાર્યોમાં મુખ્ય એવા ચોથા સોમસુંદરગણિ થયા. જે મુનિ પતિની ક્રિયાપાત્રતા (પ્રસિદ્ધિ) જોઈને પાખંડી-નિંદક માણસોએ મુનિપતિના ઘાત માટે માનવગણને મોકલ્યો અને જયાં તે સુતેલા હતા, ત્યાં માનવગણ આવ્યો. (૫૩) રાત્રિમાં ચંદ્રમાનો પ્રકાશ પડે છતે સવિધિથી રજોહરણદ્વારા પૂંજીને પડખું ફેરવતાં ગુરુમહારાજ, માનવગણવડે દેખાયા અને તે માનવગણ બોલ્યો કે-પાપી-નિંદ્યકર્મપરાયણ એવા અમારા વડે લઘુજંતુરક્ષણ કરનાર-કરુણાના સાગર ગુરુમહારાજ કેમ વધયોગ્ય થાય? (૫૪) ત્યારબાદ આ માનવગણ, ગુરુચરણમાં નમનારો બની, અમોને ક્ષમા આપો ! એમ સૂરિજીને કહેવા લાગ્યો. આ પ્રમાણે ગુરુવર્યને ખમાવીને માનવગણ પોતાને ઘેર ગયો. ત્યાં આચાર્ય મહારાજનો ખૂબ પ્રભાવ ફેલાયો. (૫૫) . આવા સમસ્ત સાધુસમુદાયમાં શ્રી દેવસુંદરસૂરીશ્વરજીના પાટરૂપી શેષનાગના અગ્રમણિ અર્થાત પટ્ટધર, કલ્યાણિક નામક મહાકાવ્યરચયિતા, શ્રી “સોમસુંદરસૂરીશ્વર' થયા. અહીં પંચમ શિષ્ય સાધુરત્ન ગણીશ્વર થયા હતા. (૫૬). સિંહાસન-અશોક-સરોવર-અર્ધભ્રમ-કમલ-ભેરી-મૃદંગ વગેરે નવ્ય, ત્રીશ સુબંધોથી મનોહર ભાગવાળી, ચિત્ર અક્ષર-દ્વિઅક્ષર-પંચવર્ગવાળી, ત્રિદશતરંગિણી નામવાળી, ૧૦૮ હાથ લાંબી સુપત્રિકા ગુરુમહારાજના ઉપર જેણે મોકલી હતી. (૫૭-૫૮) (યુ....) અને જે દક્ષિણદેશમાં કાલસરસ્વતીના બિરુદને ધારણ કરનારા, જે બચપણમાં હજાર શ્લોકો નવા કંઠસ્થ કરતા હતા, જે મનુષ્યોને સુખ કરનાર, સુંદર સંતિક સ્તોત્ર રચનારા હતા, એવા મુનિસુંદરસૂરીશ્વરજી' શ્રી સોમસુંદરસૂરિજીના પટ્ટધુરંધર થયા. (૫૯) : સૂરીશમાં શેખરસમાન, નય અને ભંગને જાણનાર, શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની સારી ટીકા કરનાર શ્રી મુનિસુંદરસૂરીશ્વરજીના પટ્ટમાં ઉત્તમશેખર શ્રી “રત્નશેખરસૂરીશ્વરજી થયા. (૬૦)
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy