________________
तत्त्वन्यायविभाकरे
શ્રી નાગદ્રહ નામક તીર્થની રક્ષા માટે દિગંબરોને જીતનારા, તત્ત્વવિજ્ઞાતા, તે નરસિંહસૂરિજીના પટના માલિક ‘સમુદ્રસૂરિજી' થયા. શ્રી સમુદ્રસૂરિજીના પટ્ટધર શ્રી હરિભદ્રસૂરિજીના મિત્ર બીજા ‘માનદેવસૂરિજી' થયા. શ્રીમાનદેવસૂરિજીના પટ્ટાલંકાર, પ્રાજ્ઞપ્રકાંડ, યતિઓના પતિ શ્રી ‘વિબુધપ્રભસૂરિજી’ થયા. (૧૭)
७२०
શ્રી વિબુધપ્રભસૂરિજીના પટ્ટધર, ભવ્યોને આનંદ આપનાર સૂરીશ્વર ‘શ્રી જયાનંદસૂરિ’ ભગવંત થયા. શ્રી જયાનંદસૂરિજીના પટ્ટધર ભક્તોરૂપ કમળોમાં સૂર્યસમાન, પંડિતોમાં અગ્રેસર શ્રી ‘રવિપ્રભસૂરિજી’ થયા શ્રી રવિપ્રભસૂરિજીના પટ્ટધર શુદ્ધ કીર્તિવાળા ‘યશોદેવસૂરીશ્વરજી' થયા. શ્રી યશોદેવસૂરિજીના પટ્ટધર, કામદેવના અભિમાનને હરનાર શ્રી ‘પ્રદ્યુમ્નસૂરીશ્વરજી’ થયા. (૧૮)
જેણે ઉપધાનવાચ્ય નામક મનોહર ગ્રંથ જ્ઞાનીઓના આનંદ માટે બનાવ્યો છે, તે તપસ્વીપ્રવર શ્રી પ્રદ્યુમ્નસૂરિજીના પટ્ટધર ત્રીજા માનદેવસૂરિજી થયા. વિદ્યમાન સુવર્ણ સિદ્ધિવાળા, વાદાંગણમાં ગોપગિરીશ નામક પંડિતમણિના વિજેતા, શાસ્ત્રવેત્તા, શ્રી માનદેવસૂરિજીના પટ્ટધર શ્રી ‘વિમલચંદ્રસૂરીશ્વર' થયા. (૧૯)
વિક્રમના ૯૯૪ વર્ષ બાદ ઘણા સારા માણસોની સાથે પૂર્વદેશમાંથી વિહાર કરતા મહાન વિદ્વાન્ વિમલચંદ્રસૂરીશ્વરના પટ્ટધર રાજસ્થાનમાં આવ્યા હતા. તે ‘ઉદ્યોતનસૂરિ'એ આબુની નજીકમાં ટેલીગામની સીમમાં વડવૃક્ષની નીચે પવિત્ર શ્રેષ્ઠ મુહૂર્તમાં આઠ પંડિતવર્ય શિષ્યોને આચાર્યપદ ઉપર પ્રતિષ્ઠિત કર્યા. (૨૦)
વડવૃક્ષની નીચે આચાર્યપદનું પ્રદાન કરવાથી ચંદ્રગચ્છનું પાંચમું નામ ‘વડગચ્છ' તરીકે પ્રસિદ્ધ થયું છે. તે વડગચ્છ સંતોરૂપી મોતીઓથી સ્વચ્છ સુગુણોના એક ગુચ્છારૂપ, જેમ આકાશમાં સૂર્યનો પ્રકાશ તમોહારી છે, તેમ આ ગચ્છ ‘તમ’ એટલે અજ્ઞાન-પાપહારી તરીકે વિખ્યાત થયેલ છે. (૨૧)
જેમને સર્વ દેવો (રાજાઓ) નમેલા છે, પ્રશસ્ત શિષ્યોએ જેમના ચરણની સેવા કરેલ છે. પ્રસિદ્ધ કીર્તિવાળા ઉદ્યોતનસૂરિના પદ્મરૂપી સરોવરમાં કમલસમાન પ્રથમ ‘સર્વદેવસૂરિ’ થયા. (૨૨)
રાજાની પાસેથી ‘રૂપશ્રી’ બિરૂદ પોતાની વિદ્વત્તાથી જેમણે પ્રાપ્ત કર્યું હતું, તે શ્રીમાન્ ‘દેવસૂરિજી’ શ્રી સર્વદેવસૂરિજીના પટ્ટધર થયા, ચારિત્રચૂડામણિ, સમ્યગ્નાનરૂપી લલનાના વિલાસસદનરૂપ બીજા શ્રી ‘સર્વદેવસૂરિજી’ શ્રી દેવસૂરિજીના પટ્ટધર થયા. (૨૩)
સંયમમાં શૌર્યશાળી, બંને ગુરૂભાઈઓ, મુનીશ્વર અને સૂરીશ્વર શ્રી ‘યશોભદ્રસૂરિજી' અને ‘નેમિચંદ્રસૂરિજી’ શ્રી સર્વદેવસૂરિજીના પાટરૂપે સિંહાસનના બંને રાજાઓ હતા. (૨૪)
જેમણે સમગ્ર (છ) વિગઈઓનો ત્યાગ કર્યો હતો, હંમેશાં એકવાર ‘કાંજી’નું પાન કરતા હતા, શમના સાગર, યશોભદ્રસૂરિજી અને નેમિચંદ્રસૂરિજીની પાટને શોભાવનારા શ્રી ‘મુનિચંદ્રસૂરીશ્વર’ થયા. (૨૫)
શ્રી મુનિચંદ્રસૂરિજીના આચાર્યવર્ય અજિતદેવસૂરિ, વાદી શ્રી દેવસૂરિ વગેરે, મહાવિનીત-શિષ્યધુરંધરો મહા પંડિત હતા. તેઓમાંથી મુનિચંદ્રસૂરિજીના પટ્ટધર ‘અજિતદેવસૂરિ’ થયા. (૨૬)