SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ ७१८ तत्त्वन्यायविभाकरे મુનિ શ્રી ભદ્રંકરવિજય (હાલ આચાર્ય શ્રી વિજયભદ્રંકરસૂરિ) વિરચિત ગ્રંથપ્રશસ્તિરૂપ ગ્રંથકારપરંપરા પરિચય ઈન્દ્રોની શ્રેણીઓના મુકૂટના મણિઓથી પૂજિત ચરણકમલવાળા, અનંતજ્ઞાનસંપન્ન, સાધુપરંપરારૂપી લતાના આઘબીજરૂપ, વીતરાગ, સ્યાદ્વાદીઓના ઈશ્વર, ચરમ તીર્થંકર પ્રાતિહાર્ય આદિ લક્ષ્મીથી લલિત, શાસનના અધિપતિ આ વર્ધમાનસ્વામી, પુણ્યશાળી અને બુદ્ધિશાળીઓના આબાદી માટે થાઓ ! (૧) તે વર્ધમાનસ્વામીના પદરૂપી ગગનમાં અલૌકિક તેજવાળા ચંદ્રની માફક જે શોભે છે, તે પાંચમા પ્રસિદ્ધ ગણધર, જીતેન્દ્રિય, વિદ્યાસાગર, પ્રાતઃસ્મરણીય, શક્રેન્દ્ર જેમ સુધર્માસભાશ્રિત છે, તેમ સમ્યગ્ધર્મથી આશ્રિત શ્રી સુધર્માસ્વામી સજ્જનોના હૃદયોના હર્ષ માટે થાઓ ! (૨) તે સુધર્માસ્વામીના પાટરૂપી કમલના વિકાસમાં સૂર્યસમાન, સૌભાગ્યથી સ્વર્ગની રંભા-ઊર્વશીને જીતનારી, નવપરિણીત શ્રેષ્ઠ નારીઓથી, જેમ પ્રચંડ પવનના સમૂહથી મેરુશિખર ચલિત કરાતું નથી, તેમ સુદઢ મનવાળા જે યુવાનનું મન હરાયું નથી, તે શખસમ (શ્વેતામ) યશકીર્તિવાળા જંબુસ્વામીજી કલ્યાણનું દાન કરો ! (૩) તે શ્રી જેબૂસ્વામીના પાટરૂપી પૂર્વાચલમાં સૂર્યસમાન, શ્રીમાનું બૂસ્વામીના ઉપદેશથી દીક્ષાને પામેલા, “શ્રી પ્રભવસ્વામીજી' તમારું રક્ષણ કરો ! જેમ સૂર્યની દીપ્તિથી તિમિર નષ્ટ થાય છે, તેમ શાંતિનાથ ભગવાનની મૂર્તિથી કુમતનું (આંતરિક) તિમિર નષ્ટ થયું, તે પ્રભવસ્વામીના પટ્ટના ઈશ, તે સુમના “શયંભવસૂરિ' રક્ષણ કરો ! (૪). ત્યારબાદ શવ્યંભવસૂરિજીના પટ્ટધર “યશોભદ્રસૂરિ થયા. તે યશોભદ્રસૂરિજીના પાટરૂપી શુદ્ધ આકાશમાં સૂર્ય અને ચન્દ્રરૂપ “શ્રી સંભૂતવિજય' અને પંડિતશિરોમણિ “ભદ્રબાહુસ્વામીજી,” તે કુમતરૂપ ચંદ્ર પ્રત્યે રાહસમાન થયા હતા. (૫). જેણે વેશ્યાની ચિત્રશાળામાં ચોમાસું રહીને ત્રિભુવનવિજેતા કામરૂપી મોહરાજા જીતી લીધો, કોશા નામક વેશ્યાના કટાક્ષરૂપી ફેલાતા બાણોથી જેનો મનરૂપી યોદ્ધો જીતાયો નથી, જેમની હંમેશાં સવારમાં ત્રણ લોકમાં નર-સુર-અસુરોથી કીર્તિગાથા ગવાય છે અને જે સંભૂતવિજય અને ભદ્રબાહસ્વામીના પટ્ટમાં રત્નસમાન છે, તે “સ્થૂલભદ્રસ્વામીજી' બુદ્ધિશાળીઓને ભદ્રનું દાન કરો ! (૬)
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy