SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ ६९४ આ તત્તન્યાવિમા નિગ્રંથના બીજા પ્રકારથી ભેદનું વર્ણન ભાવાર્થ - “બે પ્રકારવાળા પણ તે નિગ્રંથ, પ્રથમસમય-અપ્રથમસમય-ચરમસમય-અચરમસમયયથાસૂક્ષ્મના ભેદથી પાંચ પ્રકારવાળો છે. અંતમુહૂત્તપ્રમાણવાળા નિગ્રંથ કાળસમયરાશિમાં પ્રથમ સમયમાં જ નિગ્રંથપણાને પામનારો પ્રથમસમયનિગ્રંથ' કહેવાય છે. અન્ય સમયોમાં વિદ્યમાન “અપ્રથમસમયનિગ્રંથ' કહેવાય છે. પહેલાંના બે પૂર્વાનુપૂર્વીથી અને છેલ્લા બે પશ્ચાનુપૂર્વીથી વ્યપદેશવાળા છે. પ્રથમ આદિ સમયની વિવક્ષાથી સઘળા સમયમાં વર્તતો “યથાસૂક્ષ્મનિગ્રંથ' કહેવાય છે.” વિવેચન – ઉપશાન્તમોહ અને ક્ષીણમોહરૂપે બે પ્રકારનો પણ. ૦ પ્રથમ સમયનિગ્રંથ-ઉપશાન્તમહત્વ કે ક્ષીણમોહત્વરૂપ નિગ્રંથપણાનું અંતર્મુહૂતનું માન છે, કેમ કેતેના પછી બીજા પરિણામની પ્રાપ્તિ છે. ૦ ઉપશાન્તમોહત્વ આદિરૂપ જે ભાવ જે સમયને આશ્રી જીવથી પૂર્વે પ્રાપ્ત કરાયેલો છે, તેવા ભાવથી વિશિષ્ટ તે સમય છે, માટે તે જીવનો ‘અપ્રથમસમભાવ' કહેવાય છે. પૂર્વે નહિં પ્રાપ્ત કરેલ ભાવ સંબંધી સમય તો “પ્રથમસમય' કહેવાય છે, કેમ કે-તે વખતે જ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-જે જેનાથી પૂર્વે પ્રાપ્ત થયેલ ભાવ, તે ભાવથી અપ્રથમ થાય છે. પૂર્વે ન પ્રાપ્ત થયેલ શેષભાવોમાં પ્રથમ થાય છે.' ઇતિ. ત્યાં તેવા પ્રથમસમયથી વિશિષ્ટ નિગ્રંથપણું હોવાથી “પ્રથમસમયનિગ્રંથ' કહેવાય છે. ૦ પૂર્વે પ્રાપ્ત થયેલ ભાવથી વિશિષ્ટ સમયેવાળો ‘અપ્રથમસમયનિગ્રંથ' કહેવાય છે. માટે કહે છે કે“અન્ય સમયોમાં' અર્થાત્ અપ્રાપ્તપૂર્વભાવ સંબંધી સમયથી અન્ય તે ભાવસંબંધી સમયોમાં, એમ જાણવું. ૦ ચરમસમયનિગ્રંથ-અંતિમ સમયમાં વિદ્યમાન “ચરમસમયનિગ્રંથ. અહીં ચમત્વ એટલે પર્યતવર્તિપણું અને તે સાપેક્ષ છે. તથાચ નિગ્રંથ અવસ્થાના જેટલા સમયો છે, તે સમયો પૈકી પ્રાન્તવર્તિ સમયથી વિશિષ્ટ નિગ્રંથ અવસ્થાવાળો “ચરમસમયનિગ્રંથ કહેવાય છે. ૦ શેષોમાં એટલે પ્રાન્તસમયથી પૂર્વવર્તી સમયોમાં વિશિષ્ટ નિગ્રંથાવસ્થાવાળો “અચરમસમયનિગ્રંથ કહેવાય છે. શંકા – પ્રથમ-અપ્રથમસમય નિગ્રંથમાં, ચરમ-અચરમ નિગ્રંથમાં કોનાથી કરાયેલો વિશેષ છે? સમાધાન – આના જવાબમાં કહે છે કે-પહેલાંના બે, પૂર્વાનુપૂર્વીથી વિવક્ષિત સમયસમુદાયમાં જે પહેલો છે, તેનાથી અનુક્રમથી પરિપાટી જો કરાય છે, તો તે ક્રમ પૂર્વાનુપૂર્વી કહેવાય છે. તેના આધારે પહેલાંના બે ભેદ આદરેલા છે. “અન્તિમ બે, પશ્ચાનુપૂર્વીથી ત્યાં જ જે પાછળનો છેલ્લો છે, તેનાથી આરંભીને વ્યત્યય(ઉલ્ટી રીત)થી જો ક્રમ પરિપાટી રચાય છે, તો તે ક્રમ “પશ્ચાનુપૂર્વી કહેવાય છે. તેના આધારે અંતિમ બે ભેદો કહેલા છે. આવો વિશેષ છે. ૦ યથાસૂક્ષ્મનિગ્રંથ-સમયવિશેષની વિવેક્ષા વગર વસ્તુતઃ તે તે સમયમાં વર્તમાન નિગ્રંથ યથાસૂક્ષ્મનિગ્રંથ' કહેવાય છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy