SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ ६७० __तत्त्वन्यायविभाकरे ચોવિહારો ઉપવાસ વગેરે આનું સ્થાન, ગોદોહિકા-વીરાસન-આમ્રકુલ્કિતા છે. તપ-પારણું-ગ્રામ બહાર નિવાસ આદિ વિધિ પૂર્વની માફક સમજવો. આ ત્રણ પ્રતિમાઓ એકવીશ દિવસોથી પૂર્ણ થાય છે એમ જાણવું. एकादशी द्वादशीञ्चाह - निर्जलषष्ठभक्तप्रत्याख्यानपूर्विका ग्रामाबहिश्चतुरङ्गलान्तरचरणविन्यसनरूपा प्रलम्बितबाहुकायोत्सर्गकरणात्मिकाऽहोरात्रप्रमाणा प्रतिमैकादशी । अष्टमभक्तपानीया ग्रामाबहिरीषदवनमितोत्तरकाया एकपुद्गलन्यस्तदृष्टिकाऽनिमिषनेत्रा सुगुप्तेन्द्रियग्रामा दिव्यमानुषाधुपसर्गसहनसमर्था कायोत्सर्गावस्थायिन्येकरात्रिकी प्रतिमा द्वादशी ५१। निर्जलेति । जलरहितस्य षष्ठभक्तस्य प्रत्याख्यानं कुर्वन्नित्यर्थः, षष्टभक्तमुपवासद्वयरूपं तपः, तत्र ह्युपवासद्वये चत्वारि भक्तानि वय॑न्ते, एकाशनेन च तदारभ्यते तेनैव च निष्ठां यातीत्येवं षष्ठभक्तप्रत्याख्यानं बोध्यम् । ग्रामाबहिरिति, ग्रामनगरादिभ्यो बहिश्चतुरङ्गुलान्तरे चरणौ विधाय प्रलम्बितभुजः कायोत्सर्गेऽवतिष्ठेत, षष्ठभक्तप्रत्याख्यानकरणाद्दिनत्रयेणेयं प्रतिमा यातीति भावः । अथ द्वादशीमाहाष्टमभक्तेति, यस्यामुपवासत्रयरूपेण पानाहाररहितेनावस्थानं बहिश्च ग्रामादेरीषत्कुब्जो नद्यादिदुस्तटीस्थितो वा एकपुद्गलगतदृष्टिर्निनिमेषलोचनो गुप्तसर्वेन्द्रियो दिव्यमानुषतिर्यग्विहितघोरोपद्रवसहिष्णुः क्रमौ जिनमुद्रया व्यवस्थाप्य कायोत्सर्गावस्थानावस्थितो भवेत् सैकरात्रिकी प्रतिमा, रात्रेरनन्तरमष्टमकरणाच्चतूरात्रिंदिवमाना स्यादिति भावः ॥ અગિયારમી અને બારમી ભિક્ષુપ્રતિમા ભાવાર્થ – “ચોવિહાર છઠ્ઠના પચ્ચખાણપૂર્વક, ગ્રામથી બહાર ચાર અંગુલના અંતરે ચરણના સ્થાપનરૂપ, પ્રલમ્બિત બાહુવાળા કાઉસ્સગ્ન કરવારૂપ અને અહોરાત્ર પ્રમાણવાળી અગિયારમી પ્રતિમા કહેવાય છે. ચોવિહારા અઠ્ઠમ તપવાળી, ગ્રામથી બહાર થોડી નમાવેલી ઉત્તર કાયાવાળી, એક પુદ્ગલમાં સ્થાપિત દૃષ્ટિવાળી, અનિમિષ નેત્રવાળી, સારી રીતે ગુપ્ત ઇન્દ્રિયસમૂહવાળી, દેવકૃત-મનુષ્યકૃત આદિ ઉપસર્ગોને સહવામાં સમર્થ અને કાઉસ્સગ્નમાં રહેવાવાળી એકરાત્રિની પ્રતિમા, એ બારમી ‘ભિક્ષુપ્રિતમાં उपाय छे." વિવેચન – ચોવિહાર છઠ્ઠનું પચ્ચકખાણ કરનારો, અહીં ષષ્ઠભક્ત એટલે બે ઉપવાસરૂપ તપ સમજવો. ત્યાં બે ઉપવાસમાં ચાર વખતના ભોજનનું વર્જન છે. વળી એકાશનથી તે આરંભાય છે અને એકાશનથી તે સમાપ્ત થાય છે. માટે છઠ્ઠભક્તનું પચ્ચકખાણ જાણવું. ૦ ગ્રામ-નગર અદિથી બહાર ચાર આંગળના અંતરમાં બે પગ કરીને પ્રલંબિત બાહુવાળો કાઉસ્સગ્નમાં રહે. છઠ્ઠભક્તના પચ્ચકખાણ કરવાથી ત્રણ દિનથી આ પ્રતિમા પૂર્ણ થાય છે. એમ અગિયારમી પ્રતિમા.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy