SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ હ૭ तत्त्वन्यायविभाकरे घनवाताख्ये वातसञ्जये लब्धप्रतिष्ठमित्यर्थः । तदुपरि स्थानत्रयश्चेति, लान्तकमहाशुक्रसहस्रारस्थानत्रयमित्यर्थः । शेषाणीति, आनतप्राणतारणाच्युतविमानानि नव ग्रैवेयकाणि अनुत्तरविमानानि चेत्यर्थः आकाशप्रतिष्ठानीति, तत्र हेतुमाह गुरुलघुगुणत्वादिति, ऊर्ध्वाधोगतिस्वभावविरहेणाकाशप्रतिष्ठानीत्यर्थः ॥ વિજય આદિનું નિરૂપણ ભાવાર્થ – “વૈવેયકના ઉપર પૂર્વ આદિ ક્રમથી વિજય-વૈજયંત-જયન્ત-અપરાજિત વિમાનો છે અને મધ્યમાં સર્વાર્થસિદ્ધ વિમાન છે. પ્રથમના ચાર વિમાનમાં રહેલાઓનું ઉત્કૃષ્ટથી ૩૨ સાગરોપમનું અને જધન્યથી ૩૧ સાગરોપમનું આયુષ્ય છે. સર્વાર્થસિદ્ધમાં રહેલાઓનું તો જઘન્ય નહિ હોવાથી ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમનું આયુષ્ય છે. પહેલાના બે સ્થાન ઘનોદધિના આધારે પ્રતિષ્ઠિત છે. તેના ઉપર ત્રણ સ્થાનો વાયુના આધારે પ્રતિષ્ઠિત છે, તેના ઉપર ત્રણ સ્થાનો ઘનોદધિ-ઘનવાતના આધારે પ્રતિષ્ઠિત છે અને બાકીના વિમાનો ગુરૂલઘુગુણવાળા હોઈ આકાશના આધારે પ્રતિક્તિ છે.” વિવેચન - નવ ચૈવેયકોના ઉપર પૂર્વદિ ક્રમથી એટલે પૂર્વદિશામાં વિજય, દક્ષિણમાં વૈજયન્ત, પશ્ચિમમાં જયંત અને ઉત્તરમાં અપરાજિત વિમાનો છે. દેવોના પણ એ પ્રમાણેજ નામો છે. જેઓથી અભ્યદયના વિબના હેતુઓ જીતાયા છે અને જેઓ હારેલા નથી, તે દેવો અને તે વિમાનો પણ તે નામવાળા છે. ૦ મધ્યમાં એટલે વિજય આદિના મધ્યમાં. ૦ સઘળા અભ્યદયના અર્થો જેઓના સિદ્ધ થયા છે, માટે સર્વાર્થસિદ્ધો કહેવાય છે. તેઓનું વિમાન સર્વાર્થસિદ્ધ વિમાન' કહેવાય છે. આ વિમાનોથી ઉંચે વિમાનોના અભાવથી “અનુત્તરવિમાનો' કહેવાય છે. (આ વિમાનો આવલિકામાં પ્રવિષ્ટ જ છે. મધ્યવર્તી સર્વાર્થસિદ્ધ વિમાન વૃતા (ગોળ) છે, બાકીના વિજય વગેરે ચાર પણ ત્રણ ખૂણિયાં છે.) ૦ સવર્થસિદ્ધોને તો જઘન્યનો અભાવ હોવાથી ઉત્કૃષ્ટ જ આયુષ્ય છે. ૦ સવર્થસિદ્ધ વિમાન સંખ્યાત વિસ્તૃત છે, બાકીના ચાર વિમાનો અસંખ્યાત વિસ્તૃત છે. ૦ વિમાનના પ્રસ્તટો (પ્રતિરો) સૌધર્મ અને ઇશાનના ૧૩, સનતકુમાર અને મહેન્દ્રના ૧૨, બ્રહ્મલોકમાં , લાન્તકમાં ૫, શુકમાં ૪ અને સહસ્ત્રારમાં-આનત-પ્રાણતમાં ૪ છે. આ પ્રમાણે આરણઅમુતમાં જાણવું. નૈવેયકોમાં નીચેના, મધ્યના અને ઉપરના દરેક વિમાનોમાં ૩ તથા અનુત્તરોમાં ૧-એમ ૬૨ પ્રસ્તટો છે. ૦ સૌધર્મ અને ઇશાનના વિમાનો પાંચ વર્ષના છે. સનકુમાર અને મહેન્દ્રના વિમાનો ચાર વર્ણવાળા છે, કેમ કે કૃષ્ણવર્ણનો અભાવ છે. બ્રહ્મલોક અને લાત્તકના વિમાનો ત્રણ વર્ણવાળા છે, કેમ કે-કૃષ્ણ અને નીલવર્ણનો અભાવ છે, મહાશુક્ર અને સહસ્ત્રારમાં વિમાનો બે વર્ણવાળા છે, કેમ કે-કૃષ્ણ-નીલ-હારિદ્ર (પીળો) વર્ણનો અભાવ છે. આનત-પ્રાણત-આરણ-અશ્રુતકલ્પોમાં વિમાનો એક વર્ણવાળા છે, કેમ કે-એક
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy