SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ ६५६ तत्त्वन्यायविभाकरे તેઓના અવસ્થાનવિશેષોને જણાવવા માટે કહે છે કે કલ્પોપપન દેવોના સ્થાનો ભાવાર્થ – “સૌધર્મ-ઇશાન-સનકુમાર-મહેન્દ્ર-બ્રહ્મલોક-લાન્તક-મહાશુક્ર-સહસ્ત્રાર-આનત-પ્રાણતઆરણ-અર્ચ્યુતના ભેદથી બાર પ્રકારના કલ્પોપપન્ન દેવોના સ્થાનો ઉપર ઉપર હોય છે.” વિવેચન – સૌધર્મ દેવલોકના મધ્યભાગવર્તી શક્રના નિવાસભૂત સૌધર્માવલંસક નામક વિમાન છે. તેનાથી ઉપલલિત હોવાથી “સૌધર્મ કલ્પ એટલે સંનિવેશ—વિમાન પ્રસ્તાર તરીકે કહેવાય છે. સકળ વિમાનોમાં પ્રધાન ઇશાન અવતંકથી ઉપલક્ષિત સ્થાનવિશેષ “ઇશાન” કહેવાય છે. સનતકુમાર નામક પ્રધાન વિમાનવિશેષ “સનતકુમાર' કહેવાય છે. આ પ્રમાણે જ માહેન્દ્ર આદિ પણ તે તે દેવથી અધિષ્ઠિત સ્થાનવિશેષો વિચારવા. આ બાર પ્રકારના સ્થાનવિશેષો કલ્પોપપન્ન દેવોને નિવાસયોગ્ય છે. ૦ ઉપરિપિરિ-અહીં સમીપપણામાં દ્વિત્વ છે. શંકા – અહીં સમીપપણું નથી, કેમ કે-તેઓ અસંખ્યાત યોજનથી ઉત્તર-પર છે. તો સમીપપણું કેવી રીતે? સમાધાન – સમાન જાતિવાળા હોઈ અવ્યવધાનનું સમીપપણારૂપે વિવક્ષિત છે. વળી તેઓનું સમાન જાતીયપણું (પ્રકાર) વ્યવધાનકારક ઈષ્ટ નથી. સ્થાનો ઉપર ઉપર છે. આ વાક્યથી દેવોનું અને વિમાનોનું ઉપરરૂપે થવું પ્રતિષિદ્ધ છે, કેમ કે તે ઈષ્ટ નથી. ૦ શ્રેણિ અને પ્રકીર્ણક (આવલિકા પ્રવિષ્ટ એટલે ચારેય દિશાઓમાં શ્રેણિબંધ વ્યવસ્થિત વિમાનો, આવલિકાથી બાહ્ય તો પ્રાંગણપ્રદેશમાં કુસુમના સમુદાયની માફક આમ-તેમ વિખરાયેલા વિમાનો છે. અને તે પ્રકીર્ણકો, મધ્યવર્તી વિમાનેન્દ્રની દક્ષિણે, પશ્ચિમે તથા ઉત્તરે છે પરંતુ પૂર્વદિશામાં નથી અને નાના સંસ્થાને રહેલા છે. વળી આવલિકા પ્રવિષ્ટ તો દરેક પ્રસ્તટમાં વિમાનેન્દ્રકના પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તરરૂપ ચારેય દિશાઓમાં વ્યવસ્થિત છે અને વિમાનેન્દ્રક સઘળાય વૃત્ત (ગોળ) છે. તેનાથી પાર્શ્વવર્તી ચારેય દિશાઓમાં ત્રણ ખૂણિયા છે. તેઓના પૃષ્ઠ ચારેય દિશાઓમાં ચાર ખૂણિયા છે. તેઓના પૃષ્ઠ વૃત્ત (ગોળ) છે. તેના પછીથી પણ ત્રણ ખૂણિયા, ફરીથી ચાર ખૂણિયા, આ પ્રમાણે આવલિકા પર્યન્ત જાણવું. આમ રૈવેયકવિમાન સુધી જાણવું.) વિમાનોનું પણ તીર્ફે રહેવું છે, પરંતુ માત્ર કલ્પો જ ઉપર ઉપર હોય છે. વળી તે સૌધર્મ વગેરે કલ્પો એક પ્રદેશમાં નથી, તીચ્છ પણ નથી, અથવા નીચે વર્તતા નથી, પરંતુ નિર્દેશ પ્રમાણે ઉપર ઉપર છે, એમ જાણવું. ૦ આ પ્રમાણે જ તિર્યગુલોકથી ઉંચે અસંખ્યાત યોજન ઉપર મેરુથી ઉપલક્ષિત દક્ષિણના અર્ધા ભાગમાં વ્યવસ્થિત સૌધર્મકલ્પ આવે છે. મેથી ઉપલક્ષિત ઉત્તરદિશાના ભાગમાં વ્યવસ્થિત ઉપરના અગ્રભાગે થોડા ઉચ્છિતતર ઐશાનકલ્પ છે. સૌધર્મ ઉપર બહુ યોજનના ઉંચે સમશ્રેણિમાં વ્યવસ્થિત “સનકુમાર’ છે ઐશાન ઉપર ઇષતું સમુચ્છિત (ઉંચો) ઉપરની કોટિવાળો “માહેન્દ્ર છે. સનકુમાર અને મહેન્દ્ર ઉપર ઘણા યોજનની પછીથી મધ્યમાં “બ્રહ્મલોક' નામક કલ્પ આવે છે. તેનાથી ઉપર બહુ યોજનના અનન્તર ઉપર ઉપર “લાન્તક-મહાશુક્ર-સહસ્રાર’રૂપ ત્રણ કલ્પો છે. ત્યાંથી ઘણા યોજનથી ઉંચે સૌધર્મ-ઐશાનકલ્પની માફક
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy