SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ ६५४ तत्त्वन्यायविभाकरे આ ઊર્ધ્વલોકમાં કોણ વાસયોગ્ય છે? આના જવાબમાં કહે છે કે ઊર્ધ્વલોકમાં વાસ ભાવાર્થ – “તે ઊર્ધ્વલોકમાં કલ્પોપપન્ન અને કલ્પાતીતરૂપે વૈમાનિક દેવો વસે છે.” વિવેચન – તે ઊર્ધ્વલોકમાં દેવ એટલે દેવગતિનામકર્મના ઉદયના સહકારથી ઘુતિ (પ્રકાશ) આદિ અર્થસંપન્ન હોવાથી ‘દેવો' કહેવાય છે. અર્થાત્ ઉત્કૃષ્ટ પુણ્યરૂપ હેતુથી જન્ય સર્વ પ્રકારના સુખના ભોગીઓ દેવો હોય છે. ૦ તે દેવો તીર્થકરના જન્મ-દીક્ષા-કેવલ-નિર્વાણમહોત્સવ આદિ સિવાય તીર્થ્યલોકમાં કદાપિ આવતાં નથી. સંક્રાન્ત દિવ્ય પ્રેમવાળા હોવાથી, વિષયપરાયણ હોવાથી, કર્તવ્યની સમાપ્તિ હોવાથી, મનુષ્યના કાર્ય પ્રત્યે આધીન નહીં હોવાથી, નરભવનું અશુભપણું હોવાથી અને નરભવની ગંધ સહન નહિ થવાથી, દેવો તીચ્છલોકમાં આવતાં નથી. ૦ દેવો છે, કેમ કે-જાતિસ્મરણ જ્ઞાનવાળા પ્રામાણિક પુરુષનું કથન છે. જેમ કે-નાના દેશપ્રચારી, પ્રામાણિક પુરુષથી અવલોકન કરેલ અને કહેલ વિચિત્ર મોટા દેવમંદિર આદિ વસ્તુ. અથવા તપશ્ચર્યા આદિ ગુણસંપન્ન કોઈ એક મહાત્માને પ્રત્યક્ષ દર્શનની પ્રવૃત્તિ હોવાથી દેવો છે. જેમ કે-દૂર-સુદૂર રહેલ નગર આદિ. વિદ્યા-મંત્ર-ઉપયાચન(બાધા-બોલમા વગેરે)થી કાર્યસિદ્ધિ હોવાથી પ્રસાદજન્ય ફળથી અનુમિત રાજા આદિની માફક ઇત્યાદિ અનુમાનથી દેવોની સિદ્ધિ છે. ૦વળી તે દેવો, બહુ ભૂખ-તરસના સ્પર્શથી રહિત, નિત્ય નિરંતર ક્રીડામાં પ્રસક્ત મનવાળા, સ્વચ્છેદ ગતિવાળા, દેદીપ્યમાન શરીરવાળા, હાડકા-માંસ-લોહીની રચનાથી રહિત, સર્વ અંગ-ઉપાંગની સુંદરતાવાળા, વિદ્યા-મંત્ર-અંજન આદિ સિવાય પૂર્વે કરેલ વિશિષ્ટ તપની અપેક્ષાએ જન્મના લાભ પછી તરત જ આકાશગમન કરનારા હોય છે. ૦ તીચ્છલોક આદિ નિવાસીઓ કરતાં આ દેવોની વિશેષતા કહે છે કે-“વૈમાનિકો' ઇતિ. વિમાન એટલે જ્યાં રહેલા વિશેષથી પરસ્પર ભોગના અતિશયની સ્પર્ધા કરે (માપ) અથવા વિજ્ઞાનથી માને, આવી વ્યુત્પત્તિથી વિમાનો કહેવાય છે. તે વિમાનો ઈન્દ્રક-શ્રેણિ-પુષ્પપ્રકીર્ણકના ભેદથી ત્રણ પ્રકારના છે. (૧) ઇન્દ્રની માફક મધ્યમાં રહેલા “ઇન્દ્રકો' કહેવાય છે. (૨) તે વિમાનોનું ચાર દિશાઓમાં આકાશપ્રદેશની શ્રેણિની માફક રહેવું હોવાથી “શ્રેણિવિમાનો’ કહેવાય છે. (૩) પ્રકીર્ણ-છૂટાછવાયા ફૂલની માફક રહેનાર હોવાથી “પુષ્પપ્રકીર્ણ' કહેવામાં આવે છે. તે વિમાનમાં થનારા, રહેનારા “વૈમાનિકો’ કહેવાય છે. તે વૈમાનિકોના બે પ્રકારો છે. (૧) કલ્પપપન્ન, (૨) કલ્પાતીત-એમ બે ભેદો છે. ૦કલ્પોપપન્ન-કલ્પ એટલે આચાર. તે આચાર, અહીં ઇન્દ્ર-સામાનિક-ત્રાયશ્ચિંશતુ આદિ વ્યવહારરૂપ કહેવાય છે. તે પ્રાપ્ત કરનારા “કલ્પોપપનકહેવાય છે. સૌધર્મ-ઇશાન આદિ દેવલોકનિવાસી કલ્પોપપન્ન' કહેવાય છે. ૦ કલ્પ-પૂર્વકથિત આચારથી પર થયેલા કલ્યાતીત સૈવેયક આદિવાસીઓ, અહમિન્દ્રો વૈમાનિક દેવો “કલ્પાતીત' કહેવાય છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy