SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ ६३८ આ શંકાના જવાબમાં કહે છે કે तत्त्वन्यायविभाकरे મેરુપર્વતનું વર્ણન - ભાવાર્થ – “લાખ જોજનના પરિમાણવાળા જંબુદ્વીપના મધ્યભાગમાં નાભિ જેવો, હજાર જોજનદ્વારા ભૂતલને અવગાહીને રહેતો, ચાલીશ જોજન ચૂલાવાળો, નવ્વાણું હજાર યોજનની ઉંચાઈવાળો, નીચે દસ હજાર યોજન વિસ્તારવાળો અને ઉંચે હજાર જોજન વિસ્તારવાળો, ભદ્રશાલ વગેરે ચાર વનોથી પરિવૃત (સુશોભિત), વર્તુલ (ગોળ) આકારવાળો અને સુવર્ણમય મેરુપર્વત વિલસે છે.’’ વિવેચન – તથાચ જંબૂઢીપના મધ્યભાગમાં ભૂતલને અવગાહીને મેરુના સ્થિતત્વના વચનથી વલયની માફક જંબુદ્રીપની આકૃતિ નથી, એવું સૂચિત કરેલ છે. ખરેખર, જંબૂદ્વીપની વલયાકૃતિમાં મધ્યમાં વિવરના સદ્ભાવના પ્રસંગથી ભૂતલના અભાવથી અવગાહમાનપણાનું વચન વિરુદ્ધ થશે ! એથી કુલાલચક્રની માફક આ મેરુ (થાળી જેવો ગોળ) પ્રતરવૃત્ત આકારવાળો છે. ૦ વલયભૂત સમુદ્ર-દ્વીપ આદિનું પહેલાં સામાન્યથી દ્વિગુણ વિસ્તારપણાનું કથન હોઈ, તે વસ્તુને વિશેષથી જણાવવા માટે પરિવેષ્ટિત આ જંબુદ્વીપનું પ્રમાણ કહ્યુ છતે, બીજાઓનું પરિમાણ સારી રીતે શેય થાય એવા આશયથી કહે છે કે- ‘તક્ષયોનનરિમાળસ્ય ।' લાખ જોજન પરિમાણવાળો જંબુદ્વીપ છે. ૦ બીજા જંબૂઢીપોના વ્યાવર્તન માટે કહે છે. જેમ શરીરના મધ્યમાં રહેલ ‘નાભિ’ પ્રાણિઓના અવયવભૂત છે, તેમ મેરુ પણ જંબૂદ્વીપના મધ્યમાં રહેલો છે. શંકા – ભૂતલને અવગાહીને કોણ છે ? આના જવાબમાં કહે છે કે- ‘મેરુમ્મૂધર' । ભૂતલને અવગાહીને મેરુપર્વત છે. ૦ સકલ તીર્ધ્વલોકના મધ્યભાગની મર્યાદાકારી હોવાથી અથવા મેરુદેવના યોગથી ‘મેરુ’ કહેવાય છે. આવો પર્વત ‘મેરુપર્વત’ કહેવાય છે. ૦ ખરેખર, આ મેરુ જંબૂદ્વીપની નાભિ માફક, કુલાલચક્રના ભ્રમીના દંડની માફક તિર્યશ્લોકરૂપી કમલ છે, કે જે આઠ દિશાઓરૂપી દલ(પત્ર)વાળું છે. તે કમલના પરાગભરથી પિંજર, કમલની અંદર રહેલ કર્ણિકા જેવો, પૂર્વવિદેહથી પશ્ચિમમાં, પશ્ચિમવિદેહથી પૂર્વમાં, દેવકુરુથી ઉત્તરમાં અને ઉત્તરકુરુથી દક્ષિણમાં મેરુમહીધર છે. ૦ પૃથિવીમાં હજા૨ જોજન અવગાહીને મેરુ રહેલો છે. ૦ આ મેરુપર્વતની ચૂલિકા પ્રચુર વૈડુર્યરત્નવાળી છે. તે ચૂલિકા ઉદ્ગમપ્રદેશમાં વિધ્વંભઆયામની અપેક્ષાએ બાર યોજનવાળી, મધ્યમાં આઠ યોજનવાળી, ઉપર ચા૨ યોજનવાળી અને ઉંચાઈમાં ચાલીશ યોજનવાળી છે. તેવી ચૂલિકાથી પરિવૃત્ત મેરુમહીધર છે. ૦ દૃશ્ય ઉંચાઈમાં નવ્વાણું હજા૨ યોજનવાળો મેરુ છે. ૦ ભૂમિમાં અવગાહીને રહેલા આ મેરુપર્વતના અંદરના વિખુંભ-આયામની અપેક્ષાએ જે અદૃશ્ય હજાર યોજન નીચે ભૂમિમાં છે, તે વિધ્વંભ-આયામથી દસ હજાર જોજનવાળો છે. ઉપર જ્યાં ચૂલિકાનો ઉદ્ગમ છે, ત્યાં વિખુંભ-આયામની અપેક્ષાએ ઉંચે હજા૨ જોજનવાળો મેરુ છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy