SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - १९, द्वितीयः किरणे ६१९ व्यवस्थिता इति भावः, सप्तग्रहणं न्यूनाधिकसंख्याव्यवच्छेदाय, अधोऽध इति, सप्तापि भूमयो नोर्ध्वतिर्यक्प्रचयेनावस्थिता अपि त्वधोऽध एवेति भावः । पृथुतरा इति, उपर्युपरितनपृथिव्यपेक्षयाऽधोऽधः पृथिवीनामायामविष्कम्भाभ्यां महत्तमत्वं, तथाहि विष्कम्भायामाभ्यां रत्नप्रभैकरज्जुप्रमाणा, शर्कराप्रभा रज्जुद्वयप्रमाणा, वालुकाप्रभा रज्जुत्रयप्रमाणेत्येवंरूपेण भाव्या, तथा रत्नप्रभा-बाहल्यं अशीतिसहस्राधिकैकलक्षयोजनमितम्, द्वितीयाया द्वात्रिंशत्सहस्रोत्तरलक्षप्रमाणं तृतीयाया अष्टाविंशतिसहस्रोत्तरलक्षप्रमाणं चतुर्थ्याः विशतिसहस्रोत्तरलक्षप्रमाणम् पञ्चम्या अष्टादशसहस्रोत्तरलक्षप्रमाणं षष्ठयाष्षोडशसहस्रोत्तरलक्षप्रमाणं सप्तम्यास्तु सहस्राष्टकोत्तरलक्षप्रमाणमिति । ત્યાં અધોલોકનું સ્વરૂપ પૃથિવીના ભેદથી કહેવાય છે. અધોલોકનું સ્વરૂપ ભાવાર્થ – “રત્નપ્રભા-શર્કરામભા-વાલુકાપ્રભા-પંકપ્રભા-ધૂમપ્રભા-તમપ્રભા અને મહાતમ:પ્રભારૂપ બીજા પર્યાયવાળી, “ઘર્મા-વંશા-શૈલા-અંજના-અરિષ્ટા-મઘા અને માઘવતી નામવાળી સાત પૃથિવીઓ નીચે નીચે વિશાલતર-પહોળી પહોળી છે.” વિવેચન – રત્ન વગેરેના પ્રભાયોગથી, ગોત્રથી કથન છે. અથવા પ્રભા શબ્દ સ્વભાવવાચક છે. પ્રચુરતાથી રત્નસ્વભાવવાળી-રત્નમયી અથવા રત્નબહુલા “રત્નપ્રભા' છે. આ પ્રમાણે શર્કરામભા આદિમાં પણ સમજવું. તથાચ પહેલી પૃથ્વી નામથી ઘમંગોત્રથી રત્નપ્રભા અને બીજી પૃથ્વી નામથી વંશાગોત્રથી શર્કરામભા, એ પ્રમાણે સર્વત્ર વિચારવું. ૦ પૃથિવી એવું પદ અધિકરણવિશેષના પ્રતિપત્તિ માટે છે. જેમ વર્ગના વિમાનના પટલો ભૂમિના આધાર વગર રહેલા છે, તેમ નારકાવાસો નથી, પરંતુ ભૂમિના આધારે વ્યવસ્થિત છે. ૦ પૃથિવીઓમાં સંખ્યાવાચક સાત પદનું ગ્રહણ ન્યૂન-અધિક સંખ્યાના વ્યવચ્છેદ માટે છે. ૦ સાત પણ પૃથિવીઓ ઊર્ધ્વ, તિર્યફ પ્રચય(વિસ્તારવૃદ્ધિ)થી અવસ્થિત નથી, પરંતુ અધોઅધઃ-નીચે નીચે જ છે. ૦ ઉપર ઉપરની પૃથિવીઓની અપેક્ષાએ નીચે નીચેની પૃથિવીઓ આયામ (લંબાઈ) અને વિખંભ(પહોળાઈ)થી મહત્તમ (ખૂબ મોટી) છે. તે આ પ્રમાણે વિધ્વંભ-આયામથી રત્નપ્રભા એક રજુપ્રમાણવાળી, શર્કરા પ્રભા બે રજુપ્રમાણવાળી અને વાલુકાપ્રભા ત્રણ રજુપ્રમાણવાળી, આવી રીતે મહત્તમપણું વિચારવું. તેમજ રત્નપ્રભાની જાડાઈ એક લાખ એંશી હજાર જોજનની છે, બીજીની જાડાઈ એક લાખ બત્રીસ હજાર જોજનની છે, ત્રીજીની જાડાઈ એક લાખ અઢાવીશ હજાર જોજનની છે, ચોથીની જાડાઈ એક લાખ વીશ હજાર જોજનની છે, પાંચમીની જાડાઈ એક લાખ અઢાર હજાર જોજનની છે, છઠ્ઠીની જાડાઈ એક લાખ સોળ હજાર જોજનની છે અને સાતમીની જાડાઈ એક લાખ આઠ હજાર જોજનની છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy