SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - १०-११-१२, द्वितीयः किरणे ६०९ આશ્રયભાવના ભાવાર્થ – “ઇન્દ્રિય આદિ આશ્રવદ્વારા કર્મનાં આગમનનો વિચાર, એ આશ્રવભાવના.” આશ્રવભાવનાથી આશ્રવના નિરોધ માટે પ્રયત્ન કરે.” વિવેચન – વિવિધ-વિશિષ્ટ વિદ્યાબળ આદિ સંપન્ન હોવા છતાં, તે તે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત ચિત્તવાળાઓ આલોકમાં અને પરલોકમાં વિનાશને પામે છે. એથી જ આ ચક્ષુ આદિ ઇન્દ્રિયો પોતાના પ્રવાહમાં પડેલા આત્માને સન્માર્ગથી ભ્રષ્ટ બનાવે છે. જેમ કે-નદીનો પ્રવાહ પોતામાં પડેલા ઘાસ-કાષ્ઠ વગેરેનું અપહરણ કરે છે. એથી ઇન્દ્રિય આદિ આશ્રવો શુભ-અશુભકર્મના આગમનના દ્વારભૂત જીવ પ્રત્યે અપકારીઓ છે. આવું ચિંતન, એ “આAવભાવના.” આ ભાવનાથી ઇન્દ્રિયોના વિષયોમાં મનની વ્યાવૃત્તિ(અગમન)થી અનર્થની પરંપરાના એક જનક આશ્રવના પ્રવાહ(સમુદાય)થી નિવૃત્તિ થાય છે. संवरभावनामाविष्करोति - आश्रवदोषास्सर्वे पापोपार्जननिरोधपटिष्ठसंवरतो नैव स्पृशन्तीति विलोकनं संवरभावना । अनया च संवराय घटते ॥१२॥ आश्रवदोषा इति । मनोवचःकायकर्मप्रभवास्रवास्सर्वे पापसम्पादननिरोधसमर्थप्राणातिपातनिवृत्त्यादिपरिरक्षकगुप्त्यादिधारणतो नैव भवन्तीत्येवं चिन्तनमित्यर्थः, फलमाहानयेति, तदेवं विचारयतोऽवश्यं मिथ्यात्वकषायादिनिरोधाय तत्परिपन्थिभूतेषूपायेषु प्रवृत्तिर्भवति तथा च सद्दर्शनेन मिथ्यात्वं क्षमया क्रोधं मार्दवेन मानमार्जवेन मायामनीहया लोभं संयमेन विषयान्विषतुल्यान् गुप्तित्रयेण योगमप्रमादेन प्रमादं सावधयोगहानेन चाविरतिं शुभस्थैर्यचेतसाऽऽर्त्तरौद्रात्मकं ध्यानं च निरुंध्यादिति भावः ॥ સંવરભાવનાનો આવિષ્કાર ભાવાર્થ – “સઘળા આશ્રવના દોષો પાપના ઉપાર્જનના નિરોધમાં પટિષ્ઠ સંવરવાળાને સ્પર્શ કરતાં નથી. આવું ચિંતન, એ “સંવરભાવના.” વળી આ ભાવનાથી સંવર માટે પ્રયત્ન કરે છે.” વિવેચન – મન-વચન-કાયાની ક્રિયાથી જ સઘળા આશ્રવો, પાપના ઉપાર્જનના નિરોધમાં સમર્થ, પ્રાણાતિપાતનિવૃત્તિ આદિના પરિરક્ષક અને ગુપ્તિ આદિના ધારણથી સંવરવાળાને થતા નથી. આવું ચિંતન, એ “સંવરભાવના.” આ પ્રમાણે સંવરભાવનાને ભાવનારને અવશ્ય મિથ્યાત્વ-કષાય આદિના નિરોધ માટે તેના વિરોધરૂપ સમ્યગ્દર્શનાદિ રૂપ ઉપાયોમાં પ્રવૃત્તિ થાય છે. તથાચ સમ્યગ્દર્શનથી મિથ્યાત્વને રોકે, ક્ષમાથી ક્રોધને રોકે, મૃદુતાથી માનને રોકે, ઋજુતાથી માયાને રોકે, સંતોષથી રોકે લોભને, સંયમથી વિષસમાન વિષયોને રોકે, ત્રણ ગુપ્તિથી યોગને રોકે, અપ્રમાદથી પ્રમાદને રોકે, સપાપયોગના ત્યાગથી અવિરતિને રોકે અને શુભમાં સ્થિર મનથી આર્ત-રૌદ્રરૂપ ધ્યાનને રોકે!
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy