SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे अनित्यादिरूपा द्वादसविधाः पूर्वमेव संवरे प्रोक्ताः परन्तु प्रत्येकं स्वरूपाणि न दर्शितानीति तत्स्वरूपाणि दर्शयितुं प्रतिजानीते द्वादशविधेति ॥ ६०२ ભાવનાનું કથન ભાવાર્થ – “ધર્મપુરુષાર્થ માટે ચિત્તના સ્થિરીકરણમાં હેતુભૂત વિચાર, એ ‘ભાવના' ઃ અને તે બાર પ્રકારની ભાવના આ પ્રકારે છે.” વિવેચન જેના વડે ભાવિત થવા, તે ‘ભાવના.' (મુખ્યત્વે ભાવના દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપવૈરાગ્યના ભેદથી પાંચ પ્રકારની છે. ત્યાં તીર્થંકરોના, પ્રવચનના, પ્રાવચનિકો-આચાર્ય આદિના, અતિશયવંત, કેવલી, મન:પર્યવવાળા—અવધિવાળા, ચૌદપૂર્વવેત્તાઓના સામે જવું-નમવું, દર્શન, ગુણકીર્તન, સંપૂજન, સ્તવન વગેરે ક્રિયાઓ દ્વારા દર્શનભાવના. ભવાતી આ ભાવનાથી દર્શનશુદ્ધિ થાય છે. (૧) જૈનેન્દ્રજ્ઞાન, પ્રવચન (શ્રુત) યથાર્થ સકલ પદાર્થોનું પ્રકાશક છે, જેથી આ જ જિનશાસનમાં સારી રીતે સંપૂર્ણ-સત્ય જાણવાયોગ્ય જીવ-અજીવ આદિ નવ તત્ત્વોનું પરિજ્ઞાન જોયેલું છે, તેમજ પરમાર્થરૂપ મોક્ષનામક કાર્ય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રો કરણ છે. સમ્યગ્દર્શન આદિનો અનુષ્ઠાતા સાધુ કારક છે. મોક્ષની પ્રાપ્તિરૂપ ક્રિયાસિદ્ધિ જોયેલી છે, બીજા શાસનમાં નહિ. આવી ભાવના ભાવનારને ‘જ્ઞાનભાવના.’ આ ભાવનાથી નિત્ય ગુરુકુલવાસ થાય છે. ચારિત્રભાવના પહેલાં જ ટીકાકારે પ્રદર્શિત કરેલ છે. ૦ કયા નીવી આદિ તપવડે મારો દિવસ ધન્ય બને ? કયો તપ હું કરવા સમર્થ છું ? કયો તપ દ્રવ્ય આદિ હોયે છતે નિર્વાહયોગ્ય થઈ શકે ? આમ વિચારવું, તે ‘તપોભાવના.' વૈરાગ્યભાવના બાર પ્રકારની છે. તે ગ્રંથકાર હમણાં દર્શાવી રહ્યા છે.) ભાવના એટલે અભ્યાસક્રિયા : અને તે અભ્યાસક્રિયા, અવિચ્છિન્ન (સતત) પૂર્વપૂર્વતર સંસ્કારવાળાની ફરીથી તે અભ્યાસના અનુષ્ઠાનરૂપ, આત્માના ગુણભૂત, જ્ઞાનજન્ય (અપાયનામક જ્ઞાનના કાર્યરૂપ) અને જ્ઞાનનો હેતુ. (શ્રુતજ્ઞાનનું કારણ) જોયેલા, અનુભવેલા, સાંભળેલા પદાર્થોમાં સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનરૂપ (સંસ્કારની જાગૃતિ થવાથી ઉત્પન્ન થતું અનુભવ કરેલા પદાર્થરૂપ વિષયવાળું : અને ‘તે’ એવા આકારવાળું જ્ઞાન, તે સ્મરણ અનુભવ ઃ અને સ્મરણરૂપ બે કારણોદ્વારા ઉત્પન્ન થયેલું ભૂત અને વર્તમાનકાળની એકતાની સંકલન કરનારું ‘તે આ’ આકારવાળું જ્ઞાન, તે ‘પ્રત્યભિજ્ઞાન', તે રૂપ) કાર્યોથી વિચારાતી, ધારણારૂપ જાતિ વિશેષરૂપ જ, આ ધારણા જ્યારે ધર્મ માટે ચિત્તની સ્થિરતામાં કારણ થાય છે, ત્યારે તે ભાવના કહેવાય છે. આવા આશયથી કહ્યું છે કે—‘ધર્માર્થપિત્તસ્થિરીળહેતુઃ ' ઇતિ. તથાય જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વૈરાગ્ય વગેરેમાં ચિત્તની સ્થિરતા માટે જે વિચાર, તે ‘ભાવના,' એવું રહસ્ય છે. તે ભાવનાના અનિત્યત્વ આદિ રૂપ બાર પ્રકારના ભેદો પહેલાં સંવર પ્રકરણમાં કહેલા છે. પરંતુ તે દરેકના સ્વરૂપો દર્શાવ્યા ન હતા, માટે તેના સ્વરૂપો દર્શાવવા માટે પ્રતિજ્ઞા કરે છે કે-‘તે ભાવના બાર પ્રકારની આ પ્રમાણે છે.’ तत्रादावनित्यभावनामाह बाह्याभ्यन्तरनिखिल पदार्थेष्वनित्यत्वचिन्तनमनित्य भावना । अनया चैषां संयोग आसक्तिर्विप्रयोगे च दुःखमपि पुरुषस्य न स्यात् ॥ ५ ॥
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy