SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे ૦ અતિબહુકદોષ—જેટલા પ્રમાણથી ધૈર્ય, શરીરાદિ બળ અને સંયમના યોગો સીદાતા ન થાય, તેટલા આહારનું પ્રમાણ જાણવું. તેનાથી અધિક આહાર તો ઉલ્ટી માટે, મૃત્યુ માટે કે વ્યાધિ માટે થાય. તે ‘અતિબહુકદોષ’ જાણવો. ६०० ૦ અંગારદોષ—સ્વાદિષ્ટ અન્નની કે તેના દાતારની પ્રશંસા કરતો જે આરોગે છે, તે રાગરૂપી આગથી ચારિત્રરૂપી ઇંધન(લાકડાં વગેરે)ને અંગારકારી હોઈ ‘અંગારદોષ’ કહેવાય છે. ૦ ધૂમદોષતે આહાર કે દાતાની નિંદા કરતો ચારિત્રરૂપી ઇંધનને બાળતો ધૂમકારી હોઈ ‘ધૂમદોષ’ છે. ૦ કારણાભાવદોષભોજનના છ કારણોના અભાવમાં ખાનારને કારણાભાવદોષ લાગે છે. ભોજનનાં છ કારણો (૧) વેદના-ક્ષુધાવેદનીયના ઉદયથી જો ભૂખ સહન ન થાય, તો સાધુ આહાર કરી શકે. (૨) વૈયાવૃત્ત્વ-શરીરમાં અશક્તિના કારણે આચાર્યાદિનું જો વૈયાવૃત્ત્વ-ભક્તિ ન થઈ શકતી હોય, તો તે ભક્તિ માટે આહાર કરે. (૩) ઇર્યાસમિતિ-આંખોનું તેજ જો મંદ પડ્યું હોય અને તેથી ઇર્યાસમિતિનું પાલન ન થઈ શકતું હોય, તો તે માટે આહાર કરે. (૪) સંયમ-શરીરસામર્થ્યના અભાવે જો પડિલેહણા-પ્રામાર્જના આદિ ચારિત્રની ક્રિયાઓ સારી રીતે કરી શકાતી ન હોય, તો તે સંયમની ક્રિયાઓ માટે આહાર કરે. (૫) પ્રાણરક્ષણ-આહારના અભાવે જો પ્રાણ જવાનો સંભવ લાગે, તો પ્રાણોની રક્ષા માટે આહાર કરે. (૬) ધર્મધ્યાન-આર્ટ-રૌદ્રધ્યાનના પરિહારપૂર્વક જો ધર્મધ્યાન કરવા માટે આહારના ટેકાની જરૂર લાગે, આહાર કરે. આવી રીતે ભોજનનાં છ કારણો છે. તેથી આ પ્રમાણે નામ લઈને સંક્ષેપથી આ દોષોનું વર્ણન કરેલ છે, પરંતુ વિસ્તારથી તે પિંડવિશુદ્ધિ આદિ ગ્રંથોથી જાણવું. આ પ્રમાણે વસતિ આદિના નિમિત્તજન્ય દોષો પણ જાણવાં. अथ समितिमाह – साध्वाचरणे शास्त्रोदितविधिना सम्यक्प्रवृत्तिस्समितिः, सा चेर्यादिरूपा पञ्चविधा पूर्वमेवोक्ता वेदितव्या ॥ ३ ॥ साध्वाचरण इति । साधुयोग्य आचरणेऽर्हत्प्रवचनानुसारेण प्रशस्ता प्रवृत्तिस्समिति: । गमने सम्यक् सत्त्वपरिहारतः प्रवृत्तिरीर्यासमितिः, निरवद्यवचनप्रवृत्तिर्भाषासमितिः, द्विचत्वारिंशद्दोषवर्जनेन भक्तादिग्रहणे प्रवृत्तिरेषणासमिति:, आसनसंस्तारकपीठफलकवस्त्रपात्रदण्डादिकं चक्षुषा निरीक्ष्य प्रतिलिख्य सम्यगुपयोगपूर्वं रजोहरणादिना यद्गृह्णीयात् यच्च
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy