SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - २, द्वितीयः किरणे ५९७ ૦ વનપકપિંડ-દાતારનો ઇષ્ટ શ્રમણ આદિ પ્રત્યે પોતાને ભક્ત તરીકે દર્શાવીને યાચનાથી મેળવેલ પિંડ વનપકપિંડ કહેવાય છે. ભોજનના પ્રદાનની ક્રિયા ચાલુ ન થયે, કોઈ પણ આહારલંપટ સાધુ, આહાર આદિના લોભથી તે તે શ્રમણ આદિના ભક્તગૃહસ્થની આગળ તે તે શાક્યઆદિના ભક્ત તરીકે પોતાને ઓળખાવે છે, નિગ્રંન્ચ, શાક્ય (બુદ્ધ) તાપસ, ગેરૂક (પરિવ્રાજક) અને આજીવક(ગોશાળાના મતના અનુયાયી)ના રૂપથી પાંચ પ્રકારના શ્રમણો છે. ૦ ચિકિત્સાપિંડ-ઉલ્ટી કરાવવી-ઝાડા કરાવવા, વસ્તિકર્મ-ગુદાદ્વારા પીચકારી મારવી, વગેરે કરાવવા, અથવા ઔષધ આદિનું સૂચન કરનારને ભિક્ષા અર્થે જે પિંડ, તે “ચિકિત્સાપિંડ.' ઔષધની વિધિ તથા વૈદ્યને જણાવવારૂપે સૂક્ષ્મ અને સ્વયં-પોતે ચિકિત્સા કરવારૂપે બાદર ચિકિત્સાપિંડ કહેવાય છે. વળી બીજા કોઈ કારણથી ભિક્ષા માટે ગૃહમાં પ્રવિષ્ટ થયા બાદ, પોતાના વ્યાધિના પ્રતિકારનો ઉપાય પૂછાયે છતે “મને પણ એક વખત આવો રોગ થયો હતો, જે અમુક ઔષધથી શમી ગયો હતો. આ પ્રમાણે બોલનાર સાધુદ્વારા ઔષધ કરવાના અભિપ્રાયનું ઉત્પાદન હોવાથી ઔષધનું સૂચન કરેલું થાય છે. માટે સૂક્ષ્મ અને બાદર તો પ્રસિદ્ધ જ છે. ૦ ક્રોધપિંડ-વિદ્યા અને તપના પ્રભાવને જણાવી, રાજાની પૂજા વગેરે જણાવી અને ક્રોધનું ફળ શાપ આદિ જણાવી ભિક્ષાને મેળવનારને આ દોષ લાગે છે. ૦માનપિંડ–સાધુઓની સમક્ષ પ્રતિજ્ઞા કરે કે- ત્યારે જ હું લબ્ધિવાળો, કે જ્યારે તમોને સરસ આહાર અમુક ઘરેથી લાવીને આપું.' આમ કહીને ગૃહસ્થને જયારે વિડંબનામાં મૂકીને ગ્રહણ કરે છે, ત્યારે આ દોષ લાગે છે. ૦ માયાપિંડ–વેષપરિવર્તન આદિ કરીને ગૃહસ્થને ઠગવાપૂર્વક મેળવેલો આહાર, એ “માયાપિંડ’ કહેવાય છે. ૦ લોપિડઆજે “હું સિંહકેસરિયા લાડુ, ઘેબર વગેરેને ગ્રહણ કરીશ.આવી બુદ્ધિથી બીજું જે વાલ-ચણા આદિને મળતું છે. તેને ગ્રહણ કરતો નથી પરંતુ તે જ ઈષ્ટને મેળવે છે, તે “લોભપિંડ' કહેવાય છે. અથવા પહેલાં તથા પ્રકારની બુદ્ધિ નહિ હોવા છતાં ભાવતું મળતું ઘણું લાપસી આદિ કલ્યાણકારી છે, એમ કરીને જે ગ્રહણ કરે છે, તે લોભપિંડી કહેવાય છે. ૦ સંસ્તવપિંડ-પૂર્વસંબંધી સંસ્તવ (પરિચય)-માતા-પિતા-ભાઈ-બહેન આદિનો સંબંધ બતાવવો. પશ્ચાસંબંધી સંસ્તવ-પાછળથી બંધાયેલાં સાસુ-સસરા-પુત્ર-પત્ની આદિનો સંબંધ દર્શાવવો; દાતાર સ્ત્રી અને પુરુષની ઉંમર જોઈ, એને અનુરૂપ માતા-પિતા, સાસુ-સસરા, પુત્ર-પત્ની આદિનો સંબંધ બતાવીને, જેમ કે તમારા જેવી મારી માતા હતી તમારા જેવી મારી સાસુ હતી-એમ સંબંધ બતાવીને વાત કરે અને આહાર મેળવે. દાતારની પ્રશંસા કરીને સારા આહાર-પાણી મેળવવા તે વચનસંસ્તવથી પ્રાપ્તપિંડ, એ સંસ્તવપિંડ' છે. - ૦ વિદ્યાપિંડ–વિદ્યા વડે દેવની સાધના કરીને જ્યારે આહારનું ગ્રહણ કરે છે, ત્યારે “વિદ્યાપિંડ' : અથવા વિદ્યા ભણાવીને ભોજન આદિ ગૃહસ્થ પાસેથી જ્યારે ગ્રહણ કરે છે, ત્યારે વિદ્યાપિંડ કહેવાય છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy