SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीय भाग / सूत्र - २, द्वितीयः किरणे ५९३ कारणानि, तदेवं नामग्राहं संक्षेपेण वर्णिता एते दोषाः, विस्तरतस्तु पिण्डविशुद्धयादि - ग्रन्थेभ्योऽवगन्तव्या एवं वसत्यादिनिमित्तदोषा अपि ॥ પિંડવિશુદ્ધિ ભાવાર્થ – “સર્વ દોષોથી રહિત આહાર-ઉપાશ્રય-વસ્ત્ર-પાત્રના પરિગ્રહરૂપ ચાર ‘પિંડવિશુદ્ધિ’ કહેવાય છે. વિવેચન – ભેગું કરવું ‘પિંડ, અર્થાત્ ઘણા સજાતીય-વિજાતીય કઠિન દ્રવ્યોનો એક ઠેકાણે સમુદાય એવો અર્થ છે. વળી ત્યાં સમુદાય-સમુદાયીના અભેદથી તે જ ઘણા પદાર્થો એક ઠેકાણે ભેગા થયેલા પિંડ શબ્દથી કહેવાય છે. તે પિંડના વિવિધ-અનેક-આધાકર્મ આદિના પરિહારપ્રકારોથી શુદ્ધિ-નિર્દોષતા ‘પિંડવિશુદ્ધિ’ કહેવાય છે. તથાચ અહીં પિંડ શબ્દથી ભાવપિંડમાં સહાયક અચિત્ત દ્રવ્યરૂપ આહાર-શય્યાવસ્ત્ર-પાત્રરૂપ ચાર વસ્તુઓ ગ્રહણ કરાય છે. તેથી પિંડવિશુદ્ધિનું ચતુર્વિધપણું છે. એવા આશયથી કહે છે કેસર્વદોષરહિત આહાર-શય્યા-વસ્ત્ર-પાત્રોનું ગ્રહણ કરવું. ‘પિંડવિશુદ્ધિદોષો, આહારવિષયના સોળ ઉદ્ગમદોષો, સોળ ઉપાર્જનાદોષો, દશ એષણાદોષો, પાંચ સંયોજનાદોષો; આવી રીતે કુલ ૪૭ એષણાના દોષો જ કહેવાય છે. આ દોષોના વિશોધનથી પિંડની વિશુદ્ધિથી ચારિત્રશુદ્ધિદ્વારા મોક્ષની પ્રાપ્તિ. ત્યાં ઉદ્ગમદોષમાં આધાકર્મ એટલે સાધુના આશયે જે સચિત્ત કરાય છે, અચિત્ત રંધાય છે, અથવા ઘર વગેરેનો સંગ્રહ કરાય છે, વસ્ર આદિ વણે છે અગર બનાવડાવે છે, પાત્ર વગેરે અમુક સાધુને આપવા, તેવા આહાર બનાવવા આદિની ક્રિયા આધાકર્મ છતાં તેના યોગથી ભોજન આદિ પણ ‘આધાકર્મ' કહેવાય છે અને તે નરક આદિ અધોગતિનું કારણ છે, કેમ કે-પ્રાણાતિપાત આદિ આશ્રવની પ્રવૃત્તિ છે. તથા તે આધાકર્મી આહારના ભક્ષણ કરવારૂપ પ્રતિસેવન, આધાકર્મી આહારના નિયંત્રણના સ્વીકારરૂપ પ્રતિશ્રવણ, આધાકર્મી આહારના ભોક્તાની સાથે રહેવારૂપ સંવાસ (આદિ પદથી આધાકર્મી આહારભોક્તાની પ્રશંસારૂપ અનુમોદના) આદિ પણ આધાકર્મ આત્મક સમજવા. ૦ ઔદેશિક એટલે દુકાળની સમાપ્તિ થયે છતે વચનદ્વારા સાધુ આદિને ઉદ્દેશીને જે ભિક્ષાદાન, તે ‘ઉદ્દિષ્ટ ઔદ્દેશિક’ કહેવાય છે. વધેલા ભાત વગેરે સામગ્રીને વ્યંજન આદિ દહીં, છાશ આદિમાં રાખી મૂકીને તેનું દાન, એ ‘કૃત ઔદેશિક કહેવાય છે. વધેલા લાડવા કે પકવાન્નના ભુક્કાને અગ્નિથી તપાવેલ ઘીમાં નાંખી ફરીથી લાડવા વગેરે બનાવીને દાન કરવું, તે ‘કર્મ ઔદેશિક કહેવાય છે. ૦ પૂતીકર્મ-પવિત્રને અપવિત્ર કરવું તે. જેમ પવિત્ર પયનો (જળ કે દૂધનો) ઘડો પણ દારૂના એક બિંદુથી અપવિત્ર થાય છે, તેમ વિશુદ્ધ આહાર પણ આધાકર્મ આદિના યોગથી પૂતિક થાય. ઉદ્ગમ આદિ દોષરહિત ભોજન સારું છતાં તેવું (દોષિત સાથે) ખવાતું નિરતિચાર પણ ચારિત્રને પૂતી (અપવિત્ર) કરે છે, માટે આ દોષ છે. ૦ મિશ્રજાત-ગૃહસ્થ અને સાધુના આશયે રસોઈ બનાવવી. સામાન્યથી ભિક્ષાચર અને પોતાના કુટુંબ નિમિત્તે મળીને પકાવેલ આહાર. પાખંડી (સામાન્ય દર્શનીઓ) અને સ્વકુટુંબ નિમિત્તે મળીને પકાવેલું માત્ર જૈનમુનિ અને સ્વકુટુંબ નિમિત્તે (મિશ્ર) મળીને પકાવેલું.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy