SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ५८० तत्त्वन्यायविभाकरे વસતિનામક ગુપ્તિનું કથન ભાવાર્થ – “સ્ત્રી-નપુંસક આદિ નિવાસના સ્થાનનું વર્જન, એ “વસતિગુપ્તિ કહેવાય છે.” વિવેચન – દેવ સંબંધી કે મનુષ્ય સંબંધી સ્ત્રીઓ, ષષ્ઠ એટલે મહા મોહકર્મવાળો, સ્ત્રી-પુરુષના સેવનમાં અભિરત નપુંસક, આદિથી પશુઓ લેવા, સ્ત્રી-પશુષન્ડથી આકીર્ણ વસતિમાં શયન-આસન આદિના ઉપભોગને કરનાર “બ્રહ્મચારી હોવા છતાંય, બ્રહ્મચર્યમાં પોતાને “શું આ વસતિ આદિને હું એવું કે નહિ?-આવો સંશય, અથવા બીજાઓને શું આ આવા પ્રકારના શયન-આસન આદિ સેવી બ્રહ્મચારી છે કે નહિ?-આવો સંશય થાય છે. વળી સ્ત્રી આદિથી અત્યંત અપહૃત ચિત્તવાળો હોઈ, સકળ આપ્તપુરુષના ઉપદેશનું વિસ્મરણ કરનારો, “આ અસાર સંસારમાં સારભૂત સારંગ લોચના છે, ઈત્યાદિ કુવિકલ્પોના શીલ્પીને મિથ્યાત્વનો ઉદય થવાથી, “કદાચિત્ બ્રહ્મચર્યનો પરિહાર જ તીર્થકરોએ કહેલો નથી, અથવા આ સ્ત્રી આદિના સેવનમાં જ દોષ કહેલો છે, તે દોષ જ નથી'-આવા પ્રકારની વિચિકિત્સા (સંશયવૃત્તિ) થાય. ધર્મ પ્રત્યે પણ શું આટલા બધા કષ્ટાનુષ્ઠાનનું ફળ મળશે કે નહિ?- આવો સંશય થાય ! વળી તે કેવલીએ કહેલ સમસ્ત શ્રુતચારિત્રરૂપ ધર્મથી ભ્રષ્ટ થાય ! તેથી સ્ત્રીષષ્ઠ આદિથી આકીર્ણતાથી રહિત શયન-આસનસ્થાનોનું જે સેવન કરે છે, તે જ નિર્ગસ્થ છે, કેમ કે દ્રવ્ય-ભાવ ગ્રંથિ(ગાંઠ)થી નીકળેલો છે. એથી તાદેશ શયન-આસન-સ્થાન આદિનું પરિવર્જન, એ વસતિગુપ્તિ' કહેવાય છે. कथागुप्तिमाह - रागानुबन्धिस्त्रीसंलापचरित्रवर्णनपरित्यागः कथागुप्तिः ॥ ३६ ॥ रागेति । एकाकिनीनां स्त्रीणां रागानुबन्धिनस्सँल्लापाः, 'कर्णाटी सुरतोपचारचतुरा लाटी विदग्धप्रिये' त्यादिरूपाः कथाश्च ब्रह्मचर्यगुप्तिकामेन सर्वथा परित्याज्याः, अन्यथा पूर्वोदितरीत्या संशयादयो भवेयुः, देशजातिकुलनेपथ्यभाषागतिविभ्रमगीतहास्यलीलाकटाक्षप्रणयकलहशृङ्गाररसानुविद्धाः कामिनीनां कथा हि रागानुबन्धिन्यः, ता अवश्यमिह मुनीनामपि मनोविक्रियां नयन्तीति तासामपि परित्यागः कार्य इति भावः ॥ કથાગુપ્તિનું કથન ભાવાર્થ – “રાગના અનુબંધી, સ્ત્રીઓના સંલાપો અને કથાઓના વર્ણનનો પરિત્યાગ, એ કથાગુપ્તિ કહેવાય છે.” १. यस्संयतः कषायादिप्रमादेन रागद्वेषवशं गतो न तु मध्यस्थः परिकथयति किञ्चित्सा विकथा, सा च न कथनीया, तथाविधपरिणामविशेषकारणत्वाद्वक्तृश्रोत्रोः, श्रृङ्गाररसेन मन्मथदीपिकया तयोत्तेजितश्चारित्रमोहनीयकर्मोदयप्रयुक्तात्मपरिणामरूपो मोहो जायते तस्मात्स्वपरात्मनोरुभयोर्वा पापोपादानभूतां कथां न कुर्यादिति तथा च तपस्संयमगुणधारिणश्चरणताः तां कथां कथयेयुर्या सर्वजीवहितकरा निर्जराख्यफलसाधना कर्तृणां श्रोतृणामपि चेतः कुशलपरिणामनिबन्धनेति ॥
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy