SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीय भाग / सूत्र - २७, प्रथमः किरणे अथोपाध्यायं परिचाययति ५७३ आचारविषयविनयस्य स्वाध्यायस्य वाऽऽचार्यानुज्ञया साधूनामुपदेशक उपाध्यायः ॥ २७ ॥ आचारेति, आचार: ज्ञानदर्शनचारित्रतपोवीर्यात्मना पञ्चविधः तद्विषयकविनयस्य स्वाध्यायस्य वाचना प्रच्छनापरावर्त्तनानुप्रेक्षाधर्मोपदेशात्मना पञ्चविधस्याचार्यानुज्ञया साधूनामुपदेशकः उपसमीपमागत्याधीयते, आधिक्येन गम्यते स्मर्यते सूत्रतो जिनप्रवचनं येनेत्युपाध्यायः, यो द्वादशाङ्गः स्वाध्यायः प्रथमतो जिनैरागतस्ततो गणधरादिभिः कथितः तं स्वाध्यायं सूत्रतश्शिष्यानुपदिशति स उपाध्यायः, स हि सूत्रवाचनां शिष्येभ्यो यच्छन् स्वयमर्थमपि परिभावयति, तस्य तदर्थे स्थिरत्वमुपजायते, ऋणस्यापि सूत्रलक्षणस्य वाचनाप्रदानेन मोक्षः कृतो भवति, उत्तरकाले चाचार्यपदाध्यासेऽत्यन्ताभ्यस्ततया यथावस्थिततया स्वरूपस्य सूत्रस्यानुवर्त्तनं भवति, येऽन्यतो गच्छान्तरादागत्य साधवस्सूत्रोपसम्पदं गृह्णते ते प्रतीच्छका उच्यन्ते ते च सूत्रवाचनाप्रदानेनागृहीता भवन्ति, मोहस्य जयोऽपि कृतो भवति, सूत्रवाचनादानव्यग्रस्य प्रायश्चित्तविश्रोतसिकाया अभावात् । अतः उपाध्यायस्सूत्रं वाचयेदिति ॥ ઉપાધ્યાયનો પરિચય ભાવાર્થ – “આચારરૂપ વિષયવાળા વિનયનો કે સ્વાધ્યાયનો આચાર્યની આજ્ઞાથી સાધુઓને ઉપદેશ १२नार 'उपाध्याय' हेवाय छे.” - વિવેચન ઉપ-સમીપમાં આવીને ભણે છે, અધિકપણાએ સૂત્રથી જિનપ્રવચનનું સ્મરણ જેનાથી કરાય છે, આવી રીતે ઉપાધ્યાયની વ્યુત્પત્તિ છે. જે દ્વાદશાંગીરૂપ સ્વાધ્યાય પ્રથમથી જિનોથી આવેલ, ત્યારબાદ ગણધર આદિથી કહેલો છે, તે સ્વાધ્યાયને સૂત્રથી શિષ્યોને ઉપદેશ કરે છે, તે ‘ઉપાધ્યાય’ કહેવાય છે. ખરેખર, તે ઉપાધ્યાય શિષ્યોને સૂત્રવાચના આપતાં પોતે અર્થનું ચિંતન કરે છે. આથી તે ઉપાધ્યાયનું તે સૂત્રના અર્થમાં સ્થિ૨૫ણું થાય છે, સૂત્રરૂપી ઋણથી પણ વાચનાના પ્રદાનથી છૂટકારો કરેલો થાય છે. વળી ઉત્તરકાળમાં આચાર્યપદની પ્રાપ્તિમાં અત્યંત અભ્યાસ હોવાથી યથાર્થપણે સ્વરૂપસૂત્રનું અનુવર્તન (અનુવૃત્તિ) થાય છે. જેઓ બીજા ગચ્છમાંથી આવીને સાધુઓ સૂત્રની ઉપસંપદાને ગ્રહણ કરે છે, તેઓ ‘પ્રતીચ્છક’ (ગ્રાહક) કહેવાય છે. વળી તેઓ સૂત્રવાચનાના દાનથી ઉપકૃત થાય છે, મોહનો જય પણ કરેલો થાય છે, કેમ કે-સૂત્રવાચનાદાનમાં પરાયણને પ્રાયશ્ચિત્ત-દોષ-અપરાધનો અભાવ છે. એથી ઉપાધ્યાય સૂત્રની વાચના આપે છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy