SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ ' તૃતીયો મા /સૂત્ર - ૨૬, પ્રથમ: શિરો ૧૭૨ ૦ આ આચાર્ય (સામાન્યથી ચાર પ્રકારના આચાર્ય હોય છે. (૧) આલોકમાં હિતકારી, પરલોકમાં નહિ. (૨) પરલોકમાં હિતકારી, આલોકમાં હિતકારી નહિ. (૩) આલોકમાં હિતકારી છતાં (તથા). પરલોકમાં હિતકારી. (૪) આલોકમાં હિતકારી નહિ પરંતુ (અને) પરલોકમાં હિતકારી નહિ. ત્યાં જે ભોજન-વસ્ત્ર-પાત્ર-પાન વગેરે સઘળુંય પણ સાધુઓને પૂરે છે પરંતુ સંયમમાં સીદાતા સાધુઓની સારસંભાળ કરતો નથી, તે આલોકમાં હિતકારી છતાં પરલોકહિતકારી નથી તે પહેલો, સંયમના યોગોમાં પ્રમાદી બનતા સાધુઓની સારણા (ચિંતા) કરે છે પરંતુ વસ્ત્ર આદિ આપતો નથી તે બીજો, એ પ્રમાણે ત્રીજો-ચોથો વિચારવો.) સૂત્ર અને અર્થ તથા સૂત્રાર્થરૂપ ઉભયથી સંપન્ન, જ્ઞાન-દર્શન-ચારિત્રોમાં ઉપયોગ કરનાર, ગચ્છની ચિંતાથી રહિત અને શુભ લક્ષણોથી સંપન્ન હોયે છતે આચાર્યના ગુણો છત્રીસ છે. ત્યાં પાંચ જ્ઞાન આદિ ગુણો કહેલ જ છે : અને બીજા ગુણો દેશ-કુળ-જાતિ-રૂપ-સંઘયણ-વૈર્યયુક્તતા-કાંક્ષાબહુભાષા-માયારહિતતા-સૂત્ર આદિના અનુયોગની પરિપાટીમાં દઢતા-ઉપાદેયવચનતા-સભાજ્યઅલ્પનિદ્રતા-મધ્યસ્થતા-દેશકાળભાવશતા-પ્રતિભા-વિવિધ દેશભાષાજ્ઞાન, સૂત્ર-અર્થ અને સૂત્રાર્થોભય વિધિજ્ઞતા-દેષ્ટાન્તહેતુ ઉપનયનમાં નિપુણતા-અતિ પદનશક્તિ-સ્વ-પર સમય(શાસ્ત્ર) વેતા-ગંભીરતાદીપ્તિ-કલ્યાણકારિતા અને શાન્તદષ્ટિતારૂપ ગુણો જાણવા. જે સમ્યજ્ઞાન આદિ ગુણોના આધાર આચાર્યની નિશ્રામાં સ્વર્ગ-અપવર્ગના સુખરૂપ અમૃતના બીજરૂપ વ્રતોને ભવ્યો હિત માટે આચરે છે, તે આચાર્ય કહેવાય છે. અથવા જ્ઞાન આદિમાં આદિ પદથી દર્શન-ચારિત્ર-તપનું ગ્રહણ થાય છે. જ્ઞાન આદિના આચારમાં પ્રધાન, તે આચાર્ય છે, કેમ કે તે આચાર્યના ગુણોથી સમન્વિત છે. તે આ પ્રમાણ:-જ્ઞાન આચારના કાળ-વિનય વગેરે આઠ ગુણો છે. દર્શનાચારના નિઃશંકિતત્વ આદિ આઠ ગુણો છે. ચારિત્રાચારના ઇસમિતિ આદિ આઠ ગણો છે. બાહ્ય-અત્યંતરભેદથી યુક્ત તપના અનશન આદિ બાર ભેદો છે. તથાચ જ્ઞાનાદિ આચારવિષયક છત્રીશ ગુણોથી આચાર્ય હોય છે, એવો ફલિતાર્થ છે. વળી આ આચાર્ય અર્થની જ માત્ર વાચના આપે છે પરંતુ સૂત્રની વાચના આપતાં નથી. શંકા – આ આચાર્ય સૂત્રની વાચના શાથી આપતાં નથી? સમાધાન – ખરેખર, અર્થના ચિંતનમાં આ આચાર્યને અર્થના વ્યાખ્યાન માટે એકાગ્રતા જોઈએ. ખરેખર, એકાગ્રતાથી અર્થના ચિંતન કરનારને સૂત્રોમાં સૂક્ષ્મ અર્થના ઉન્મીલન(વિકાસ)થી સૂત્રાર્થની વૃદ્ધિ થાય છે, કેમ કે-આચાર્ય તીર્થંકરનું અનુકરણ કરનાર હોય છે. ખરેખર, તીર્થકરો કેવળ અર્થને જ કહે છે પરંતુ સૂત્રને કહેતાં નથી, ગણની ચિંતાને કરતાં નથી. તેવી રીતે આચાર્યો પણ જાણવાં. વળી સૂત્રની વાચનાને આપનારા આચાર્યોની લઘુતા પણ થાય છે, કેમ કે-તે સૂત્રની વાચના ઉપાધ્યાય આદિથી કરાતી છે. तत्र प्रव्राजकादीनां स्वरूपाण्याह - सामायिकादिवतारोपयिता प्रव्राजकः । सचित्ताचित्तमिश्रवस्त्वनुज्ञायी दिगाचार्यः । प्रथमत आगमोपदेष्टा श्रुतोद्देष्टा । उद्दिष्टगुर्वाद्यभावे स्थिरपरिचितकारयितृत्वेन सम्यग्धारणानुप्रवचनेन च तस्यैवागमस्य समुद्देष्टा अनुज्ञाता वा श्रुतसमुद्देष्टा । आम्नायस्योत्सर्गापवादात्मकार्थप्रवक्ता आम्नायार्थवाचकः ॥ २६ ॥
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy