SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ १४ तत्त्वन्यायविभाकरे ઘટપદથી વાચ્ય ઘટરૂપ વ્યક્તિમાં ઘટત્વ વર્તે છે અને ઘટપદજન્ય ઘટની ઉપસ્થિતિમાં ઘટત્વ પ્રકાર છે, વિશેષણ છે. તેવી રીતે પ્રત્યક્ષપદનું પ્રવૃત્તિનિમિત્ત સ્પષ્ટત્વ છે અર્થાત્ શક્યતા વચ્છેદક છે. સ્પષ્ટત્વમાં પ્રત્યક્ષપદનું વાત્વ છે. પ્રત્યક્ષપદવા સ્પષ્ટતાવાળા જ્ઞાનમાં સ્પષ્ટત્વ પ્રકાર છે.] તે પ્રવૃત્તિનિમિત્ત, ગતિક્રિયા આદિ શૂન્ય, ગો આદિ વિશિષ્ટ પિંડમાં જેમ ગોત્વ છે, તેમ અક્ષાશ્રિત્વથી શૂન્ય પણ અવધિ આદિમાં સાક્ષાત્ ગ્રાહ્યગ્રાહકજ્ઞાન વિશેષરૂપ સ્પષ્ટત્વ, પ્રવૃત્તિનિમિત્ત છે જ, માટે કોઈ પણ દોષ નથી. પારમાર્થિક એવું પ્રત્યક્ષ-પારમાર્થિક પ્રત્યક્ષ છે. શંકા – જે ઇન્દ્રિયદ્વારા આત્મામાં જ્ઞાન પ્રવર્તે છે, તે પ્રત્યક્ષ છે. વળી એવું નહિ કહેવું કે – ઈન્દ્રિયવ્યાપારોનું વ્યવધાન હોઈ આત્માએ સાક્ષાત્ ઉપલબ્ધ ન કર્યું, કેમ કે - ઉપલબ્ધિ પ્રત્યે ઇન્દ્રિયો કરણ હોઈ વ્યવધાનકારક બની શકતી નથી. “દેવદત્ત હાથથી ખાય છે. એમાં હસ્તવ્યાપારનું વ્યવધાન હોઈ સાક્ષાત દેવદત્ત ખાતો નથી, એવો વ્યવહાર થતો નથી જ ને? સમાધાન - આત્માને અર્થની ઉપલબ્ધિમાં ચક્ષુ આદિમાં સદ્ગુણસંપન્નતાની અપેક્ષા રહે છે. ખરેખર, જ્યારે આંખ સારા ગુણવાળી હોય છે, ત્યારે બાહ્ય અર્થને સ્પષ્ટ અને યથા અવસ્થિત જાણે છે. જ્યારે તિમિર, આંસુ, ભ્રમણ, નાવડીનું ચાલવું, પિત્ત આદિનો સંક્ષોભ અને દૂરદેશપણાથી વિભ્રમવાળી આંખ થાય છે, ત્યારે વિપરીત કે સંશયરૂપ જાણે છે. આત્મા, અર્થની ઉપલબ્ધિમાં પરાધીન-પરમુખપ્રેક્ષી છે, તેમજ ચક્ષુ આદિથી જાણેલ પણ બાહ્ય વિષયમાં જ્યારે સંશયવાળો થાય છે, ત્યારે ચક્ષુ આદિમાં રહેલ સદ્ગણની જ અપેક્ષા રાખી નિશ્ચય કરે છે. જેમ કે- મારી આંખ તિમિર આદિના ઉપદ્રવ વગરની છે તેથી આ અર્થ યથાર્થ છે” ઈતિ. આ હેતુથી ચક્ષુ આદિના સદ્દગુણના નિશ્ચયથી વસ્તુના યથાર્થપણાનો નિશ્ચય હોવાથી વાસ્તવિક રીતે તે પરોક્ષ છે. શંકા - અભ્યાસદશાવાળાને જ વસ્તુના યથાર્થપણાનો નિશ્ચય, ઇન્દ્રિયના સદ્ગુણના અવધારણપૂર્વક થાઓ ! પરંતુ અભ્યાસદશાવાળાને ઈન્દ્રિયના સદ્ગુણના નિશ્ચય વગર પણ પ્રકૃષ્ટ અભ્યાસના બળથી સાક્ષાત્ બોધ થવાથી તેને ઈન્દ્રિય આશ્રિત જ્ઞાન પ્રત્યક્ષ ખરું ને? સમાધાન - ત્યાં પણ ઇન્દ્રિયના સદ્ગુણથી અપેક્ષા દુર્વાર છે, કેમ કે-અભ્યાસના પ્રકર્ષના વશે ઇન્દ્રિય સગુણોનો જલ્દીથી જ નિશ્ચય થવાથી કાળની સૂક્ષ્મતાથી તે નિશ્ચયની ઉપલબ્ધિ નથી. ખરેખર, અપાય માત્ર, અવગ્રહ-બહાપૂર્વક જ, ત્યાં ઈહા વિચારરૂપ છે અને વિચાર ઇન્દ્રિયના સદ્ગુણભાવથી પેદા થયેલ ધર્મને આશ્રિત છે. ખરેખર, ઇન્દ્રિય કે વસ્તુ સારી રીતે વિચારનો વિષય નહીં થયે છતે, જે જ્ઞાન તે સાચું થતું નથી. પરીક્ષતિ આત્માની અપેક્ષાએ પુદ્ગલમય હોઈ, ઢબેન્દ્રિય મનરૂપ પરથી આત્માને જે જ્ઞાન વર્તે છે, તે પરોક્ષ, મતિ-શ્રતરૂપ છે. ખરેખર, પુદ્ગલસમુદાયથી બનેલ દ્રવ્યેન્દ્રિય મન જીવના પરભૂત છે, એથી તે પરથી જે મતિ-શ્રુતલક્ષણ જ્ઞાન. જેમ કે ધૂમ આદિથી વહ્નિ આદિનું જ્ઞાન પરરૂપ નિમિત્તજન્ય હોવાથી પરોક્ષ' કહેવાય છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy