SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ५६२ तत्त्वन्यायविभाकरे શંકા - ગુરુકુલમાં વસનારને પણ કદાચ તે પરિપૂર્ણ નથી દેખાતું તેનું શું? સમાધાન - ગ્લાન (બીમાર) આદિની અવસ્થાઓમાં પડિલહેણ આદિ બાહ્ય સદ્ અનુષ્ઠાનનો અસદ્ભાવ છતાં, સદ્ગુરુના ઉપદેશના શ્રવણથી સારી રીતે પેદા થયેલ સંવેગથી તે ચારિત્રની પૂર્ણતાનો સદ્ભાવ છે. શંકા – શ્રમણધર્મના પ્રકરણમાં ક્ષમા આદિની જ અભિવૃદ્ધિ વ્યાજબી છે, કેમ કે-તે ક્ષમા આદિમાં જ શ્રમણધર્મરૂપપણું છે. ગુરુકુલવાસની મહત્તાથી સર્યું, કેમ કે તે ગુરુકુલવાસ આશ્રય માત્ર છે ને? સમાધાન – ગુરુકુલમાં જ સારી રીતે વિનીતપણાએ રહેલ સાધુઓમાં સાધુધર્મપણાએ સંમત ક્ષમા આદિની પ્રકર્ષથી સિદ્ધિ છે. તે ગુરુકુલવાસના ત્યાગમાં સારી રીતે વિશુદ્ધિ થાય જ નહિ. પરસ્પર સ્નેહરોષ-ખેદ આદિનો સદ્ભાવ થવાથી, એષણાના બાધનો સંભવ હોવાથી અશુદ્ધિ જ થાય! તથા કેવળ ક્ષમા આદિની અશુદ્ધિ માત્ર નથી, પરંતુ ગુરુકુલવાસના ત્યાગીમાં નિયમા ક્ષમા આદિનો અભાવ જ છે, કેમ કેકષાયનો ઉદય છે. તેથી તે ગુરુકુલવાસના ત્યાગમાં બ્રહ્મચર્ય રહેતું નથી અને બ્રહ્મચર્યની ગુપ્તિ (વાડ) પણ રહેતી નથી, કેમ કે-સાધુજનની સહાયતામાં જ બ્રહ્મચર્યની ગુપ્તિ છે. તેથી શેષ ધર્મો પણ નથી. એમ સઘળા વ્રતોનો ભંગ થાય ! એથી જ એકાકીપણામાં ઘણા ઘણા દોષો શાસ્ત્રમાં સંભળાય છે. જેમ કે-“એકલામાં ક્યાંથી ધર્મ ?' ઇત્યાદિ. ૦ ગુરુના વિષયવાળી વૈયાવચ્ચથી, જિનપ્રવચનના અર્થના પ્રકાશન, ગચ્છપાલન આદિમાં સહાય કરવાથી ધર્મના ક્ષયરૂપ મહાનું ફળ ગુરુકુલવાસીને થાય છે. અન્યથા, (નહિ તો) સર્વદા વૈયાવચ્ચ, તપ, જ્ઞાન, ચારિત્રવિશુદ્ધિ આદિ, કે જે ગુરુના સંસર્ગથી સાધ્ય ગુણો છે, તે આમાં વ્યાઘાત આદિની પ્રાપ્તિ થાય છે. શોભનગુણમાં અંતરાય થવાથી મોટો દોષ પણ થાય ! તથાચ તે ગુરુકુલમાં વસનારો, ગુરુના આદેશની પ્રતીક્ષા કરનાર અને ગુરુના સમીપમાં જ વર્તનારો થાય ! આવો ગુરુકુલવાસી જ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં અત્યંત સ્થિર થાય છે. તેથી અઢાર હજારથી શીલના અંગરૂપ સમસ્ત ગુણોનો મૂળભૂત ગુરુકુલવાસ છે. એથી ચારિત્રકામી ગુરુકુલમાં અવશ્ય વસે ! શંકા – આગમમાં સાધુને આહારશુદ્ધિ જ મુખ્યપણે ચારિત્રશુદ્ધિનો હેતુ કહેલો છે : અને પિંડવિશુદ્ધિ ઘણાઓની વચ્ચે વસનારાઓને દુષ્કર દુર્લભ) જ પ્રતિભાસે છે, માટે એકલા થઈને પણ તે આહારશુદ્ધિ જ કરવી જોઈએ ! જ્ઞાનાદિના લાભથી શું? મૂળભૂત ચારિત્રનું જ મુખ્યપણે પાલન કરવું જોઈએ ને? સમાધાન તે ચારિત્રનું પાલન ગુરુપરતંત્રતાની અપેક્ષાવાળું છે. બીજા સાધુની અપેક્ષાના અભાવમાં લોભ અતિ દુર્જય થાય છે. ક્ષણે ક્ષણે પરિવર્તન પામતા પરિણામવાળા એકલાથી પિડવિશુદ્ધિ પણ પાળવી અશક્ય બની જાય છે. એથી જ ગુરુકુલવાસના પરિત્યાગથી શુદ્ધ આહાર, શુદ્ધ ઉપાશ્રય-વસ્ત્ર-પાત્ર આદિ પરિગ્રહનું અશોભનપણું આગમમાં કહેલું છે. (જયારે ગચ્છ અને ગુરુ સર્વથા પોતાના ગુણથી રહિત થાય, ત્યારે આગમમાં કહેલ વિધિથી ત્યાગ કરવા યોગ્ય બને છે. પરંતુ કાળની અપેક્ષાએ જ બીજો વિશિષ્ટતર છે, તેની ઉપસંપદા લેવી, પરંતુ સ્વતંત્ર બની રહેવું નહિ. તેથી જાવજજીવ સુધી ગુરુની પાસે સન્માર્ગનું અનુષ્ઠાન ઇચ્છે ! ખરેખર, તે જ પરમાર્થથી મનુષ્ય છે, કે જે પ્રતિજ્ઞાત પ્રમાણે નિર્વાહ કરે છે (કરાવે છે)
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy