SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - २४, नवमः किरणे ४९१ જો કે પૂર્વોદિત શંકાવિભાગમાં કહેલ પ્રકારથી આ નામાદિનો અભેદ છે, તો પણ સમાધાનવિભાગમાં કહેલ પ્રકારથી નામ આદિનો પરસ્પર ભેદ સિદ્ધ જ છે. (તથાચ અહીં પણ સ્યાદ્વાદ, સ્થાન બરોબર જમાવે છે.) દષ્ટાન્તનું આલંબન લઈને નામ-સ્થાપના દ્રવ્યોનો ભેદ અને અભેદ દર્શાવે છે કે ૦ દૂધ-તક્ર દહીં વગેરે ગોરસનો શ્વેતત્વ આદિ રૂપથી પરસ્પર અભેદ હોવા છતાં, મધુરતા આદિ સ્વાદરૂપે ભેદ નથી એમ નહિ પરંતુ ભેદ છે જ, કેમ કે-વસ્તુ અનંતધર્મોથી અધ્યાસિત છે. તેવી રીતે નામાદિમાં કોઈ અપેક્ષાએ અભેદ હોવા છતાં, બીજી અપેક્ષાએ ભેદ છે જ એમ જાણવું. શંકા – નામ આદિ વિચાર, આરબ્ધ કર્યો છતે ભાવ એ જ વસ્તુ છે, કેમ કે-વિવક્ષિત અર્થક્રિયાસાધક છે. જેમ કે-ઉભયસંમત વસ્તુ ભાવેન્દ્રની માફક વિવક્ષિત અર્થસાધનમાં સમર્થ, ગોપાલદારક વગેરે નામેન્દ્ર આદિ નથી, તો ભાવ અર્થશૂન્ય નામ આદિથી સર્યું ને? (ભાવેન્દ્રનું સ્વર્ગપાલન આદિ જે કાર્ય છે, તે ગોપાલદારક આદિ રૂપ નામેન્દ્ર, ઇન્દ્રપ્રતિમાદિરૂપ સ્થાપનેન્દ્ર, દ્રવ્યેન્દ્ર અથવા સાધુ જીવ આદિ રૂપ દ્રવ્યક્ત કરવા માટે સમર્થ નથી. આથી પ્રતિનિયત અથક્રિયાકારી હોવાથી ભાવેન્દ્ર જ વસ્તુ છે, નાગેન્દ્ર આદિ નથી, તો તે ભાવાર્થ શૂન્ય એવા નામાદિનું શું પ્રયોજન છે?) સમાધાન – નામ આદિ પણ વસ્તુના પર્યાય હોઈ, સામાન્યથી ભાવત્વનું ઉલ્લંઘન કરતા નથી તેવા સિદ્ધસાધન છે. (ખરેખર, ઈન્દ્રશબ્દનો અર્થ, ઈન્દ્રની માફક નામ અને તેનો આકાર તેના કારણરૂપ ચતુષ્ટયાત્મક વસ્તુ જ છે, માટે ભાવેન્દ્રની માફક નામાદિમાં વસ્તુપર્યાયત્વ અવિશિષ્ટ જ છે. કથિત ચતુષ્ટયમાંથી કોઈ એકનું જે કાર્ય છે, તે ઈન્દ્રશબ્દાર્થનું કાર્ય હોય છે જ. સામાન્યથી ઈન્દ્ર-કાર્ય-કારિત્વ સર્વેનું અવિશિષ્ટ જ છે. જેમ અનંતધર્માત્મક વસ્તુમાં પ્રત્યેક ધર્મનું જે કાર્ય છે, તે પણ વસ્તુ કાર્ય હોય છે જ. અન્યથા અનંતધર્માત્મકપણું વસ્તુનું સંભવે નહિ જ.). ૦ અવિશિષ્ટ (સામાન્યથી) ઈન્દ્ર આદિ વસ્તુનું ઉચ્ચારણ કર્યો છd, નામ આદિ રૂપ ચાર ભેદો પ્રતીત થાય છે જ. “ઈન્દ્ર છે' આવી રીતે નામ આદિ રહિત કેવળ ઇન્દ્રશબ્દનું ઉચ્ચારણ થયે છતે, વિશેષ વગર નામેન્દ્ર આદિ ચારેયનું પણ જ્ઞાન થાય છે. શું આણે નાગેન્દ્ર વિવક્ષિત કરેલ છે કે સ્થાપનેન્દ્ર કે દ્રવ્યેન્દ્ર કે ભાવેજ? એમ વિશેષ કથન નહિ હોવાથી સામાન્યથી ચારેયનું કથન છે. એથી સામાન્યથી ઈન્દ્રવસ્તુના ચાર પણ આ પર્યાયો ભાવવિશેષ જ છે. ૦ હવે વિશિષ્ટ અથક્રિયા સાધક, ભાવેન્દ્ર, આદિરૂપ ભાવની અપેક્ષા કરીને વસ્તુત્વના સાધનમાં કોઈ પણ ક્ષતિ નથી. ભાવેન્દ્ર આદિના ભાવમાં વિશિષ્ટ ક્રિયાકારકપણામાં, નાગેન્દ્ર આદિ પર્યાયોમાં પણ તે વિશિષ્ટ ક્રિયાસાધકપણું જોવું જોઈએ, કેમ કે દ્રવ્યરૂપે પર્યાયોને પરસ્પર અભેદ છે. વસ્તુના પર્યાયપણાની અપેક્ષાએ જેમ ભાવ છે, તેમ નામ આદિ ત્રણ છે એમ અત્યાર સુધી સાબિત કર્યું. - હવે પ્રકારાન્તરથી નામાદિના ભાવાંગાણાએ ઉપયોગને કહે છે. અથવા ભાવપરિણામના નિમિત્તભાવની અપેક્ષાએ નામ-સ્થાપના-દ્રવ્યોનો ભાવના અંગપરાએ ઉપયોગ (સફળતા) છે. ભાવાંગાણું જ એકલું કેવી રીતે? આવી શંકામાં કહે છે કે
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy